Surat અને વડોદરા મહાનગરપાલિકામાં મેયર -ડેપ્યુટી મેયર પદ માટે આ નામો છે ચર્ચામાં

|

Mar 04, 2021 | 9:18 PM

ગુજરાતમાં છ મહાનગર પાલિકામાં ભાજપના વિજય બાદ હવે આ મહાનગર પાલિકામાં મેયર -ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીની વરણી માટે કવાયત તેજ કરવામાં આવી છે. જેમાં હાલ સુરત અને વડોદરામાં  મેયર પદને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. જેમાં અનેક નામો હાલ ચર્ચામાં છે.

Surat :  ગુજરાતમાં છ મહાનગર પાલિકામાં ભાજપના વિજય બાદ હવે આ મહાનગર પાલિકામાં મેયર -ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીની વરણી માટે કવાયત તેજ કરવામાં આવી છે. જેમાં હાલ સુરતમાં  મેયર પદને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. જેમાં હાલ સુરતમાં મેયર પદ માટે 3 નામો ચર્ચામાં છે. જેમાં રોસ્ટર મુજબ Surat મહાનગર પાલિકાના મેયર પદ માટે મહિલા માટે અનામત છે. જેમાં હેમાલી બોઘાવાળા, દર્શીની કોઠીયા અને ઉર્વશી પટેલ મેયર પદની રેસમાં છે. જયારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પરેશ પટેલનું નામ ચર્ચામાં છે. જો કે સુરત મહાનગરપાલિકાની  સામાન્ય સભા 12 માર્ચના રોજ મળનારી છે. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવશે.

આ ઉપરાંત વડોદરાના નવા મેયર કોણ તેની ચર્ચાએ શહેરભરમાં ભારે જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરામાં મેયર પદ માટે ત્રણ ચહેરાનું નામ ચર્ચામાં છે..જેમાં પૂર્વ પાણી પૂરવઠા સમિતિના ચેરમેન રહી ચુકેલા પરાક્રમસિંહ જાડેજાનું નામ મેયર પદે ચર્ચામાં છે..આ સિવાય શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા યુવા નેતા કેયુર રોકડીયા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂકેલા હિતેન્દ્ર પટલનું મેયર પદ માટે નામ ચર્ચામાં છે.
જો ડેપ્યુટી મેયર પદની વાત કરીએ તો યુવા મહિલા નેતા હેમિષા ઠક્કર અને સ્નેહલ પટેલનું નામ હાલ ચર્ચાઇ રહ્યું છે.આ બંને નામો વડોદરા મનપાના ડેપ્યુટી મેયર પદ માટે ચર્ચાઇ રહ્યા છે.

Next Video