GUJARAT: નવરાત્રી અને 8 શહેરમાં રાત્રિ કર્ફ્યુના સમય લઈને મોટો નિર્ણય, નવરાત્રી રસિકો માટે ખુશીના સમાચાર

Gujarat: રાજ્ય સરકારે નવરાત્રી અને રાત્રી કર્ફ્યુને લઈને મોટી જાહેરાત કરી છે. ચાલો જાણીએ શું જાહેરાત કરી સરકારે.

GUJARAT: નવરાત્રી અને 8 શહેરમાં રાત્રિ કર્ફ્યુના સમય લઈને મોટો નિર્ણય, નવરાત્રી રસિકો માટે ખુશીના સમાચાર

નવરાત્રીને લઇને થોડાક ખુશીના ખબર સમાચાર રહ્યાં છે. આજે સરકાર રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. રાત્રી કર્ફ્યુને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ થોડીક ઘટાડવામાં આવી છે. નિર્ણય અનુસાર રાત્રીના કર્ફ્યુમાં થોડી ઢીલ મુકવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

શેરી ગરબાને પરવાનગી

સાથે જ નવરાત્રી રશીકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર કલબ પાર્ટીપ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.

400 લોકો સુધી શેરી ગરબામાં રમી શકશે

સત્તાવાર જાહેરાત અનુસાર 400 લોકો સુધી શેરી ગરબામાં ખેલૈયાઓ રમી શકશે. તેમજ લગ્નમાં પણ લોકોની હાજરી પર છૂટછાટ આપવામ આવી છે. 150થી વધારીને 400 લોકોની છૂટ આપવામાં આવી છે. તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડવામાં આવ્યો છે. કોરોના નિયંત્રણ માટે સરકારે 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો જાહેર કર્યો હતો. હવે આગામી 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી રાત્રિ કર્ફ્યુમાં છૂટ મળી છે. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂના સમય અંગે આજે સત્તાવાર જાહેરાત કરી છે, નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી. હવે રાત્રી કર્ફ્યુનો સમય ઘટવો એ ખેલૈયા માટે ખુશીના સમાચાર છે.

આવનારા તહેવારોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ છે. સાથે જ આવા આયોજનોમાં લાઉડ સ્પીકર, ધ્વની નિયંત્રણ અંગે સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે.

તમને જણાવી દઈએ કે રેસ્ટોરન્ટને લઈને રાત્રિના 10 કલાક સુધી 60% ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી જેમાં વધારો કરવામાં આવ્યો છે. આ ક્ષમતા વધારીને હવે 75 % કરવામાં આવ્યા છે. સાથે જ જે બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તેની સમય મર્યાદા હવે 10 વાગ્યા સુધીની કરવામાં આવી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati