VADODARA: પાથરણવાળાથી વેપારીઓ તોબા પોકારી ગયા, સમસ્યાના ઉકેલ માટે કર્યું એવું કે તંત્ર દોડતું થયું

|

Jan 10, 2022 | 1:05 PM

વડોદરામાં દુકાનો બહાર અડિંગો જમાવીને બેસતા પાથરણાવાળા દુકાનદારો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. તેમને દૂર જવાનું કહેવામાં આવે તો તે ધમકીઓ આપે છે.

વડોદરા (Vadodara) માં પાથરણવાળા (hawkers) ની સમસ્યા હાલ ખુબ જ વધી રહી છે. તેવામાં ખાસ કરીને સિંધી માર્કેટ (Sindhi Market) માં પાથરણાવાળા વેપારીએ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.  દુકાન (Shop) બહાર બેસતા આવા પાથરણાવાળાથી વેપારીઓના વેપાર પર અસર પડી રહી છે. તેમને દૂર કરવા જરૂરી થઈ પડ્યા છે, પણ વેપારીએ પાસે તેમને હટાવવાનો કોઈ રસ્તો નથી. તેથી હવે તેઓએ નવો જ રસ્તો અપનાવવાની જાહેરાત કરી છે.

વડોદરાના સિંધી સમાજના વેપારીઓનો આરોપ છે કે પથારાવાળા તેઓની દુકાન બહાર અડીંગો જમાવીને બેઠા છે અને દુકાનથી દૂર બેસવાની વાત કરવામાં આવે તો તેમને ધમકી આપવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે આ અંગે વેપારપીઓએ અનેક જગ્યાએ રજૂઆત કરી છે પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. વેપારીઓનું કહેવું છે કે સરકારનો કોઈ વિભાગ એવો નહીં હોય જ્યાં આ અંગે રજૂઆત કરવામાં આવી નહીં હોય. આમ છતાં કોઈ ઉકેલ આવતો નથી.

વડોદરાના વેપારીઓનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી, જેથી હવે આ પરેશાનીથી કંટાળીને વેપારીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે અને વડોદરાની ત્રણ મોટી બજારના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવશે. અલકાપુરી માર્કોટ, પદમાવતી શોપિંગ સેન્ટર સહિતના બજારો અને સિંધી એસોશિએશનો આ વિરોધમાં જોડાયા છે.

આ પણ વાંચોઃ NRIનો હબ ગણાતા આણંદ અને ખેડામાં કોરોનાનો મહાવિસ્ફોટ, બંને જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ખૂબ વધુ

આ પણ વાંચોઃ રાજ્યની શાળાઓમાં 1,100 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફરી વળ્યુ ચિંતાનું મોજુ

Published On - 12:23 pm, Mon, 10 January 22

Next Video