26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટમાં સસ્તી લોન આપવાના બહાને ખેડૂતોની જમીન અને લાખો રૂપિયા પચાવી પાડવાના મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, કુખ્યાત અલ્પેશ દોંગા સહિત 5 સામે ગુનો

આજે 26 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :  રાજકોટમાં સસ્તી લોન આપવાના બહાને ખેડૂતોની જમીન અને લાખો રૂપિયા પચાવી પાડવાના મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, કુખ્યાત અલ્પેશ દોંગા સહિત 5 સામે ગુનો
| Edited By: | Updated on: Sep 26, 2026 | 9:16 PM

આજે 26 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Sep 2026 09:00 PM (IST)

    રાજકોટઃ જેતપુરના સ્ટેન્ડ ચોક પાસે મારામારી

    રાજકોટના જેતપુરમાં સ્ટેન્ડ ચોક નજીક જાહેરમાં યુવકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. કડિયાનાકા વિસ્તારમાં કોઈ બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા યુવકો સામસામે આવી ગયા હતા. ત્યારબાદ જાહેરમાં જ બંને પક્ષના યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં યુવકો વચ્ચે થયેલી મારામારીને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતો સામે આવી નથી.

  • 26 Sep 2026 08:45 PM (IST)

    અલારસામાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ

    ખેડા જિલ્લાના અલારસા ગામની સીમમાંથી મળેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે. શંકાસ્પદ હાલતમાં મળેલી લાશની ઓળખ આંકલાવના શબ્બીરશા દીવાન તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસે તપાસ તેજ કરી હતી. બોરસદ ટાઉન પોલીસ અને LCBની ટીમે CCTVના આધારે તપાસ કરતાં મૃતક અન્ય બે શખ્સો સાથે બાઇક પર પીપળીથી કોસીન્દ્રા તરફ જતો જોવા મળ્યો હતો. આ કડીના આધારે ભાદરણીયા ગામના બે શખ્સોની અટકાયત કરાઈ હતી. પોલીસ પૂછપરછમાં બંનેએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો છે. તપાસમાં 19 સપ્ટેમ્બરે જુગાર રમતી વખતે રૂપિયાની લેવડદેવડ મામલે ઝઘડો થતાં બંનેએ મળીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


  • 26 Sep 2026 08:30 PM (IST)

    સ્તા પર જામ્યા 50 હજાર કિલો ગુલાલના થર

    નવસારીના વિજલપોરમાં ગણેશ વિસર્જનની ઉજવણી ઉત્સાહમાંથી મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ. વિસર્જન દરમિયાન યુવાનોના અતિ ઉત્સાહ અને બેદરકારીના કારણે મુખ્ય રોડ પર JCBથી 11 હજાર કિલો ગુલાલ હવામાં ઉડાડવામાં આવ્યો હતો. મોટી માત્રામાં ગુલાલ ઉડાવાતા સમગ્ર રસ્તા પર ગુલાલના જાડા થર જામી ગયા હતા. જેના કારણે મુખ્ય માર્ગ અત્યંત લપસણો બની જતા વાહનચાલકોના વાહનો સ્લિપ થવા લાગ્યા હતા અને રાહદારીઓને પણ ભારે હાલાકી પડી હતી. સ્થિતિને જોતા સ્થાનિક નગરસેવક અને સમાજના આગેવાનો જાતે આગળ આવ્યા હતા. તેમણે હાથમાં પાવડા લઈને રસ્તા પરથી ગુલાલ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. અતિશય ઉત્સાહ કેવી રીતે મુશ્કેલી સર્જી શકે તેનો આ કિસ્સો બન્યો છે.

