Gujarat Local Body Election 2021 : જાણો વર્ષ 2015માં જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત-નગર પાલિકામાં કોની થઈ હતી જીત

|

Feb 27, 2021 | 5:33 PM

Gujarat Local Body Election 2021 : ગુજરાતમાં 2015 માં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ગુજરાતની 6 મહાનગરપાલિકામાં વિજય થયો હતો જ્યારે નગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓ જેવો દેખાવ કરી શક્યો નહોતો.

Gujarat Local Body Election 2021 : જાણો વર્ષ 2015માં જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત-નગર પાલિકામાં કોની થઈ હતી જીત

Follow us on

Gujarat Local Body Election 2021 : ગુજરાતમાં 2015 માં થયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ગુજરાતની 6 મહાનગરપાલિકામાં વિજય થયો હતો જ્યારે નગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓ જેવો દેખાવ કરી શક્યો નહોતો. આપણે જો વર્ષ 2015ના ચુંટણી પરિણામોની વાત કરીએ તો કુલ 31 જિલ્લા પંચાયતમાંથી ભાજપ માત્ર 8 જિલ્લા પંચાયત જીતી ચૂક્યું હતું. જયારે 23 જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો વિજય થયો હતો.

તેવી જ રીતે જોઇએ તો 231 તાલુકા પંચાયતમાંથી ભાજપ માત્ર 77 તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાવી શક્યો હતો. જ્યારે કોંગ્રેસે 151 તાલુકા પંચાયતમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.

જયારે વર્ષ 2015માં 55 નગરપાલિકામાં જ ચુંટણી યોજાઇ હતી. જેમાંથી ભાજપે 41 બેઠક પર વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસને માત્ર 12 બેઠક મળી હતી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

જેના પરથી એ સ્પષ્ટ થાય છે ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત સ્થિતિમાં છે અને શહેરી મતદારો ઉપર ભાજપનો પ્રભાવ જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની સ્થિતિ નબળી છે કે ગ્રામ્ય મતદારો ઉપર ભાજપનો શહેરના મતદારો જેટલો પ્રભાવ નથી.

વર્ષ 2015માં ગ્રામીણ વિસ્તારમાં પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો

જો કે વર્ષ 2010માં ભાજપે 31 માંથી 30 જિલ્લા પંચાયત જીતી હતી. પરંતુ વર્ષ 2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં આકાર પામેલા પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો હતો. જયારે તેવી જ રીતે જોઇએ તો 230 તાલુકા પંચાયતની 4778 બેઠકોમાંથી કોંગ્રેસે 50 ટકાથી વધારે એટલે કે 2509 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

વર્ષ 2015માં યોજાયેલી 56 નગર પાલિકામાં ભાજપે 40 જીતી હતી જયારે કોંગ્રેસને ફાળે 9 નગર પાલિકા ગઇ હતી. જો કે વર્ષ 2010માં કોંગ્રેસે 10 નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. જો કે આ બધામાં મહત્વનું એ હતું કે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી.

રવિવારે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાની  ચૂંટણી

રવિવારે 28 ફેબ્રુઆરી 2021 ના રોજ  31 જિલ્લા પંચાયતોની 980, 231 તાલુકા પંચાયતોની 4774 અને 81 નગર પાલિકાઓની 680 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. જેમાંથી કુલ 237 બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં જેમાં જિલ્લા પંચાયતોમાં 25, 231 તાલુકા પંચાયતોમાં 117 અને 81 નગરપાલિકાઓમાં 95 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.  જેની માટેની તૈયારીઓ ચુંટણીપંચે પૂર્ણ કરી લીધી છે. જ્યારે  બે ઉના અને કડી નગરપાલિકા બિનહરિફ થઈ છે.

Published On - 5:32 pm, Sat, 27 February 21

Next Article