સુરત: બળદેવ સુથાર
સુરતના લોકો કોઈ પણ હાલમાં કંઈ પણ કરી શકે છે. તેનું ઉદાહરણ સામે આવ્યું છે, હાલ ચાલી રહેલી કોરોના મહામારીના પગલે મોટાભાગના લોકો કાર્યક્રમો કરવાનું ટાળી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ના વધે તેને લઈ લોકો તકેદારી અને સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. જો કે સુરતના અડાજણ વિસ્તારમાં એક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પીપીઈ કીટ સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભાગ્યે ગુજરાતમાં કોરોના દરમિયાન પ્રથમ ફેશન-શોનું આયોજન થયું હશે. ફેશન શોમાં ડૉક્ટર, પોલીસ તેમજ બાળકો સહિત મહિલાઓ માટેની અલગ અલગ પીપીઈ કીટ પર કેટ વોક કરવામાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરતની એક ખાનગી ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન દ્વારા અડાજણ ખાતે આજ રોજ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફેશન શોમાં ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી અલગ અલગ પ્રકારની કીટ પર બાળકો યુવાઓ અને મહિલાઓએ કેટ વોક કર્યું હતું. આ ફેશન શોનો મુખ્ય હેતુ હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ તરીકે કામ કરતા ડૉકટર, પોલીસ સહિત મેડીકલ સ્ટાફને અન્ય પીપીઈ કીટ કરતા આ પીપીઈ કીટ ખૂબ જ પહેરવામાં સરળ રહે તેવો આશ્રય હતો.
ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન દ્વારા જુદા જુદા સેગમેન્ટમાં બાળકો, સ્ત્રી અને પુરુષો માટેના પીપીઈ કીટ ડીઝાઈન કરવામાં આવ્યા છે. ફેશન શોનો બીજો ઉદ્દેશ લોકોમાં સુરક્ષા ગિયર્સની માંગ પૂરી કરવાનો છે. જે હેતુસર કોરોનાની મહામારી વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે ફેશન શોનું આયોજન કરી કેટ વોક કરવામાં આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:02 pm, Sat, 29 August 20