  • 26 Sep 2026 08:16 PM (IST)

    અમદાવાદઃ જોધપુરમાં નવા AMTS બસ સ્ટેન્ડને લઈને સવાલ

    અમદાવાદના જોધપુર વિસ્તારમાં નવા AMTS બસ સ્ટેન્ડના નિર્માણને લઈને સવાલો ઉઠ્યા છે. બસ BRTS કોરિડોરમાં ચાલતી હોવા છતાં જ્યાં બસ ઊભી રહેતી નથી, ત્યાં નવું AMTS બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. બસની અવરજવર ન હોય તેવી જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવતા તેના ઉપયોગને લઈને પણ તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ બસ સ્ટેન્ડ જાહેરખબર એજન્સીના લાભાર્થે બનાવાયું હોવાની ચર્ચા વચ્ચે મનપાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. AMTS કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડના નિર્માણનો અડધો ખર્ચ મનપા અને અડધો ખર્ચ સંબંધિત એડ એજન્સી દ્વારા કરવામાં આવે છે. વધુ લોકો જાહેરખબર જોઈ શકે તેવી જગ્યાએ બસ સ્ટેન્ડ બદલવામાં આવતા હોવાની પણ વાત સામે આવી છે.

  • 26 Sep 2026 08:00 PM (IST)

    નર્મદાઃ જંગલની જમીનનો વિવાદ વધુ ઘેરાયો

    નર્મદામાં જંગલની જમીનના વિવાદને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વન પ્રધાન અર્જુન મોઢવાડિયા સામે આક્ષેપો કર્યા છે. વસાવાએ મોઢવાડિયાના શાસનની સરખામણી અંગ્રેજ શાસન સાથે કરી આદિવાસીઓને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. વસાવાના જણાવ્યા મુજબ સાગબારાના ખેડૂતોને ખેતી કરતા અટકાવી માંડવી રેન્જ ઓફિસ લઈ જવાયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે મોઢવાડિયાના ઈશારે વન અધિકારીએ આદિવાસી ખેડૂતો પર જોહુકમી કરી હતી. વસાવાએ કહ્યું કે પોતે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આદિવાસીઓને છોડી વન અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા. સાથે જ તેમણે વન પ્રધાનને આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરવાની અપીલ કરી છે. આ સમગ્ર મામલે વન વિભાગ કે અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી નથી.

  • 26 Sep 2026 07:45 PM (IST)

    બનાસકાંઠાઃ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાની પૂર્ણાહુતિ

    બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમનો સાત દિવસીય મેળો પૂર્ણ થયો છે. મેળાના અંતિમ દિવસે પણ મા અંબાના દર્શન માટે યાત્રિકોનો પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો. સાત દિવસ દરમિયાન અંદાજે 42 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ પદયાત્રા કરી અંબાજી પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. હવે મેળો પૂર્ણ થતાં આવતીકાલથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ દર્શન અને આરતી શરૂ થશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

  • 26 Sep 2026 07:30 PM (IST)

    આસામના CM હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને ગણાવ્યા મુર્ખ

    કંડલા પોર્ટના કાર્યક્રમમાં આવેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધી દ્વારા ભાજપ સરકાર પર કરવામાં આવેલા આક્ષેપોના જવાબમાં સરમાએ પલટવાર કર્યો હતો. સરમાએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને ‘મુર્ખ’ ગણે છે અને તેથી તેમના મુદ્દે ટિપ્પણી કરવા માંગતા નથી. તેમણે રાહુલ ગાંધી અંગે વધુમાં કહ્યું કે તેઓ એક દિવસ દેશમાં તો એક દિવસ વિદેશમાં રહે છે અને ક્યારેક દાઢી સાથે તો ક્યારેક દાઢી વગર જોવા મળે છે. કંડલા પોર્ટના કાર્યક્રમ દરમિયાન સરમાની આ ટિપ્પણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ છે. રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ તરફથી આ નિવેદન અંગે પ્રતિક્રિયા સામે આવી નથી.

