ગુજરાતમાં (Gujarat) 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના(Corona) નવા 68 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે કોરોનાથી 43 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 8,17, 687 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ (Recovery Rate) 98. 71 ટકા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. જેમાંથી 06 લોકો વેન્ટિલેટર પર છે અને 574 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં 16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકના નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 20, વડોદરા શહેરમાં 12, સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, અને જામનગર શહેરમાં 3 છે. તો જિલ્લાઓમાં ગાંધીનગરમાં 5, નવસારીમાં 5, કચ્છમાં 2, વલસાડમાં 2, ભરૂચ-રાજકોટ અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે.
ચિંતાજનક બાબત એ છે કે રાજ્યમાં કોરોનાના ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન પોઝિટીવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.મહિલાના સ્વજનોમા ઝિમ્બાબ્વેથી આવેલા પરિવારજનો એક બેસણા પ્રસંગે મળ્યા હતા. ઝિમ્બાબ્વેથી આવેલા સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મહિલા ઓમિક્રોન સંક્રમિત કેવી રીતે થઇ તે શોધવું આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર છે.
ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિકરીનના કુલ 5 કેસ થયા છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ કેસ નોંધાયા હતા, જેમાં ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિ, એન તેના બે સંબંધી પણ આ વેરીએન્ટથી સંક્રમિત થયા હતા. જો કે આ 72 વર્ષીય એનઆરઆઈ વ્યક્તિનો હાલમાં જ પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ છતાં સાવચેતીના ભાગરૂપે એમને કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Big Breaking: હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર, રદ થઈ શકે છે પરીક્ષા
આ પણ વાંચો: યુવરાજસિંહ સામે થઈ શકે માનહાનિનો દાવો! પેપર લીક મુદ્દે વાયરલ થયેલા અક્ષર ફાર્મહાઉસના માલિકની અરજી
Published On - 8:31 pm, Thu, 16 December 21