મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી

|

Nov 15, 2021 | 3:34 PM

સુરત મહાનગરમાં ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના ૬ કામો માટે રૂ. ર૦ કરોડ અને આગવી ઓળખના કામ તરીકે ૧ સ્વીમીંગ પૂલના કામોને પણ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી
Important decision of Chief Minister for development works of 3 metros, allocation of crores of rupees for Rajkot-Surat-Gandhinagar

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ ૬૦૭ કરોડના ૧ર૪ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સુરત-રાજકોટ-ગાંધીનગર મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ રૂ. ૬૦૭ કરોડના વિવિધ વિકાસ કામોને  મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં  સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના ૧૦૯ કામો માટે રૂ. પ૮૧.૪૦ કરોડ, રાજકોટમાં આઉટગ્રોથ વિસ્તારના ૧ર કામો માટે રૂ. ર૦.૭૯ કરોડ અને ગાંધીનગરમાં શહેરી સડક યોજનાના ૩ કામો માટે રૂ. પ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સુરત મહાનગરમાં પ૮૧.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ ૧૦૯ કામો માટે મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના ૬૦ કામો માટે રૂ. ૪૦૭.૪૩ કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૪ર કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે ૧૪૯.૬૪ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.

સુરત મહાનગરમાં ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના ૬ કામો માટે રૂ. ર૦ કરોડ અને આગવી ઓળખના કામ તરીકે ૧ સ્વીમીંગ પૂલના કામોને પણ ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના પ કામો માટે રૂ. ૧૦.૪પ કરોડ, પાણી પૂરવઠાના ૬ કામો માટે ૧૦.૧૪ કરોડ તથા આંગણવાડીના ૧ કામ માટે રૂ. ર૦ લાખ એમ સમગ્રતયા ૧ર કામો માટે ર૦.૭૯ કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એટલું જ નહિ, રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરમાં પણ શહેરી સડક યોજનાના ૩ કામો માટે રૂ. પ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. તદ્દઅનુસાર, ચાર ટી.પી સ્કીમમાં અસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસીંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે.

રાજ્યના નગરો, મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામોની સંબંધિત નગરો-મહાનગરોની દરખાસ્તને ત્વરાએ સૈદ્ધાંતિક મંજૂરી આપવાના મુખ્યમંત્રીશ્રીના આ અભિગમથી શહેરી જનસુખાકારીના કામોમાં નવી દિશા મળી છે.

Next Article