  • 26 Sep 2026 07:15 PM (IST)

    નર્મદાઃ જંગલની જમીનનો વિવાદ વધુ ઘેરાયો

    નર્મદામાં જંગલની જમીનના વિવાદને લઈને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયા સામે આક્ષેપો કર્યા છે. વસાવાએ મોઢવાડિયાના શાસનની સરખામણી અંગ્રેજ શાસન સાથે કરી અને આદિવાસીઓને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ સાગબારાના ખેડૂતોને ખેતી કરતા અટકાવી માંડવી રેન્જ ઓફિસ લઈ જવાયા હતા. વસાવાએ આક્ષેપ કર્યો કે મોઢવાડિયાના ઈશારે વન અધિકારીઓએ આદિવાસી ખેડૂતો પર જોહુકમી કરી હતી. તેમણે કહ્યું કે પોતે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આદિવાસીઓને છોડી વન અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા. મનસુખ વસાવાએ વન પ્રધાનને આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરવાની અપીલ કરી છે. મામલે મોઢવાડિયા અથવા વન વિભાગનો પક્ષ સામે આવ્યો નથી.

  • 26 Sep 2026 07:00 PM (IST)

    અમદાવાદ: કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી

    અમદાવાદના શાહપુરની રાજાજીની પોળમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. રોડ પર ડામર લગાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર પડેલી રિક્ષાને હટાવવાની પણ તસદી લેવામાં આવી ન હતી. પરિણામે રિક્ષા જ્યાં પડી હતી, ત્યાં ડામર નાખ્યા વગર જ રોડ બનાવી દેવામાં આવ્યો. રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટરની આવી કામગીરીથી લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. સ્થાનિક વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે રિક્ષા રસ્તા પર જ હતી, તેમ છતાં તેને હટાવ્યા વિના કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી. સમગ્ર ઘટનાને લઈને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે અને તંત્રની દેખરેખ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.

  • 26 Sep 2026 06:45 PM (IST)

    દેવભૂમિ દ્વારકા: શિવરાજપુરમાં મલ્લ કુસ્તી મેળો યોજાયો

    દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના પાવન દિવસે મહાભારત કાળની કુસ્તી પરંપરા આજે પણ જીવંત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે પરંપરાગત મલ્લ કુસ્તીનું આયોજન થયું. ઓખામંડળ, બારાડી અને બરડા પંથકમાંથી 300થી વધુ કુસ્તીબાજોએ ભાગ લીધો. આયોજકોના જણાવ્યા મુજબ છેલ્લા 400 વર્ષથી આ મેળાનું આયોજન થાય છે. હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમા આ મેળામાં બંને કોમના યુવકોએ ભાગ લઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કુસ્તીના અખાડામાં મલ્લોએ વિવિધ દાવપેચ અને તાકાતનું પ્રદર્શન કર્યું. કુસ્તી નિહાળવા આસપાસના ગામો સહિત દૂર-દૂરથી હજારો લોકો ઉમટ્યા હતા.

  • 26 Sep 2026 06:30 PM (IST)

    સંબંધો થયા શર્મસાર, કૌટુંબિક સગાએ આચર્યુ દુષ્કર્મ

    અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાંથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી. એક કૌટુંબિક સગાએ જ માસૂમ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી અને વારંવાર ધમકીઓ આપી બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા..સગીરાએ હિંમત દાખવી પોતાના માતા પિતાને જાણ કરી, જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી અને સગીરા નજીકમાં રહેતા હતા અને એક જ કુટુંબના હોવાથી સંપર્કમાં હતા, છેલ્લા 5 મહિનાથી નરાધમે સગીરાને ડરાવી-ધમકાવીને સતત બ્લેકમેલ કરી 4 થી 5 વાર સગીરા સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા. માસૂમ સગીરા આરોપીના ડરના કારણે મૌન રહી. પરંતુ આખરે સહન ન થતા સગીરાએ પોતાની આપવીતિ માતા-પિતા સમક્ષ વ્યક્ત કરી. દીકરીની વાત સાંભળીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક દીકરીને લઈને ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપીને પૂછપરથ હાથ ધરી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચાંગોદર વિસ્તારમાં નોનવેજ વેચવાનું કામ કરે છે અને અગાઉ હત્યાના આરોપીને આશરો આપવાના કેસમાં આરોપી સામે ગુનો નોંધાયો હતો

  • 26 Sep 2026 06:15 PM (IST)

