Breaking News: અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી

એર ઇન્ડિયા કહ્યું છે કે, "અમદાવાદથી બપોરે 1.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. બોઇંગ 787-8 વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.

Breaking News: અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર ! આ નબંર પરથી મળશે જાણકારી
Helpline number announced after plane crash in Ahmedabad
| Updated on: Jun 12, 2025 | 4:04 PM

અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની છે. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. મેઘાણીનગરમાં Air Indiaનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો છે.

એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

આ અંગે એર ઇન્ડિયા કહ્યું છે કે, “અમદાવાદથી બપોરે 1.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. બોઇંગ 787-8 વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800-5691-444 પણ સ્થાપિત કર્યો છે…”

પ્લેન ક્રેશમાં બાદ નાસભાગ મચી

તમને જણાવી દઈએ પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ થઈ છે. મળતી માહિતી અનુસાર ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થતા ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે.

આ સાથે અમદાવાદ પોલીસે પણ આ ઘટનાને લઈને માહિતી મેળવવા માટે નંબર જાહેર કર્યો છે.

આ સાથે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

Published On - 4:01 pm, Thu, 12 June 25