Rajkot: જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલક આવક, ભાવ સારા ન મળતા જગતનો તાત નાખુશ

|

Oct 14, 2021 | 6:46 PM

હવે ધીમે ધીમે ખેડૂતો માર્કેટ યાર્ડમાં પાક લઈને આવી રહ્યા છે. રાજકોટના જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલખ આવક જોવા મળી છે. પરંતુ ભાવ જોઈએ તેવો ન મળતા તેઓ નારાજ છે.

રાજકોટના જસદણ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની મબલખ આવક જોવા મળી છે. અહીં માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ કપાસની આવક થઈ રહી છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં 10 થી 12 હજાર મણ મગફળીની આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસના 1200 થી 1600 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે, તો બીજી તરફ મગફળીમાં ખેડૂતોને 800 થી 1150 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોના ખેતરનો પાક હવે માર્કેટ યાર્ડ પહોંચવા લાગ્યો છે.

ત્યારે માહિતી અનુસાર કપાસની અંગે મગફળીની મબલખ આવક થઇ રહી છે. વરસાદ ઓસરતાં ખેડૂતો પાક લઈને માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. તેમજ ભાવ પણ ઠીક મળતા એક તરફ ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે. વરસાદના કારણે આવકમાં થોડું ઓછું વધતું જોવા મળવાની સંભાવના છે. પરંતુ માહિતી અનુસાર આગામી સમયમાં કપાસમાં પુષ્કળ આવક થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે યાર્ડમાં મગફળી લઈને આવેલા ખેડૂતે કહ્યું કે તેમને તેમના પાકનો ભાવ 868 રૂપિયા મળ્યો છે. ભાવ જોકે આનાથી વધુ હોવો જોઈતો હતો . પરંતુ તેમને આ ભાવથી સંતોષ નથી. તેમના અનુસાર 1100 ઉપરનો ભાવ મળવો જોઈતો હતો. અન્ય ખેડૂતનું પણ કહેવું છે કે જોઈએ એવા ભાવ મળતા નથી.

 

આ પણ વાંચો: “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા

આ પણ વાંચો: Ahmedabad: વેક્સિન લેવાથી 25 લોકોની ચમકી ગઈ કિસ્મત, AMC એ લકી ડ્રોમાં વિજેતાઓને આપી આ જોરદાર ભેટ

Next Video