    ફૂડ સેફ્ટીના નિયમોને હળવાશથી ન લેવા મુંઢેની ચેતવણી

    મહારાષ્ટ્રના FDA કમિશનર તુકારામ મુંઢે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. કર્ણાવતી યુનિવર્સિટીમાં અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે ફૂડ સેફ્ટી અને ખોરાકની ગુણવત્તા અંગે મહત્વની વાતો કરી. મુંઢેએ જણાવ્યું કે ફૂડ સેફ્ટીનો અર્થ માત્ર પરમિશન આપવી કે લેવી નથી, પરંતુ ખોરાકની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડનું સતત પાલન પણ જરૂરી છે. ફૂડ સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન ન થાય અને ખોરાકની ગુણવત્તાની પૂરતી ચકાસણી ન થાય તો તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેમણે કહ્યું કે દેશમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગના પ્રશ્નો વધી રહ્યા છે. આરોગ્ય અને ખોરાક વચ્ચે સીધો સંબંધ હોવાથી ખોરાકની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે.

  • 26 Sep 2026 06:00 PM (IST)

    ગીર સોમનાથઃ માઇન્સમાંથી પાણી નિકાલ મામલે સ્થાનિકોનો વિરોધ

    ગીર સોમનાથઃ સુત્રાપાડાના સિંગસર ગામે માઇન્સમાંથી પાણી નિકાલનો મામલો ખાનગી સિમેન્ટ કંપનીના માઇન્સમાંથી પાણી નિકાલ મામલે સ્થાનિકોનો વિરોધ પાણીના નિકાલના મુદ્દે ખેડૂતો અને મહિલાઓનો ઉગ્ર વિરોધ છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન ત્રીજા દિવસે મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ ધામળેજ સહિત છ ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે AV ઉલ્લેખનીય છે કે પાણી નિકાલના મુદ્દે ગઈકાલે 50 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.. એવામાં આજે ફરી ખેડૂતો અને મહિલાઓએ હોબાળો કર્યો.. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમણે તંત્રને રજૂઆત કરવા છતા તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી.. આંદોલનકારી મહિલાનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ અને તંત્ર.. કંપની તરફી છે એટલે તેમની માગ પર ધ્યાન નથી આપતા.. મહિલાઓએ ચીમકી આપી છે કે જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ જીવ આપી દેશે પરંતુ નમતું નહીં જોખે..

  • 26 Sep 2026 05:45 PM (IST)

    રાજકોટ: ખેડૂતો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ

    રાજકોટ અને અમદાવાદમાં ચાલતા ખેડૂતો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આરોપ છે કે સસ્તી લોન આપવાના બહાને ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવતી હતી. અષ્ટલક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલ ઇન્વેસ્ટમેન્ટના નામે પેઢીઓ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોલ સેન્ટરમાં 14 મહિલાઓ કામ કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તપાસ દરમિયાન 32 જેટલા ખેડૂતોના જમીનના દસ્તાવેજો કબજે કર્યા છે, જેમાં રાજકોટ, મોરબી અને જામનગર સહિત 8 જિલ્લાના ખેડૂતોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે અલ્પેશ દોંગા સહિત પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. અલ્પેશ દોંગા સામે અગાઉ 13 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

  • 26 Sep 2026 05:30 PM (IST)

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધ્યો રખડતા શ્વાનનો આતંક

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનના વધતા આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. દ્વારકાના રાણ ગામમાં બે દિવસમાં 4થી 5 લોકોને રખડતા શ્વાને બચકાં ભર્યા છે. વહેલી સવારે સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના બાળક પર પણ શ્વાને હુમલો કર્યો હતો, જેમાં તેના હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાળકને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ઈન્જેક્શન અને હાથમાં ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ સલાયા ગામમાં પણ રખડતા શ્વાને બે બાળકો સહિત ચાર લોકોને બચકાં ભર્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગ્રામજનોએ રખડતા શ્વાનને પકડી ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માગ કરી છે.

