Bhavnagar: હર ઘર દસ્તક કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ, આટલા લોકોને ઘરે બેઠા અપાઈ કોરોના વેક્સિન

|

Nov 21, 2021 | 7:49 AM

Bhavnagar: ભાવનગરમાં રસી નહીં લેનારા લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Bhavnagar: 100 ટકા વેક્સિનેશન (Vaccination) લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર દસ્તક (Har Ghar dastak) અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત ભાવનગરમાં પણ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં રસી નહીં લેનારા લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મળેલી માહિતી પ્રમાણે ભાવનગરમાં હર ઘર દસ્તક અભિયાનને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. દેશમાં છેલ્લા લગભગ દોઢ વર્ષથી કોરોનાના કારણે ઘણી મુશ્કેલીઓ વધી છે. લોકડાઉન અને કોરોનાએ ઘણા ક્ષેત્રોને અસર કરી છે.

હવે જ્યારે કોરોનાની વેક્સિન એ જ બચાવ છે, ત્યારે સૌ કોઈ વેક્સિન લે અને કોરોનાની જટિલ મુશ્કેલીઓથી રક્ષણ મેળવે તે માટે પ્રયાસ શરુ છે. આ માટે ભાવનગરમાં પણ રસીકરણ વિના રહી ગયેલા લોકો માટે હેલ્થકેર વર્કર હાઉસ ટુ હાઉસ કામગીરી કરી રહ્યા છે, અને જેમની રસી લેવાની બાકી છે તેઓને રસી માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ભાવનગર મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના ઘરે જઈને જે કોઈ વેક્સિનમાં બાકી તમામ લોકોને રસી આપી રહ્યા છે. મનપા અનુસાર એક જ દિવસમાં 1800 લોકોને રસી આપવામાં આવી હતી. મનપાના તમામ વોર્ડમાં 40 જેટલી ટીમો મુકવામાં આવી છે. મનપા કમિશનરે પણ લોકોને રસી લેવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો: સ્વચ્છ સર્વેક્ષણની ક્લિનેસ્ટ મેગાસીટી અમદાવાદની શરમજનક ઘટના, સેફટી વિના જ ગટરની સફાઈ!

આ પણ વાંચો: Ahmedabad: બેકારી અને મોજ-શોખે યુવકને બનાવી દીધો ચોર, આ ફિલ્મી આઈડીયાથી કરી ચોરી

Published On - 7:47 am, Sun, 21 November 21

Next Video