Gujarat 12માં ડિફેન્સ એક્સપો-2022 નું યજમાન રાજ્ય બનશે

|

Sep 02, 2021 | 6:51 PM

ગાંધીનગરમાં આગામી 2022 માં તા. 10 થી 13 માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની યોજાશે.

Gujarat 12માં ડિફેન્સ એક્સપો-2022 નું યજમાન રાજ્ય બનશે
gujarat will be the host state of 12th defense expo 2022 Mou Signing Ceremony

Follow us on

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના 2022માં(Defense Expo-2022) યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત(Gujarat) બનશે. આગામી 2022 માં તા. 10  થી 13 માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-2022ના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity)  ધામ કેવડીયામાં યોજવામાં આવી હતી.

આ ડિફેન્સ એક્સપો-2022ના((Defense Expo-2022) આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કર્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા ડિફેન્સ એક્સપો દેશના જુદા જુદા રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે.તેમણે આગામી ડિફેન્સ એક્સપો-2022ના આયોજન માટે ગુજરાતની પસંદગી કરવા માટે પ્રધાનમંત્રીશ્રી અને સંરક્ષણ મંત્રીનો હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ઉમેર્યુ હતું કે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા આવા ડિફેન્સ એક્સપોના માધ્યમથી વધુ વેગવાન બની રહી છે ગુજરાત જે રીતે વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તે જ પરિપાટીએ ડિફેન્સ એક્સપો-2022ના આયોજનથી ડિફેન્સ સેકટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતે પોતાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી બનાવી છે. એટલું જ નહિ, આ પોલિસી અંતર્ગત ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન એકમો માટે જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયુટીથી મુક્તિ, ઉત્પાદન શરૂ થયાના પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસિટી ડયૂટીથી માફી જેવા પ્રોત્સાહનો પણ ગુજરાતમાં આપવામાં આવે છે.

વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન માટે જે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ જોઇએ તે ગુજરાતમાં છે. ધોલેરા SIR ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન યુનિટસ માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવાની સંપૂર્ણ સંભાવનાઓ ધરાવે છે. વિશાળ રન-વે સાથેનું એરપોર્ટ અહિં નિર્માણાધિન છે અને વેપન ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ રેન્જ માટે જરૂરી જમીન પણ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં આયોજિત થનારા આ ડિફેન્સ એક્સપો-2022થી રાજ્યમાં ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ સેકટરને નવી દિશા મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો-2022ની આ 12મી કડી અવશ્ય જવલંત સફળતા પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો.સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મ નિર્ભર બનવાનો જે મંત્ર આપ્યો છે. તેને અનુસરતા સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વખતના ડિફેન્સ એક્સપોમાં વિવિધ કંપનીઓને સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં રોકાણ કરવા માટે માર્ગદર્શન સાથે પ્રેરિત કરવામાં આવશે.

રાજનાથસિંહે આવા ડિફેન્સ એક્સપો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયાથી મેઇક ફોર ધ વર્લ્ડ’ની આપણી નેમ છે તેમ જણાવતા ઉમેર્યુ કે આવનારા ટૂંક સમયમાં ભારત ગ્લોબલ ડિફેન્સ મેન્યૂફેકચરીંગ હબ બને તેવી પૂરી સંભાવનાઓ પણ છે.

ગત વખતે લખનઉમાં યોજાયેલી ડિફેન્સ એક્સપોની 11મી શ્રેણીમાં 70 જેટલા દેશોની એક હજાર જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ વખતે ભાગ લેનારા દેશોની સંખ્યા વધારીને સો સુધી લઇ જવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

રાજનાથસિંહે કહ્યું કે, ડિફેન્સ એક્સપોની સાથે ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્ક્લેવ પણ યોજવામાં આવે છે. ગાંધીનગરમાં પણ વિવિધ દેશોના સંરક્ષણ મંત્રીઓનું અધિવેશન યોજવાનું આયોજન છે. ગત વખતે તેમાં 40 દેશના સંરક્ષણ મંત્રીઓ સહભાગી બન્યા હતા તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો : તમને ખબર છે કે અવકાશયાત્રીઓ સ્પેસમાં વાળ કઈ રીતે ધોવે છે? જુઓ આ એમેઝીંગ Video

આ પણ વાંચો : Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દોર યથાવત, વધુ ત્રણ તબીબોએ આપ્યુ રાજીનામુ

Published On - 6:10 pm, Thu, 2 September 21

Next Article