PMના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી, ઊંઝામાં 25 હજાર વૃક્ષનું વાવેતર કરાયું

|

Sep 17, 2021 | 3:17 PM

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી. ઊંઝા એપીએમસી દ્વારા 25000 વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવ્યા. તો કચ્છમાં 71 કિલોમીટરની સાઈકલ યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં સપ્તરંગી ઉજવણી કરવામાં આવી, મહાદેવના પરમભક્ત મોદીના જન્મદિવસે સોમનાથ મંદિરમાં માર્કંડેય પૂજા, લઘુરૂદ્ર કરવામાં આવ્યો, તો સુરતમાં પૌષ્ટિક દ્રવ્યોથી બનેલી 71 કિલોની કેક કાપવામાં આવી, આ કેક કુપોષિત બાળકોને વહેંચવામાં આવી, તો જનસેવા અર્થે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં મહારસીકરણ અભિયાન ચલાવાયું, સુરતની દિવ્યાંગ શાળામાં કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવ્યો, વડોદરાના સેન્ટર સ્કવેર મોલ ખાતે નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી દોરવામાં આવી, મોદીના જન્મદિવસે પૂજા, સેવાકીય પ્રવૃત્તિ અને ઉજવણીમાં વિવિધ વર્ગના લોકો જોડાયા,

રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી. ઊંઝા એપીએમસી દ્વારા 25000 વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવ્યા. તો કચ્છમાં 71 કિલોમીટરની સાઈકલ યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, નવસારીમાં પદ્માવતી ગ્રૂપ દ્વારા રામજી મંદિરમાં કેક કાપવામાં આવી, તો સોમનાથમાં વડાપ્રધાન મોદીની તસવીરોનું પ્રદર્શન યોજાયું,

સોમનાથમાં તાજેતરમાં મોદીજીના હસ્તે ખુલ્લો મુકાયેલ વોકવે પર અધ્યતન ચિત્રોનું પેન્ટીંગ કરનાર કલા પ્રતિષ્ઠાન સુરતના કલાકારો ચિત્રકારોએ મોદીજીના બાળવયથી આજસુધીના ચિત્રો ફોટાઓ ફક્ત પેન્સીલથી તૈયાર કર્યા છે. આ તમામ પોટ્રેટ ફોટાઓનું એક સ્પેશીયલ આલ્બમ મોદીજીને મોકલી અપાયું છે. સાથે આ તમામ પોટ્રેટ ફોટાઓની પ્રદર્શની એક અઠવાડીયા સુધી સોમનાથમાં ખુલ્લી રખાશે. જેથી તમામ યાત્રીકો સાથે સ્થાનીક લોકો પણ આ પ્રદશર્ની નીહાળી શકશે. આજે પ્રારંભેજ અનેક યાત્રીકો આ મોદીજીના વીવીધ ફોટાઓ નીહાળવા પહોચ્યા હતા. જેણે આ કલાકારોની કલાને બીરદાવી હતી.

Next Video