લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો ન કરી શકે: Gujarat High Court

|

Feb 26, 2021 | 10:12 PM

Gujarat High Court: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને Gujarat High Courtએ કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો ન કરી શકે.

Gujarat High Court: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને Gujarat High Courtએ કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો ન કરી શકે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનની શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆતને ફગાવી દીધી અને કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરતા ટાંક્યું કે નિયમોનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરી દો. જોકે ફાયર સેફ્ટીને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી અને રાજ્ય સરકારને ફાયર સેફ્ટી વગરની શાળા અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો.

 

 

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 460 કેસ

Next Video