Gujarat Rain News : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન, દક્ષિણ-ઉત્તર ગુજરાત પણ વરસાદી માહોલ

|

Jul 12, 2021 | 7:18 PM

રાજયમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર યથાવત છે. આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ત્યારે કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે.

Gujarat Rain News : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન, દક્ષિણ-ઉત્તર ગુજરાત પણ વરસાદી માહોલ
Gujarat Rain News:

Follow us on

Gujarat Rain News : રાજયમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર યથાવત છે. આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. ત્યારે કેટલા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે. તે માટે વાંચો આ અહેવાલ

રાજ્યના નવ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો વિસાવદરમાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો કચ્છના નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં મેઘરાજાનું આગમન થયું છે.વીરપુરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડયું હતું. જૂનાગઢ જિલ્લામાં માંગરોળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.જૂનાગઢના માળીયાહાટીનામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અહીં, ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવનદાન મળ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. અહીં, સારા વરસાદને કારણે ગીર ગઢડા નજીક મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. અને, ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે.

બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડયો છે. જેમાં પાળીયાદ રોડ,ગઢડા રોડ,ટાવર રોડ,તુરખા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર છે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધનસુરામાં સતત બીજા દિવસે મેઘસવારી જોવા મળી છે.મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં, પવન સાથે દાહોદ, લીમડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.

સુરતના બારડોલી પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો વડોદરાના પાદરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

Published On - 7:06 pm, Mon, 12 July 21

Next Article