Gujarat Monsoon 2021: રાજ્યભરમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

|

Jun 25, 2021 | 4:55 PM

Gujarat Monsoon 2021: સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

Gujarat Monsoon 2021: દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતા (Metrology Department)એ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.

મહત્વનું છે કે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા લોકો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરનો ત્રાસ પણ વધી ગયો છે. જોકે હવે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું હોવાથી ધીમે ધીમે વરસાદ વધતો જશે.

ગત અઠવાડિયે વરસેલા વરસાદથી રાજ્યમાં વરસાદની ઘટ ઓછી થઈ છે. રાજ્યમાં ફક્ત 6 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ઘટ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદી માહોલ જામી ચુક્યો છે  કે જે પહેલા બની નોહતો રહ્યો.

સુરત, વલસાડ, વાપી , નવસારીથી લઈને અંક્લેશ્વરમાં વરસાદી જોર રહ્યું છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તરનાં અમુક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ ગયો છે.

Next Video