આજે 5 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
રાજ્ય સરકારે 61 અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. રાજ્યના કેટલાક તાલુકા મામલતદારોની બદલી કરવા સાથે કેટલીક મહત્વની કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી છે.
કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટ, DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. જો કે DRI દ્રારા નામ જાહેર કરવામાં આવ્યા નથી. સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરી થઈ રહી હતી. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી. ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં જૂના TVમાં અચાનક જ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. TV ચાલુ હતુ અને અચાનક જ તેમાં ધડાકો થતા ઘરમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘરમાં પાણી છાંટીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.
ISIS કેસમાં NIAની ટીમે આકિબ નાચન નામના આરોપીની ધરપકડ કરી છે. આકિબ IED બોમ્બ બનાવવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે. NIAએ આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.
શનિવારે રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરનું ગુલમર્ગ જણાવવામાં આવ્યું છે.
સુરતમાં કામરેજના ધોરણ પારડી ગામ નજીક અકસ્માતમાં 3 યુવકના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત જ્યારે 2ના સારવાર દરમિયાન મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જે દરમ્યાન બાઈક પર સવાર 3 યુવકના મોત નીપજ્યા છે.
સુરતના વરાછામાં કરુણ બનાવ સામે આવ્યો. માતાએ વ્હાલસોયી 3 વર્ષની દીકરીને ગળેફાંસો આપ્યો. પોતાની પુત્રીની હત્યા કરીને માતાએ પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.ઘટના બાદ પોલીસે શિવાન્ત બિલ્ડીંગમાં તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરતમાં હીરા બુર્સના ઉદ્ઘાટનની તારીખ થઇ નક્કી થઈ છે. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર ખૂલ્લું મૂકાશે. દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે. સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ કરી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાનેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી બંને મહાનુભાવો એ કલેકટર્સ- ડીડીઓ સાથે સંવાદ કર્યો. આ દરમ્યાન પ્રાકૃતિક ખેતીને મિશન બનાવીશું તો ગુજરાતને સો એ સો ટકા ઝેરમુકત બનાવી શકીશું, દેશમાં મોટી ક્રાંતિ કરી શકીશું તેવું આચાર્ય દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સંવાદમાં જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓ તરીકેના સેવાકાળ દરમિયાન જનસેવા અને લોકહિતના સારા કામોની મળેલી તકમાં પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું. પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રહે તે માટે સહિયારો સંકલ્પ લેવા જણાવ્યુ હતું.
સુરતમાં SOGએ નશાયુક્ત દવાનું વેચાણ કરતા દુકાનદારને ઝડપી કાર્યવાહી કરી છે. કતારગામ વિસ્તારમાં મુરલીધર નામથી મેડિકલ ચલાવતો હતો. પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતો હતો. ફોરેક્ષ અને ગર્ભપાતની પ્રતિબંધિત 731 ટેબ્લેટ કબજે કરાઇ છે. 206 કોડેન સીરપ પણ કબજે કરાઇ છે. અલ્પેશ ગોહિલ નામના દુકાનદારની ધરપકડ પણ કરાઇ છે.
જૂનાગઢમાં વોકળા ઉપર થયેલ બાંધકામને લઈને વિવાદ સર્જાયો છે. જૂનાગઢના ભાજપના ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 10 વર્ષમાં આપેલા બિલ્ડીગોની મજૂરીને લઈને તપાસની માંગણી કરાઇ છે. DLR અને સીટી સર્વેની ઓફિસે ખોટા નકશા તૈયાર કર્યાનો આક્ષેપ છે. નિષ્ણાતો પાસે તપાસ કરાવવા ધારાસભ્ય સંજય કોરડીયાની માંગણી છે.
પંચમહાલના ગોધરામાં મૃતકની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૃત વ્યક્તિને જીવિત બતાવી વર્ષ 2019-20માં કરાયો વેચાણ દસ્તાવેજ
ઠગ ટોળકીએ પોતે મૂળ માલિક હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા. જમીનના મૂળ માલિકના મૃત્યુ અંગે કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં જમીનના મૂળ માલિક વર્ષ 1984માં જ મૃત્યુ પામ્યા હોવાનો ખુલાસો થયો છે. જમીનના સાચા માલિક શ્રીપતરાય મજમુદારનું વર્ષ 1984માં મરણ થયું. શ્રીપતરાયના સીધી લીટીના કોઈ વારસદાર જ નહીં હોવાનું સામે આવ્યું હતું. જોકે મૃત્યુના 35 વર્ષ બાદ જમીન હડપ કરવા કારસો રચાયો છે. ગોધરા પોલીસે 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા ફ્ત્કરવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં આતંકી જોડાયેલ હતા. સરદાર પટેલ હોસ્પિટલમાં તબીબ તરીકે આરોપી નોકરી કરતો હતો. બન્ને આરોપીઓનું ISIS સાથે કનેક્શન પણ હતું. વર્ષ 2014માં અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા અને આતંકી નેટવર્ક મજબૂત બનાવાની ગતિવિધિમાં સક્રિય આતંકીઓને સજા આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાઈ કાંઠે 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા છે. વરસાદી કોઈ સિસ્ટમ હાલમાં સક્રિય નહિ હોવાની પણ વાત સામે આવી છે. હાલ સુધીમાં સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
Islamabad : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran khan) ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાંચ વર્ષ સુધી હવે તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે શનિવારે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન પર લાગેલા આરોપોને સાચા ગણાવ્યા.
રાજસ્થાન, દિલ્હી સહિતના ત્રણ બાળકો સાથે મહિલા અને પુરુષ ઝડપાયા
બાળકોને ઉઠાવી ભીખ મંગાવાની કામગીરી કરાવતા હતા
દાહોદ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી
પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકના મોત થયાની ઘટના સામે આવી છે. સુભાષનગરમાં કેરબામાંથી 7થી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પી લેતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શરદી ઉધરસની સારવાર માટે 10 માસની બાળકીને પેટ પર આપ્યા ડામ
10 માસની બાળકીને પેટે ડામ દીધેલા હાલત ગંભીર થતા સારવાર માટે રાજકોટ બાળકોની હોસ્પિટલ ખસેડવામાં આવી
કોમલ સુરેલા નામની બાળકી શરદી ઉધરસ થતા હોસ્પિટલ લઈ જવાને બદલે મંદિરે લઈ જવામાં આવી
સુરેન્દ્રનગરના વડગામ ખાતેના મંદિરે 10 માસની બાળકીને અપાયા ડામ
ગરમ સોઈ કરી પેટના ભાગે આપ્યા ડામ
સોઈના ડામથી બાળકી સ્વસ્થ ન થતા ગંભીર હાલતમાં રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વર્ષ 2022માં 13 કરોડથી વધુ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિય ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.
વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં ASIના સર્વેનો આજે બીજો દિવસ છે. ASIની ટીમ જ્ઞાનવાપી પહોંચી છે. આજે મુસ્લિમ પક્ષ સર્વેમાં સામેલ થશે. ASIની 40 સભ્યોની ટીમ બે પાળીમાં સર્વે કરશે.
મણિપુરના બિષ્ણુપુરમાં મોડી રાત્રે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે સામાન્ય વરસાદની વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આ તરફ છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તરફ ગાંધીનગર અને અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. તો ભારે પવન અને વરસાદને કારણે આગામી 4 દિવસ ફિશરમેન દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં સહપાળમાં ટ્રેક્ટર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 21 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલા આ ત્રણેય જવાનો આતંકીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ત્રણેયના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
Published On - 6:41 am, Sat, 5 August 23