પોલીસ ગ્રેડ પે મામલે કથિત વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ, ‘ખોટી દવા પીવાનું નાટક’ જેવા ચોંકાવનારા મેસેજ

|

Oct 28, 2021 | 11:54 AM

ગ્રેડ પેના આંદોલનની રણનિતીને લઈ પોલીસ વોટ્સઅપ ગ્રુપની એક ચેટ વાઈરલ થઈ છે. જેમાં મેસેજ છે કે, જો આંદોલન રોકાવામાં આવે તો પોલીસ પરીવારમાંથી કોઈ દવા પિવાની ખોટી ચિમકી આપે.

સરકાર સામે આંદોલનનું રણશીગું ફુંકનાર પોલીસ કોન્સ્ટેબલોએ રણનીતી ઘડી છે. અને ગ્રેડ પેના આંદોલનની રણનિતીને લઈ પોલીસ વોટ્સઅપ ગ્રુપની એક ચેટ વાઈરલ થઈ છે. જેમાં મેસેજ છે કે, જો આંદોલન રોકાવામાં આવે તો પોલીસ પરીવારમાંથી કોઈ દવા પિવાની ખોટી ચિમકી આપે. અને ખોટી રીતે મોઢા આગળ ફીનાઇલ પીવાની કોશીશ કરે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે ફિનાઈલ પીવાની કોશીસ બાદ MLC દાખલ કરે. બાદમાં કોઈ ડોક્ટર હાયર કરવામાં આવે.

આ તમામ બાબતો પોલીસના ગ્રુપમાં થઈ હોવાની કથિત ચેટ વાઈરલ થઈ છે. જે આધારે કહી શકાય કે ગ્રેડ પે મામલે આંદોલન હજુ વધુ ઉગ્ર થાય તેવી સંભાવના છે. જો કે આ ચટ કેટલી સાચી છે તેની પુષ્ટિ થઇ શકી નથી.

મેસેજમાં જોવા મળી રહ્યું છે, જેમાં લખ્યું છે કે જે અધિકારી અડચણ બને તેને ટાર્ગેટ કરો. તો અન્ય એક મેસેજમાં જોવા મળી રહ્યું છે કે, ત્યાં દવા પીવાની ચીમકીનો વિડીયો વાયરલ કરવા કહેવાયું છે. બાળકો અને પત્નીઓનો દવા પીવાનો ખોટો ખોટો વિડીયો વાયરલ કરો. અને ખોટું ફિનાઈલ મોઢે અડાડીને MLC દાખલ કરો.

 

આ પણ વાંચો: ‘બધો ભાર કન્યાની કેડે’: ઇંધણ બાદ હવે ડુંગળીએ રડાવ્યા, ભાવમાં થયો ધરખમ વધારો, જાણો કારણ

આ પણ વાંચો: પોલીસ આંદોલનમાં બે ફાંટા! ગાંધીનગરમાં આંદોલન મોકૂફ, અન્ય જિલ્લાઓમાં યથાવત, જાણો સમાગ્ર વિગત

Published On - 11:43 am, Thu, 28 October 21

Next Video