ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

|

Nov 09, 2021 | 6:44 PM

ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

ગુજરાત(Gujarat)  સરકાર શ્રમજીવીઓ(Workers) માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મસીહા(Masiha)શરૂ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ હવે શ્રમિકોને મકાન(House)  મળશે.રાજ્યમાં 4 સ્થાનો પર શ્રમિકો માટે આવાસ બનાવવામાં આવશે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં PPE ધોરણે હોસ્ટેલ પણ બનાવવામાં આવશે.

આ હોસ્ટેલ માટે રાજ્યમાં 16 સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ મસીહા માટે 12 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઇ શ્રમ અને ઇ નિર્માણ કાર્ડના આધારે શ્રમિકોને આવાસ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ બનાવવા પાછળ સરકારનો હેતુ શ્રમિકોને રાહત આપવાનો છે.અને આ પ્રોજેક્ટથી શ્રમિકોને અનેક લાભ પણ જશે..જેમ કે શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેશે.જેથી તેમને આવવા જવામાં તકલીફ નહીં પડે.તો શ્રમિકોને કામના સ્થળે જ મકાન મળી રહેતા મુસાફરી ખર્ચ ઘટશે જેથી તેમને આર્થિક લાભ પણ મળી રહેશે. દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર, મધ્ય ગુજરાતના વડોદરા, સૌરાષ્ટ્રના વેરાવળ અ-ને મોરબી, જ્યારે અમદાવાદના સાણંદ નજીક આ હોસ્ટેલ બનાવાશે

આ પણ  વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો : ખેડૂતોએ નવેમ્બર માસમાં કેળ, દાડમ, નાળીયેરી અને જામફળના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

 

Published On - 2:16 pm, Tue, 9 November 21

Next Video