ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

|

Apr 21, 2022 | 2:04 PM

રાજ્યભરમાં માવડાનો માહોલ સર્જાયો છે. કડાકા ભડાકા સાથે આખી રાત વરસાદની છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષ્ણ ગુજરાતમાં ક્યાંક ઝરમર વરસાદી ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા છે. સૌથી વધુ કમોસમી વરસાદની અસર જૂનાગઢ અને જામનગરમાં જોવા મળી છે.

ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ગુજરાત (Gujarat) માં આગામી 24 કલાકમાં વરસાદી માહોલની હવામાન વિભાગ (Meteorological Department ) એ આગાહી (forecast) કરી છે. ભાવનગર, આણંદ, ખેડા અને ભરૂચમાં છૂટોછવાયો વરસાદ (rain) પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ વાતાવરણની અસર હેઠળ આકરી ગરમીથી લોકોને છૂટકારો મળશે. રાજ્યમાં આગામી 4 દિવસ હિટવેવની કોઈ જ શક્યતા નથી. હવામાન વિભાગના મતે અમદાવાદમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. જો કે 24 કલાક બાદ રાજ્યમાં ફરી તાપમાનમાં વધારો નોંધાશે.

રાજ્યભરમાં માવડાનો માહોલ સર્જાયો છે. કડાકા ભડાકા સાથે આખી રાત વરસાદની છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્ર અને મધ્ય તથા દક્ષ્ણ ગુજરાતમાં ક્યાંક ઝરમર વરસાદી ઝાપટાં તો ક્યાંક છાંટા પડ્યા છે. સૌથી વધુ કમોસમી વરસાદની અસર જૂનાગઢ અને જામનગરમાં જોવા મળી છે. જૂનાગઢમાં રાત્રી દરમિયાન વરસાદી ઝાપડાં પડતાં રસ્તા પર પાણી વહેતાં થઆ ગયાં હતાં જ્યારે જામનગરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં દાહોદ અને ભરૂચમાં છાંટા પડ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ઝરમર વરસાદ પડ્યો છે.

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. ભવનાથ તેમજ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલથી ઠંડક પ્રસરી હતી જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાત આખી વીજળીના કડાકા ભડાકા થયા હતા. વિસાવદર, ભેંસાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. ગાજવીજ સાથે આખી રાત વિજળીના ચમકારા ચાલુ રહેતાં ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો હતો. અમરેલીના બાબરા શહેરમાં પણ વરસાદી ઝાપટું પડતાં રોડ ભીનાં થઈ ગયા હતા. કમોસમી વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલના કારણે કેરીના પાકને નુકસાન જવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

વરસાદની આગાહીના પગલે જામનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા ખુલ્લામાં રખાયેલ જણસ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી શરુ કરાઈ હતી. મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારા ખરીદી કરાયેલ માલ, મરચા અને રાયડો ખૂલ્લામાં પડ્યા હોવાથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ખેતરમાં પડેલા તૈયાર માલ અને પશુના ચારાને પણ નુકસાન જવાની ભીતી છે.

મધ્ય ગુજરાતમાં દાહોદ જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સંજેલી સહિત કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી હતી. ભરૂચમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદના પગલે કેરીના પાકને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું વાતાવરણ વચ્ચે વચ્ચે સેલવાસના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા છે. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કેરી સહિત ખેતીના પાકને નુકસાનની ભીતિ છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં વરસાદી છાંટા પડયા હતા. જ્યારે સુરત શહેરમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ અમદાવાદમાં AMCના ડમ્પરે માસૂમનો લીધો જીવ, બાળકની લાશને પોટલામાં ભરવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article