Kutch : મુન્દ્રા શહેરમાં મેઘરાજાની ઘમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો થયા પાણી-પાણી

|

Jul 13, 2021 | 1:11 PM

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મુન્દ્રા શહેરમાં બે કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં સવારથી વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં બે કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ થતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

કચ્છમાં મુન્દ્રા(Mundra) સહિત નખત્રાણા, ભુજ અને લખપતમાં પણ સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. આ વિસ્તારમાં અંદાજીત પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડુતોમાં (Farmer) ખુશીની લહેર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની (Rain) આગાહી કરી છે.

વરસાદથી મુન્દ્રા (Mundra) શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગિરી પર હાલ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે પ્રિમોન્સુન કામગિરીના (Pre Monsoon Activity) નામે લાખો રુપિયાનો ધુમાડો કરવામાં આવે છે. પરંતુ, યોગ્ય કામગીરીના અભાવે હાલ લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે.

 

આ પણ વાંચો : Monsoon 2021 : ગુજરાતમાં વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા

આ પણ વાંચો : Dang : ગીરાધોધની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, કોરોનાની ચિંતા વિના જ પ્રવાસીઓ ઉમટ્યા

Next Video