  • 26 Sep 2026 05:15 PM (IST)

    કડી: પ્રદૂષણ ફેલાવતા કેમિકલ માફિયાઓ સામે તંત્રની કાર્યવાહી

    કડીના નંદાસણ નજીક રાજપુર ગામમાં વર્ષોથી ભૂગર્ભ જળમાં ભળતા કેમિકલયુક્ત લાલ પાણીની સમસ્યા સામે હવે તંત્ર હરકતમાં આવ્યું છે. 2008થી ચાલી રહેલી આ સમસ્યાના કારણે ગામના આશરે 20 બોરવેલમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ખેતી અને જમીનની ફળદ્રુપતા પર પણ તેની અસર થઈ રહી છે. મામલે મહેસાણા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એન.પી. ચૌધરીએ જણાવ્યું કે ફરિયાદ મળતાં ત્રણ બોરવેલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે વડોદરા મોકલાયા છે. સમસ્યાના નિરાકરણ માટે સેન્ટ્રલ લેવલની કમિટીની રચના કરાઈ છે. દરમિયાન મોટી કંપનીઓ ઉપરાંત ગેરકાયદેસર સાબુ બનાવતા યુનિટ અને એક સર્વિસ સ્ટેશનને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.

  • 26 Sep 2026 05:00 PM (IST)

    અમદાવાદ: કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી

    અમદાવાદના શાહપુરની રાજાજીની પોળમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. રોડ પર ડામર લગાવવાના કામ દરમિયાન રસ્તા પર પડેલી રિક્ષાને હટાવવાની તસદી પણ લેવામાં આવી ન હતી. પરિણામે જ્યાં રિક્ષા પડી હતી, ત્યાં ડામર નાખ્યા વગર જ રોડ બનાવી દેવામાં આવ્યો. રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવા છતાં કામગીરીમાં બેદરકારીનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની આવી કામગીરીથી રોડની ગુણવત્તા અને સમગ્ર કામ સામે સવાલો ઉભા થયા છે. જાહેર માર્ગ પર રિક્ષા યથાવત હોવા છતાં કામ પૂર્ણ કરી દેતા તંત્રની દેખરેખ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

  • 26 Sep 2026 04:41 PM (IST)

    છોટાઉદેપુર: કૃષ્ણપુરા ગામની શાળાનું વીજજોડાણ કપાયું

    છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા ગામની શાળાનું MGVCL દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વીજળી ન હોવાથી બાળકો પંખા વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 1993માં નર્મદા યોજના વિસ્થાપિતોના બાળકો માટે શરૂ થયેલી આ શાળા અગાઉ શાળા નિગમ સંચાલિત હતી, પરંતુ હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. બંને વિભાગ વચ્ચે સંકલનના અભાવે લાંબા સમયથી વીજ બિલ ભરાયું ન હોવાનું સામે આવ્યું છે. શાળાનું કુલ રૂ.47,587નું બિલ બાકી હોવાથી MGVCLએ વીજ જોડાણ કાપી નાખ્યું. ગરમીમાં બાળકો ઓરડામાં બેસી શકતા ન હોવાથી મેદાનમાં અભ્યાસ કરી રહ્યા છે. વીજળીના અભાવે મોટર પંપ પણ બંધ રહેતા પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.

  • 26 Sep 2026 04:39 PM (IST)

    સુરતઃ ખુલ્લેઆમ આતંક મચાવનારા વ્યાજખોરોની ધરપકડ

    સુરતમાં ખુલ્લેઆમ આતંક મચાવનારા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. ઉતરાણ પોલીસે મૌલિક ચૌહાણ, માનવ કોશિયા અને તારક કોશિયાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. આરોપીઓએ ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે જમીનદલાલ કેતન વાઘાણીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ કેતન વાઘાણીએ તારક કોશિયા પાસેથી રૂ.3 લાખ લીધા હતા, જેમાંથી રૂ.1.50 લાખ ચૂકવી દીધા હતા. બાકીની રકમ માટે સમય માંગતા તેમને મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલી ઓફિસે લઈ જવાયા હતા. અહીં માર મારી ધાકધમકી અપાઈ હતી. વાયરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી.

