Kutch: ભુજ સહિત 3 તાલુકામાં વરસાદની અછત! ઘાસ ન હોવાથી પાંજરાપોળના સંચાલકોને હાલાકી

|

Sep 24, 2021 | 8:02 PM

કચ્છમાં પાંજરાપોળ એસોસીયેશને ફરી અર્ધઅછત જાહેર કરવાની માગ કરી છે. કચ્છની પાંજરાપોળમાં અંદાજીત દોઢ લાખથી વધુ પશુનો નિભાવ થાય છે.

કચ્છમાં પાછોતરો વરસાદ પડ્યો, પરંતુ ધાસનો જથ્થો પુરતો ન હોવાથી પાંજરાપોળ સંચાલકો હાલાકીને પડી છે. ભુજ સહિત 3 તાલુકામાં હજુ જોઇએ તેટલો વરસાદ પડ્યો નથી ત્યારે કચ્છમાં પાંજરાપોળ એસોસીયેશને ફરી અર્ધઅછત જાહેર કરવાની માગ કરી છે. કચ્છની પાંજરાપોળમાં અંદાજીત દોઢ લાખથી વધુ પશુનો નિભાવ થાય છે. ત્યારે કચ્છમાં પાંજરાપોળ અને પશુપાલકો પાસે પુરતો ધાસનો જથ્થો ન હોવાથી પશુ નિભાવ માટે 25 રૂપીયા સરકાર ચુકવે તેવી માંગ કરી છે. હાલ વરસાદ પડતા થોડી રાહત ચોક્કસ થઇ છે. પરંતુ જો સરકાર સહાય નહી ચુકવે તો પશુઓનો નિભાવ મુશ્કેલ બનશે તેવુ પાંજરાપોળના સંચાલકે જણાવ્યું છે.

જાહેર છે કે કચ્છમાં દોઢ લાખથી વધુ પશુનો નિભાવ પાંજરાપોળમાં થાય છે. અને આ માટે તેમને પુરતો ઘાસચારો ન હોવાનું સંચાલકોએ જણાવ્યું છે. કચ્છમાં વરસાદની વાત કરીએ તો આ વર્ષે થોડો વરસાદ જરૂર થયો છે. પરંતુ જોઈએ તેટલા મેઘરાજા મહેરબાન નથી થયા. જેને કારણે ભવિષ્યની ચિંતા સંચાલકોને સતાવી રહી છે. અને તેમણે  સબસિડીની માંગ કરી છે.

 

આ પણ વાંચો: GUJARAT: નવરાત્રી અને 8 શહેરમાં રાત્રિ કર્ફ્યુના સમય લઈને મોટો નિર્ણય, નવરાત્રી રસિકો માટે ખુશીના સમાચાર

આ પણ વાંચો: Jamnagar: એક તરફ સહાયની વાત, તો બીજી તરફ સર્વેની માંગ: આ વિસ્તારમાં સર્વે ન થયો હોવાનો આક્ષેપ

Next Video