Gujarati Video: આખરે કિરણ કુમાર ક્રાઈમ બ્રાંચના તાબામાં, ઘણા ગુનાઓના ખેલાડી મહાઠગ કિરણ પટેલની ગુજરાતથી લઈ કાશ્મીર સુધીની વાંચો Crime Story

|

Apr 08, 2023 | 8:46 AM

કાશ્મીર પોલીસે એક મહિના પહેલા શ્રીનગરની હોટલમાંથી કિરણની ધરપકડ કરી. મહત્વનું છે કે કિરણ પટેલ ઓક્ટોબર 2022 થી લઇને માર્ચ 2023 એમ 6 મહિના સુધી PMOનો નકલી અધિકારી બનીને ફરતો રહ્યો.

Gujarati Video: આખરે કિરણ કુમાર ક્રાઈમ બ્રાંચના તાબામાં, ઘણા ગુનાઓના ખેલાડી મહાઠગ કિરણ પટેલની ગુજરાતથી લઈ કાશ્મીર સુધીની વાંચો Crime Story

Follow us on

જમ્મુ-કાશ્મીર દેશનો સૌથી સંવેદનશીલ વિસ્તાર કે જ્યાં દેશના સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓ છે. પરંતુ આ જ સ્થળે ગુજરાતના સૌથી મોટા ઠગ કિરણ પટેલે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે જેના એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. કાશ્મીર પોલીસે એક મહિના પહેલા શ્રીનગરની હોટલમાંથી કિરણની ધરપકડ કરી. મહત્વનું છે કે કિરણ પટેલ ઓક્ટોબર 2022 થી લઇને માર્ચ 2023 એમ 6 મહિના સુધી PMOનો નકલી અધિકારી બનીને ફરતો રહ્યો.

હવે તેની ધરપકડ થયા બાદ કાશ્મીરમાં કરેલા કાંડ બહાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરની એક મોટી હોટલમાં મહાઠગના મિશનનો પ્લાન તૈયાર થયો હતો. કિરણ સાથે પ્લાન તૈયાર કરવામાં અન્ય 5 લોકો પણ સામેલ હોવાની વાત સામે આવી છે.

પ્લાન મુજબ કિરણને કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં જઇને મોકાની જમીનો અને સફરજનના બગીચાની ઓળખ કરવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કિરણને કાશ્મીરમાં મોટા વેપારીઓ શોધવાની પણ જવાબદારી સોંપાઇ હતી. આ સમગ્ર મિશનનો હેતુ કમિશનખોરી કરવાનો હતો. પરંતુ કિરણ ગુજરાતના વેપારીઓને કાશ્મીરમાં જમીન અપાવી તેના બદલે પૈસા પડાવે તે પહેલા જ પોલીસે તેને સકંજામાં લઇ લીધો હતો.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

6 મહિના દરમ્યાન કિરણ પટેલે કાશ્મીરનો 4 વખત કર્યો પ્રવાસ

સપ્ટેમ્બરમાં પ્લાન તૈયાર કર્યા બાદ કિરણ પટેલ ઓક્ટોબરમાં કાશ્મીર જવાની તૈયારી કરવા લાગ્યો. કાશ્મીરમાં સુરક્ષા મેળવવા કિરણે રાજસ્થાન RSSના વરિષ્ઠ પદાધિકારી ત્રિલોકસિંહ ચૌહાણની મદદ લીધી. ત્રિલોકસિંહ ચૌહાણે કિરણને સુરક્ષા પૂરી પાડવા પુલવામાના ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક ચૌધરીને ફોન કર્યો. બશીર ઉલ હક ચૌધરીએ કાયદાના દાયરાની બહાર જઈ કિરણને સુરક્ષા આપવાનો મૌખિક આદેશ આપ્યો હતો.

ત્રિલોકસિંહ ચૌહાણ જમ્મુ-કાશ્મીરના વિસ્તારક તરીકે કામ કરી ચૂક્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં તેની પકડ મજબૂત હોવાથી કિરણે ત્રિલોકસિંહની પસંદગી કરી. 6 મહિના દરમ્યાન કિરણ પટેલે કાશ્મીરનો 4 વખત પ્રવાસ કર્યો. આ દરમ્યાન તે ઉરી, બારામૂલા, શ્રીનગર અને પુલવામા ગયો. કાશ્મીરમાં કિરણે અધિકારીઓ સાથે ખાનગી બેઠક પણ યોજી અને SDM સ્તરના અધિકારીઓને બરાબર ખખડાવી પણ નાંખ્યા હતા.

કિરણ પટેલે આ રીતે મેળવી સિક્યુરિટી

કિરણે કાશ્મીરની પહેલી મુલાકાત 25 થી 27 ઓક્ટોબર, 2022 દરમ્યાન લીધી. આ દરમ્યાન કિરણને સુરક્ષા માટે બુલેટપ્રૂફ ગાડી, બે એસ્કોર્ટ ગાડી, એક ડઝન ગનમેન મળ્યા. આ દરમ્યાન કિરણ ભાજપના મીડિયા પ્રભારી અને સ્થાનિક પત્રકારોને પણ મળતો રહ્યો. 6 થી 8 ફેબ્રુઆરી દરમ્યાન કિરણ બીજી વખત કાશ્મીર ગયો. આ વખતે તે પોતાની સાથે અમિત પંડ્યાને પણ સાથે લેતો ગયો.

કિરણે કુલગામ અને ગુલમર્ગની મુલાકાત લીધી. કિરણે અમિત પંડ્યા અને પુલવામાના ડેપ્યુટી કમિશનર વચ્ચે બેઠક પણ કરાવી. 24 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન કિરણે પરિવાર સાથે ત્રીજી વખત કાશ્મીરની મુલાકાત લીધી. આ વખતે કિરણે ટૂરિઝમ વિભાગના અધિકારીઓ સાથે તાબડતોબ બેઠકો યોજી. આ આ બાદ બડગામમાં એક બેઠકમાં કિરણે ડેપ્યુટી કમિશનર સૈયદ ફખરૂદ્દીન હામિદની સામે જ એસ. ડી. એમ અને મહેસૂલી અધિકારી પર રોફ ઝાડ્યો હોવાનોઈ વાત પણ સામે આવી હતી.

જે બાદ ડેપ્યુટી કમિશનરે સીઆઇડી પાસે તેની માહિતી માગી. સીઆઇડીની તપાસમાં સામે આવ્યું કે કિરણ પટેલ નામનો કોઇ વ્યક્તિ પીએમઓમાં છે જ નહીં. જે બાદ કિરણની ધરપકડ માટે જાળ બિછાવવામાં આવી. 2 માર્ચે કાશ્મીરની ચોથી મુલાકાત દરમ્યાન કિરણ શ્રીનગર પહોંચ્યો. જ્યાં શ્રીનગરની લલિત ગ્રાન્ડ હોટલમાં જેવો કિરણ પહોંચ્યો ત્યાં જ પોલીસે તેને દબોચી લીધો.

બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લવાયો

PMOના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે ઠગાઇ આચરનારા મહાઠગ કિરણ પટેલનો હવે ગુજરાતમાં હિસાબ થશે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલને લઇને અમદાવાદ પહોંચી. શ્રીનગરથી અંદાજે 36 કલાકની મુસાફરી બાદ કૌભાંડી કિરણને લઇને ગુજરાત પોલીસ અમદાવાદ પહોંચી. છે. જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવ્યો છે.

હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવ્યો છે. કિરણ સામે કેસ દાખલ થયા બાદ ગુજરાત પોલીસની એક ટીમ 4 એપ્રિલના રોજ કાશ્મીર પહોંચી હતી. 6 એપ્રિલ એટલે કે ગુરૂવારે શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કિરણને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ જેલ સત્તાધીશોએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસની ટીમને સોંપી હતી.