  • 26 Sep 2026 04:39 PM (IST)

    અમદાવાદ મનપાના અધિકારીઓએ ફરી કર્યુ બુધ્ધિનું પ્રદર્શન

    અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર મકરબામાં એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા બાદ બ્રિજના છેડા પર ચાર રસ્તા અને ડિઝાઈનની ગંભીર ખામીના કારણે કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. લોકાપર્ણના બીજા દિવસે જ કોર્પોરેટ રોડનો મુખ્ય રોડ બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. સાથે જ બ્રિજ નીચે થઈને રેલવે ફાટક પાસે યુ ટર્ન પણ અપાયો છે. જો કે એકાએક મુખ્ય રોડ બંધ થતા વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની છે અને તેમને હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો છે.

  • 26 Sep 2026 02:45 PM (IST)

    મથુરાઃ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત

    મથુરાના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્યનું મોત થતાં ચકચાર મચી છે. 25 વર્ષીય શિષ્યએ ગુરુ કૃપા કુંજના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. મૃતકના રૂમમાંથી લોહીથી લથબથ ગ્રાઈન્ડર પણ મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. ગુરુ કૃપા કુંજમાં 50થી વધુ શિષ્યો અને સ્વયંસેવકો રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને રૂમમાંથી મળેલી વસ્તુઓ સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

  • 26 Sep 2026 02:40 PM (IST)

    સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી

    સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય 701 મીમી વરસાદની સામે 637 મીમી વરસાદ નોંધાયો છે, એટલે કે કુલ વરસાદમાં 9 ટકાની ઘટ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી છે.

  • 26 Sep 2026 02:34 PM (IST)

    દેવભૂમિ દ્વારકાઃ રાણ ગામે રખડતા શ્વાનનો આતંક, બે દિવસમાં 4થી 5 લોકોને બચકાં ભર્યા

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં રખડતા શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં રખડતા શ્વાને 4થી 5 લોકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના બાળક પર પણ શ્વાને અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં બાળકના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ઈન્જેક્શન આપવાની સાથે હાથમાં ટાંકા લેવા પડ્યા હતા. રાણ ગામમાં સતત બની રહેલી શ્વાનના હુમલાની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે અને રખડતા શ્વાનના આતંકને કાબૂમાં લેવા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

  • 26 Sep 2026 02:00 PM (IST)

    સુરતઃ વિસર્જન જોવા આવેલી સગીરાઓની છેડતી

    સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન છેડતીની ઘટના સામે આવી છે. નાવડી ઓવારા પાસે આવેલા ONGC બ્રિજ પર વિસર્જન જોવા આવેલી સગીરાઓની એક શખ્સે છેડતી કરી હોવાનો આક્ષેપ છે. શખ્સની વિકૃત હરકતની જાણ થતાં આસપાસના લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ શખ્સને ઝડપી લઈ માર માર્યો હતો. બાદમાં લોકોએ છેડતી કરનાર શખ્સને પોલીસને સોંપ્યો હતો. ઘટનાને પગલે પોલીસે શખ્સની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Sep 2026 01:45 PM (IST)

    વડોદરાઃ રખડતા શ્વાનનો વૃદ્ધા પર હુમલો, આંગળી કાપવાની ફરજ પડી

    વડોદરામાં રખડતા શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ગણેશજીના દર્શન કરવા જઈ રહેલી વૃદ્ધા પર મંગલ પાંડે બ્રિજ પાસે આવેલા આવાસ યોજનાના વિસ્તારમાં રખડતા શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને વૃદ્ધાના હાથની આંગળીમાં બચકું ભરતાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે આંગળી કાપવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ શ્વાને અગાઉ પણ વિસ્તારમાં અન્ય લોકો પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં રખડતા શ્વાનને લઈને ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

  • 26 Sep 2026 01:45 PM (IST)

    ₹206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો આક્ષેપ, ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે ગેરરીતિ

    અમદાવાદમાં રૂપિયા 206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે. ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે બોગસ ડોનેશન બતાવી કરદાતાઓને ખોટો ટેક્સ લાભ અપાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બોગસ રસીદો તૈયાર કરી ડોનેશનના નામે કરદાતાઓને ટેક્સમાં રાહત અપાવવામાં આવતી હતી. ચેક અને RTGS મારફતે મળેલી રકમ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી અને ત્યારબાદ રોકડ ઉપાડી 5થી 7 ટકા કમિશન કાપીને રકમ પરત આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. તપાસમાં આ પાર્ટીનો હેતુ ચૂંટણી લડવાનો નહીં પરંતુ બોગસ એન્ટ્રીઓના માધ્યમથી કમિશન મેળવવાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ત્રણ CA સહિત કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં CA કુલદીપદાન ટાપરિયા અને અશોક કુમાર શાહ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. CID ક્રાઈમ દ્વારા હવે સમગ્ર નાણાકીય વ્યવહારો અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 26 Sep 2026 01:30 PM (IST)

    સુરતઃ પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક, યુવકને ઢોર માર માર્યા

    સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા મારામારીની ઘટના સામે આવી છે. પાંડેસરાની તેરે નામ ચોકડી પાસે ચારથી પાંચ લોકોએ એક યુવકને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવતા પાંડેસરા પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસે મારામારી પાછળનું કારણ અને સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 26 Sep 2026 01:13 PM (IST)

    વડોદરાઃ ઓધવપુરા યુવક મંડળના આયોજકો સાથે હુમલાની ઘટના

    વડોદરાના ઓધવપુરા યુવક મંડળના આયોજકો સાથે હુમલાની ઘટના સામે આવી છે. મંડળના આક્ષેપ મુજબ, કેટલાક અસામાજિક તત્વોએ દાદાગીરી કરી આયોજકો સાથે ગાળાગાળી કર્યા બાદ તેમના પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે ગણેશ મંડળના આયોજકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મંડળના સભ્યોનું કહેવું છે કે આવા તત્વોના કારણે ગણેશ મંડળોની છબી ખરડાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મંડળના આયોજકોએ માંગ કરી છે.

  • 26 Sep 2026 11:54 AM (IST)

    અંબાજી ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણમાં, 40 લાખ માઈભક્તોએ કર્યા દર્શન

    અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મેળો હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. મેળા દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 40 લાખ જેટલા માઈભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના ચરણે શિશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. મેળાના અંતિમ તબક્કામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યા છે, જેને પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

  • 26 Sep 2026 11:30 AM (IST)

    બનાસકાંઠાઃ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ

    બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમનો સાત દિવસીય મેળો પૂર્ણ થયો છે. મેળાના અંતિમ દિવસે પણ મા અંબાના દર્શન માટે યાત્રિકોનો પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો. સાત દિવસ દરમિયાન અંદાજે 42 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ પદયાત્રા કરી અંબાજી પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. હવે મેળો પૂર્ણ થતાં આવતીકાલથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ દર્શન અને આરતી શરૂ થશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

  • 26 Sep 2026 11:20 AM (IST)

    સુરતઃ બીજા દિવસે પણ ગણપતિ વિસર્જનનો ધમધમાટ, 70 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન

    સુરત શહેરમાં ગણપતિ વિસર્જનનો દોર બીજા દિવસે પણ યથાવત્ રહ્યો છે. વિવિધ વિસર્જન સ્થળો પર ગણપતિની પ્રતિમાઓ લઈ આવતા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વિસર્જન પ્રક્રિયા ઝડપી બનાવવા હજીરા બોટ પર વધુ 12 ક્રેન મુકવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રતિમાઓના વિસર્જનને કારણે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં મોડી સાંજ સુધીનો સમય લાગી શકે છે. તંત્રના જણાવ્યા મુજબ, આજે સવાર સુધીમાં શહેરમાં 70 હજારથી વધુ ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. વિસર્જન સ્થળો પર વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • 26 Sep 2026 10:36 AM (IST)

    સુરેન્દ્રનગરઃ દશાડા-શંખેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત

    સુરેન્દ્રનગરના દશાડા-શંખેશ્વર હાઇવે પર ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. અકસ્માત બાદ ટ્રકનો કંડક્ટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ બાદમાં કરંટ લાગતાં તેનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની ઘટનાને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Sep 2026 10:35 AM (IST)

