Banaskantha: ડીસામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની રેલીમાં ઉમટી પડ્યા યુવાનો, ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

|

Nov 07, 2021 | 12:09 PM

ગૃહ મંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે સવારે ડીસામાં તેઓએ રેલી યોજી અને ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ઠેર-ઠેર યુવાનો અને વિવિધ સમાજના આગેવાનોએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. આ રેલીમાં સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગૃહ રાજ્ય પ્રધાને ડીસા શહેર ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું.

તો તમને જણાવી દઈએ કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે પોતાના જન્મસ્થળની મુલાકાત પણ લીધી હતી. તેઓએ પોતાના પરિવાર સાથે પિતાના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવી બનાસકાંઠાના ડીસા પાસે આવેલા બલોધર, કાંકર અને સાડીયા ગામે ગઈકાલે પહોંચ્યા હતા. અને આ ગામમાં સૌ લોકો અને સામાન્ય જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગૃહ મંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે હર્ષ સંઘવી સુરતથી પરિવાર સાથે ટ્રેનમાં અહીં આવ્યા હતા.

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો

આ પણ વાંચો: BJP National Executive Meeting: ભાજપની નજર 2022ની વિધાનસભા ચૂંટણી પર, PMની હાજરીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક

Published On - 12:08 pm, Sun, 7 November 21

Next Video