18મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં વસંત ઋતુનું આગમન, ઠંડી જશે અને દિવસના તાપમાનમાં થશે વધારો
File Photo

18મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં વસંત ઋતુનું આગમન, ઠંડી જશે અને દિવસના તાપમાનમાં થશે વધારો

| Updated on: Feb 14, 2021 | 9:58 AM

રાજ્યમાં 18મી ફેબ્રુઆરીથી વસંત ઋતુનો પ્રારંભ થશે. વસંત ઋતુના આગમન સાથે જ ઠંડી જશે અને દિવસના તાપમાનમાં વધારો થશે. ગ્રહની ગોઠવણ અનુસાર હવે રાત્રિના અને વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થશે.

રાજ્યમાં 18મી ફેબ્રુઆરીથી વસંત ઋતુનો પ્રારંભ થશે. વસંત ઋતુના આગમન સાથે જ ઠંડી જશે અને દિવસના તાપમાનમાં વધારો થશે. ગ્રહની ગોઠવણ અનુસાર હવે રાત્રિના અને વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થશે. તો 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના નિકટવર્તી ભાગોમાં હવામાનમાં ફેરફાર થાય અને વાદળો આવવાની શક્યતા છે. વાદળો વધુ ભેજવાળા હોય તો માવઠું પણ થવાની શક્યતા રહેલી છે. તા.19થી 21 દરમિયાન ગુજરાતમાં હવામાનના પલટા આવે અને હવામાન કથળી જવાની શક્યતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ઋતુનો સંધિકાળ શરૂ થતો હોવાના કારણે હવે ડબલ સિઝન શરૂ થશે. રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે ઋતુજન્ય બીમારીના કેસમાં વધારો થવાની શક્યતા છે.

Published on: Feb 14, 2021 09:54 AM