હિતેશ મકવાણાના માથે પાટનગરનો તાજ, ગાંધીનગર મનપાના મેયર તરીકે પસંદગી

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. છેવટે આ નામ પર મહોર લાગી છે.

હિતેશ મકવાણાના માથે પાટનગરનો તાજ, ગાંધીનગર મનપાના મેયર તરીકે પસંદગી
Hitesh Makwana new mayor of Gandhinagar
| Updated on: Oct 21, 2021 | 12:12 PM

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. છેવટે આ નામ પર મહોર લાગી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર જ્વલંત જીત મેળવી હતી. આ ભવ્ય જીત બાદ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળી. જેમાં હિતેશ મકવાણાની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે પ્રથમ અઢી વર્ષ માટે હિતેશ મકવાણા મેયર રહેશે. ત્યારે પ્રેમલસિંહ ગોલની ગાંધીનગરના ડેપ્યૂટી મેયર તરીકે વરણી કરવામાં આવી છે.

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ હતું. આ ઉપરાંત ભરત દીક્ષિતનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે હિતેશ મકવાણાના નામ પર મહોર લાગી છે. ગાંધીનગરના મેયરનું પદ પ્રથમ અઢી વર્ષ માટે SC માટે આરક્ષિત છે. હિતેશ મકવાણા ગાંધીનગર મનપાના 5 માં મેયર હશે.

જણાવી દઈએ કે વોર્ડ 8 માંથી વિજયી બનેલા હિતેશ મકવાણાનું પોલીટીકલ બેકગ્રાઉન્ડ મજબુત છે.તેઓ પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર છે. રાજકીય રીતે વધુ મજબુત હતા અને તેથી જ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા હતા. તો ડેપ્યૂટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે મેયર પદ માટે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું હતું. આપમાંથી તુષાર પરીખ અને કોંગ્રેસમાંથી અંકિત બારોટે ફોર્મ ભર્યું હતું.

 

 

આ પણ વાંચો: 100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું

આ પણ વાંચો: સુરત કોંગ્રેસ ઉપપ્રમુખે આપી દીધું રાજીનામું, કોંગ્રેસ પાર્ટી પર પરિવારવાદને લઈને લગાવ્યા આ આરોપ

Published On - 11:13 am, Thu, 21 October 21