હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

|

Oct 11, 2021 | 12:41 PM

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
Hina Pethani murder case Court granted remand of Accused Sachin Dixit till 14th October

Follow us on

હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા  છે. આ  પૂર્વે હિના પેથાણી(Hina Pethani) હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના (Sachin Dixit)  ડીએનએ ટેસ્ટ(DNA Test) માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ સાત દિવસમાં આવશે તેમજ પોલીસે કહ્યું કે સચિન પુછપરછમાં સહકાર આપતો નથી.

જેમાં પ્રેમીની હત્યા બાદ બાળકને ક્યાં લઈ ગયો તે રૂટની ઓળખ બાકી છે. તેમજ આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે.તેમજ બાળક તરછોડયા બાદ કોઈએ આશરો આપ્યો કે કેમ તેની તપાસ પણ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણના કેન્દ્ર સરકારના નિર્ણય પર ગુજરાતમાં ઉઠયા વિરોધના સૂર

આ પણ વાંચો: ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે

Published On - 12:23 pm, Mon, 11 October 21

Next Article