ગુજરાતમાં શાળાની ફી માફી અંગે સરકાર અને વાલી મંડળ આમને સામને, ફી માફીનું જાહેરનામું બહાર પાડવા કરી માંગ

વાલી મંડળે માંગ કરી કે કોરોનાની બીજી લહેરના પગલે આ વર્ષે પણ વાલીઓને ફી માફી આપવી જોઇએ. શાળાઓને ઓનલાઇન એજ્યુકેશનના લીધે સ્કૂલના ખર્ચમાં ઘટાડો થાય છે.

ગુજરાતમાં શાળાની ફી માફી અંગે સરકાર અને વાલી મંડળ આમને સામને, ફી માફીનું જાહેરનામું બહાર પાડવા કરી માંગ
ગુજરાતમાં શાળાની ફી માફી અંગે સરકાર અને વાલી મંડળ આમને સામને
| Edited By: | Updated on: Jun 27, 2021 | 4:26 PM

ગુજરાત(Gujarat )માં કોરોનાની બીજી લહેરની સમાપ્તિ અને ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે. જેને લઇને શાળા સંચાલકો પણ શાળા શરૂ કરવાના મૂડમાં છે. જો કે આ દરમ્યાન ઓલ ગુજરાત વાલી મંડળે સરકારને વિધાર્થીઓની  25 ટકાથી વધુ  ફી(Fee)  માફી અંગે જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે.

બીજી લહેરના પગલે આ વર્ષે પણ વાલીઓને ફી માફી આપવી જોઇએ

આ ઉપરાંત વાલી મંડળની માંગ છે કે ચાલુ શેક્ષણિક વર્ષે ફી(Fee)  માફી અંગે સરકાર માત્ર મૌખિક વાયદા ના કરે તેમજ ઝડપથી જાહેરનામું બહાર પાડે. જેના લીધે વાલીઓએ કેટલી ફી ભરવી તે અંગે પહેલીથી જાણ થઇ શકે. વાલી મંડળે માંગ કરી કે કોરોનાની બીજી લહેરના પગલે આ વર્ષે પણ વાલીઓને ફી માફી આપવી જોઇએ. શાળાઓને ઓનલાઇન એજ્યુકેશનના લીધે સ્કૂલના ખર્ચમાં ઘટાડો થાય છે. આ સ્થિતિમાં તેનો ફાયદો વાલીઓને થવો જોઇએ.

જાહેરનામું બહાર પાડવામાં આવે  માટે માગણી કરવામાં આવી

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું છે કે સરકાર દર વર્ષે માત્ર ફી માફીના વાયદા કરીને વિધાર્થીઓ અને વાલીઓને મૂંઝવણમાં મૂકે છે.આ ઉપરાંત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી 25 ટકા ફી માફીનો અમલ ચાલુ રહેશે તેવી કરેલી જાહેરાત કરી હતી જેના પગલે પણ વાલીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જ્યારે વાલી મંડળ દ્વારા પણ 25 ટકાથી વધુ   ફી માફીનો નિર્ણય લેવામાં આવે અને તે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે  માટે માગણી કરવામાં આવી છે.

વાલીઓ અને વિધાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા

ગુજરાતના કોરોનાના પગલે ગત વર્ષે રાજ્ય સરકારે  શાળા સંચલકો  સાથે બેઠક  કરીને  શાળાન ફીના  વિધાર્થીઓ અને વાલીઓને રાહત આપવામાં આવી હતી. તેમજ બીજા સત્રમાં કુલ ફીની 25 ટકા ફ્રી માફી અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો. જેના પગલે  ગત  વર્ષે વાલીઓ અને વિધાર્થીઓ પણ મુંઝવણમાં મુકાયા હતા.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ આજે ગીર સોમનાથની મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર શાળા શરૂ કરવામાં ઉતાવળ નહિ કરે અને યોગ્ય સમયે નિર્ણય લેશે.

આ પણ  વાંચો :  ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય