Gujarat : વેક્સિનેશનમાં રાજય દેશમાં અગ્રેસર, 50 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો : CM RUPANI

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.

Gujarat :  વેક્સિનેશનમાં રાજય દેશમાં અગ્રેસર, 50 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો  : CM RUPANI
Gujarat: Chief minister Vijay Rupani
| Edited By: | Updated on: Jul 29, 2021 | 10:21 PM

Gujarat : ગુજરાતમાં કોરોના રસીકરણની પાત્રતા ધરાવતા 4 કરોડ 93 લાખ 20 હજાર લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.

કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. 29 મી જુલાઇ-2021 સુધીમાં રાજ્યમાં 50 ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પ્રતિ મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 50 ટકા એટલે કે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, 77 લાખ 57 હજાર 619 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.

સમગ્ર તથા રાજ્યમાં તા. 29મી જૂલાઇના દિવસે 4 લાખ 39 હજાર 045 લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.

આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌકર્મીઓએ કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે તા. 29મી જુલાઇ સુધીમાં 3 કરોડ 26 લાખ 14 હજાર 461 ડોઝ આપવામાં આવ્યાં છે.

ગુજરાતમાં તા. 29મી જુલાઇ સુધીમાં જે 2 કરોડ 48 લાખ 56 હજાર 842 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. તેમાં 19,66,506 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, 45થી વધુ વયના 1,20,71,902 તેમજ 18 થી 44 વય જૂથના 1,08,18,434 લોકોનો સમાવેશ થાય છે.

Published On - 10:21 pm, Thu, 29 July 21