CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક, જાણો કયા કયા મુદ્દે થશે રજૂઆત!

CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક, જાણો કયા કયા મુદ્દે થશે રજૂઆત!

| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:29 AM

Gandhinagar: આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક થવા જઈ રહી છે હેમા પાટીદાર આંદોલન દરમિયાન કેસ પાછા ખેંચવા રજૂઆત થશે.

Gandhinagar: CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે. તો પાટીદાર અનામત આંદોલન કેસ બાબતે આજે CM નિવાસસ્થાને બેઠક  મળવાની છે. માહિતી પ્રમાણે આ બેઠકમાંપાટીદાર અગ્રણીઓ CM સાથે ચર્ચા કરવાના છે. ત્યારે બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

આ સાથે બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ ઉપસ્થિત રહશે તેવી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા આજે રજૂઆત થવાની સંભાવના છે.

જણાવી દઈએ કે 6 ડિસેમ્બરના રોજ એટલે કે આજે સાંજે 6.30 કલાકે આ બેઠક બોલાવાઈ છે. જેમાં પાટીદાર સમાજના મોટા આગેવાનો ઉપસ્થિત રહેશે. ખાસ વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

તો થોડા મહિના અગાઉ ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠક મળી હતી. જેમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

 

આ પણ વાંચો: VALSAD : વાપી GIDCમાં જાહેરમાં હત્યા, ભાણીયાએ 6 જ સેકેન્ડમાં મામાનું ઢીમ ઢાળી નાખ્યું

આ પણ વાંચો: જામનગર તંત્રની ગંભીર બેદરકારી, ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં ઘરમાં ચાલી રહ્યા હતા ટ્યુશન ક્લાસ

Published on: Dec 06, 2021 11:17 AM