36 કલાકની કરી મુસાફરી

આજ રોજ બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલનો ગઈકાલે ગુરુવારે કબજો લીધો હતો અને આજે પોલીસ અમદાવાદ પહોંચી ચુકી છે. મહત્વનું છે કે 36 કલાકની મુસાફરી કરી ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ અમદાવાદ પહોંચી છે.

શ્રીનગરથી અમદાવાદ સુધીમાં 5 વખત કર્યા હોલ્ટ

એકસમયે પોતાની બોલી અને છટાથી ભલભલાને ફસાવનારો કૌભાંડી કિરણ કાશ્મીરથી ગુજરાત સુધીની સફર દરમ્યાન ગુમસુમ બની ગયો હતો. મોટા ભાગની મુસાફરીમાં કિરણ પટેલ કંઇ પણ બોલ્યા વગર બેઠો રહ્યો. 36 કલાકની સફર દરમ્યાન કિરણે ખૂબ ઓછી વખત વાતો કરી.

કિરણે તેમની સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે પણ કોઇ વાતચીત ન કરી. ગુજરાત પોલીસે શ્રીનગરથી અમદાવાદ સુધીમાં 5 વખત હોલ્ટ કર્યા.રસ્તામાં જમવા માટે બે વખત હોલ્ટ કરવામાં આવ્યો. રાત્રિના સમયે આબુ રોડ આસપાસ જમવા માટે હોલ્ટ કરાયો. જો કે કિરણ પટેલે બપોરે અને રાત્રે થોડું જ ભોજન લીધું હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલને લઈ ક્રાઈમ બ્રાંચની ટીમ ગુજરાત પોંહચી, વહેલી સવારે કરાયુ V S હોસ્પીટલમાં ચેકઅપ, જુઓ EXCLUSIVE VIDEO

18 કરોડનો બગંલો રીનોવેશનના નામે પચાવી પાડ્યો

ગુજરાતમાં મહાઠગ કિરણ પટેલ સામે કુલ 3 કેસ નોંધાયેલા છે. જે કેસમાં તેનું ટ્રાન્સફર વોરન્ટ મેળવવામાં આવ્યું છે. આ કેસ તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કર્યો હતો. કિરણ પટેલે પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો 18 કરોડનો બગંલો રીનોવેશનના નામે પચાવી પાડ્યો હતો. જે બાદ કિરણ અને તેની પત્ની માલિની વિરૂદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસે પણ કિરણ પટેલ સામે એક FIR દાખલ કરી છે. જેમાં તેની સામે ગુનાહિત ઈરાદા, પોલીસ સ્ટેશન અને કાશ્મીરના અન્ય ભાગોના અધિકારક્ષેત્રમાં પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર સરકારે 29 માર્ચે કિરણ પટેલની કાશ્મીરની મુલાકાતો દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત પાસાઓની તપાસનો આદેશ આપ્યો હતો. કિરણ પટેલની પત્ની માલિની પટેલ દ્વારા પણ છેતરપિંડીના કેસમાં ધરપકડ થઇ ચૂકી છે. મહત્વનું છે કે, અગાઉ કિરણ પટેલનાં કાંડ સામે આવ્યા બાદ પત્ની માલિની ઘરને તાળા મારીને નાસી ગઈ હતી પરંતુ પોલીસે તેને જંબુસરથી ઝડપી લીધી.

પોલીસમાં ફરિયાદ નહિ થાય તે માટે પણ કિરણના પ્રયાસો

અત્યાર સુધીના તમામ કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નહિ થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી. ઠગ કિરણ પટેલની ગુજરાતમાં સખત પૂછપરછ પણ કરાશે. જે બાદ મોટા અનેક ખુલાસાઓ થઈ શકે છે. હાલ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જે બાદ આગળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવશે.

Published On - 8:45 am, Sat, 8 April 23

Next Article