સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, 19 મે દરમિયાન ગુજરાત તરફ આવશે વાવાઝોડું

|

May 14, 2021 | 2:59 PM

ગુજરાતના એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતના એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 14 મેના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ રહેશે.

દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં 14 મેના રોજ હવાનું દબાણ સક્રિય થશે. લો પ્રેશર સક્રિય થયા બાદ 48 કલાક બાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. 19 મે દરમિયાન ગુજરાત તરફ વાવાઝોડું આવશે અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શકયતા છે.

Published On - 6:12 pm, Tue, 11 May 21

Next Video