હાઇકોર્ટની AMC સામે લાલ આંખ, અમદાવાદમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને પાર્કિંગ મુદ્દે HCની ટકોર

|

Oct 22, 2021 | 2:51 PM

કોર્પોરેશને પોતાના બચાવમાં અનેક દલીલો આપી હતી. પરંતુ કોર્ટે પુછેલા સવાલો આકરા હતા. કોર્ટના સવાલો પર નજર કરીએ તો. કોર્ટે કોર્પોરેશન અને સરકારને પૂછ્યું કે, શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે.

હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન સામે લાલ આંખ કરી છે. બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને પાર્કિંગ સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે પ્રાથમિક રીતે અવલોકન કર્યું છે કે, અમદાવાદના 60 ટકા જેટલા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેથી હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકારને અનેક સવાલો કર્યો હતા. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે, માત્ર કાગળ પર કામ ન કરો રસ્તા પર પણ કામ દેખાવવું જોઈએ. સાથે જ કોર્પોરેશનને બચાવમાં કહ્યું હતું કે, મેટ્રોનું કામ ચાલી રહ્યું હોય જેના પગલે રસ્તા ખરાબ છે અને તે રસ્તાઓનું સમારકામ કરવાની જવાબદારી મેટ્રોની છે.

કોર્પોરેશને પોતાના બચાવમાં અનેક દલીલો આપી હતી. પરંતુ કોર્ટે પુછેલા સવાલો આકરા હતા. કોર્ટના સવાલો પર નજર કરીએ તો. કોર્ટે કોર્પોરેશન અને સરકારને પૂછ્યું કે, શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે. શું રસ્તાઓની આ ગુણવત્તાથી અધિકારીઓ ખુશ છે ? મેટ્રો મુદ્દે ટકોર કરતા કહ્યું કે, રસ્તાઓ કોર્પોરેશનની સીટી લિમિટમાં છે. શું તમે મેટ્રો બનાવતી કંપની મેગા જોડે કામ નથી લઈ શકતા ? શું મેગા કંપનીની જવાબદારી અંગે જાણ કરી ? મેગાના પિલર્સ પાસે થતું પાર્કિંગ રોકવા શુ કરો છો ? કોર્ટે 22 નવેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ટ્રાફિક વિભાગ કામગીરી કરે તેવો આદેશ પણ આપ્યો છે.

આ પણ વાંચો : સાબરમતી નદીમાં વેલને કાઢવાની શરૂઆત કરાઈ, દરરોજ 400 ટન વેલ બહાર કાઢવામાં આવશે

 

Next Video