Gujarat માં ગુરુવારે રેકોર્ડ બ્રેક પોણા છ લાખ લોકોનું રસીકરણ, અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને અપાઈ રસી

|

Aug 05, 2021 | 8:16 PM

ગુજરાતમાં  પ મી ઓગસ્ટે એક જ દિવસમાં રસીકરણનો અભૂતપૂર્વ વિક્રમ-પોણા છ લાખ ડોઝનું  કોરોના વેક્સિનના થયું છે.તેમજ રાજયમાં 5 ઓગસ્ટ  સુધીમાં ૩.પ૦ કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

સમાચાર સાંભળો
Gujarat માં ગુરુવારે રેકોર્ડ બ્રેક પોણા છ લાખ લોકોનું રસીકરણ, અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને અપાઈ રસી
Gujarat record-breaking 6 lakh people were vaccinated on Thursday (File Photo)

Follow us on

ગુજરાત(Gujarat) માં  કોવિડ સામેના રક્ષણાત્મક વેક્સિનેશન(Vaccination) માં ગુજરાતે  વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં  પ મી ઓગસ્ટે એક જ દિવસમાં રસીકરણનો અભૂતપૂર્વ વિક્રમ-પોણા છ લાખ ડોઝનું  કોરોના વેક્સિનના રાજ્યભરમાં થયું છે. તેમજ રાજયમાં 5 ઓગસ્ટ  સુધીમાં ૩.પ૦ કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગુરૂવારે તા.પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં પ.૮૧ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપીને પણ એક દિવસમાં સૌથી વધુ વેકસીનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧ થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૩ કરોડ પ૦ લાખથી વધુ વેકસીનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ર કરોડ ૬૪ પ૭ હજાર ૪૩૯ પ્રથમ ડોઝ અને ૮પ લાખ ૪૩ હજાર પ૯પ બીજો ડોઝ એમ સમગ્રતયા ૩,પ૦,૦૧,૦૩૪ ડોઝ વેકસીનેશન થયું છે.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬,૨૨,૯૪૯ લાખને પ્રથમ ડોઝ તેમજ પ,૧૦,૬૭૩હેલ્થ કેર વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩,૪૨,૬૧૧ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦,૦૫,૬૪૦ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું

તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧,૨૫,૨૬,૩૭૨ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૬૨,૪૫,૭૬૬ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે.

અત્યાર સુધીમાં આ વય જુથના ૧,૧૯,૬૫,૫૦૭ કરોડ પ્રથમ ડોઝ અને ૭,૮૧,૫૧૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ, સમગ્રતયા તા. ૦૫.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના ૨,૬૪,૫૭,૪૩૯ પ્રથમ ડોઝ તથા ૮૫,૪૩,૫૯૫ બીજો ડોઝ મળી કુલ ૩,૫૦,૦૧,૦૩૪ વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Published On - 7:53 pm, Thu, 5 August 21

Next Article