    સુરતઃ કતારગામમાં ચિંતામણી એપાર્ટમેન્ટની સીડી ધરાશાયી, 19 વર્ષીય યુવકનું મોત

    સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ચિંતામણી એપાર્ટમેન્ટમાં સીડીનો સ્લેબ અચાનક તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક રત્ન કલાકાર દંપતીનો એકનો એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાન જર્જરિત હોવા છતાં રહેવાસીઓને કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ બનાવી 28 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અશક્ત લોકોને ખાટલા મારફતે બહાર લાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે ફસાયેલા તમામ 28 લોકોનો સફળતાપૂર્વક બચાવ થયો હતો.

  • 26 Sep 2026 09:13 AM (IST)

    લુધિયાણામાં ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરથી બાઈક સવાર 15 ફૂટ હવામાં ફંગોળાયો

    લુધિયાણામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની જોરદાર ટક્કરથી બાઈક સવાર આશરે 15 ફૂટ હવામાં ફંગોળાઈને 30 ફૂટ દૂર જઈને પટકાયો હતો. ત્યારબાદ કાર બે ઈ-રિક્ષા અને એક એક્ટિવા સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે કાર કબજે લઈને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • 26 Sep 2026 09:12 AM (IST)

    રાજકોટમાં ઓનલાઇન ખાદ્યચીજોની ખરીદી કરતા સાવધાન

    રાજકોટમાં ઓનલાઇન એપ મારફતે ખાદ્યચીજોની ખરીદી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન ઓનલાઇન એપમાંથી ખરીદવામાં આવતી ખાદ્યચીજોમાંથી 596 કિલો વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે નોટિસ આપી 10 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. આ ઉપરાંત વિજય પ્લોટમાં આવેલી શ્રીનાથજી ટ્રેડર્સમાંથી મરચું પાવડર અને ધાણાજીરૂ પાવડરના નમૂના લેવામાં આવ્યા હતા, જે બંને નમૂના ફેઇલ થયા છે. તપાસમાં મસાલામાં પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે કુલ 48 પેઢીઓની તપાસ હાથ ધરી હતી, જેમાં 9 પેઢીઓને સ્ટોરેજ અને ગંદકી અંગે નોટિસ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 662 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

  • 26 Sep 2026 07:50 AM (IST)

    કોંગોમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોના મોત

    કોંગોમાં વિમાન દુર્ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં બે ઉચ્ચ લશ્કરી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન કિકવિટથી રાજધાની કિન્શાસા તરફ પરત ફરી રહ્યું હતું. જોકે હવામાં જ ટેકનિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ થઇને જમીન પર પટકાયું હતું. પ્લેન ક્રેશ થયું ત્યારે જોરદાર ધડાકો થયો હતો. ભીષણ આગ ફાટી નીકળી હતી.જેના કારણે પ્લેનમાં સવાર તમામ 14 લોકો મોતને ઘાટ ઉતર્યા છે.

  • 26 Sep 2026 07:24 AM (IST)

    રાજુલામાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના, દરિયામાં ડૂબી જતાં યુવકનું મોત

    અમરેલીના રાજુલા તાલુકામાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ છે. ચાંચબંદર ગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન ચાર યુવકો દરિયામાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને બચાવ ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી, જેમાં ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, એક યુવક દરિયામાં ડૂબી ગયો હતો. શોધખોળ બાદ યુવકનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

  • 26 Sep 2026 07:23 AM (IST)

    દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની સટાસટી, 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

    દેશના અનેક રાજ્યોમાં હાલ ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરાખંડના 5 જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. પિથોરાગઢ અને નૈનીતાલમાં વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો આવતીકાલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર પ્રદેશના 36 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અનેક વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બીજી તરફ બિહારમાં કોસી નદી ગાંડીતૂર બનતા સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે ઓડિશામાં ભારે વરસાદને પગલે લગભગ 10 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.

Published On - 7:22 am, Sat, 26 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.