આજે 29 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
જેતપુરમાં PGVCLમાં ફરજ બજાવતા ડાયા ભાઈ મકવાણા ઉ.58 નામના કર્મચારીને એટેક આવતા મોત નીપજ્યું છે. ધોરાજી રોડ ઉપર જલારામ નગર – 3 માં પોતાના ઘરે જ એટેક આવ્યો છે. કર્મચારીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા. મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશી પર્યટકોને લદ્દાખના હેનલે ગામમાં રાત્રી રોકાણ કરવાની મંજૂરી આપી છે. હેનલે લદ્દાખના ચાંગથાંગ ઉચ્ચપ્રદેશમાં ખૂબ ઊંચાઈએ આવેલું ગામ છે. હેનલે ગામ ભારતનું પ્રથમ “ડાર્ક સ્કાય રિઝર્વ” તરીકે જાણીતું છે અને તેના એકાંત, ઉચ્ચ ઊંચાઈ અને ન્યૂનતમ પ્રકાશ પ્રદૂષણને કારણે ઉત્તમ સ્ટાર ગેઝિંગ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે.
દિલ્હીના આઝાદપુર મંડીમાં શુક્રવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ 11 વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે
વડોદરામાં ક્રેનના બકેટનો વાયર તૂટતા બકેટ પડ્યું હોવાની ઘટના બની છે. ફોર્ચ્યુન ઇમ્પિરિયા ટુ ખાતે આ દુર્ઘટના સર્જાઈ છે. નિર્માણાધિન બિલ્ડીંગમાં કાર્યરત બકેટ તૂટતા દુર્ઘટના સર્જાઈ છે. એક શ્રમજીવીનું મોત થયું છે. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટિમ ઘટના સ્થળે
સરદારભાઈ દુડવા નામના 32 વર્ષીય શ્રમજીવીનું મોત થયું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા વડાપ્રધાનએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઈફલાઈન બની છે. શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરો પ્રવાસ કર્યો
નર્મદા પૂર તારાજી મુદ્દે સરકાર જાહેર કર્યું પુનર્વસન પેકેજ જાહેર કરાયું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરાઇ છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને પેકેજનો લાભ મળશે. વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. લારીધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય કરાશે. 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય આપશે. 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય અપાશે. નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે. લોનમાં વધુમાં વધુ 5 લાખ સુધીની સહાય કરાશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે મહિલા આરક્ષણ બિલ એટલે કે નારી શક્તિ વંદન એક્ટને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીથી હવે તે કાયદો બની ગયો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા વિશેષ સત્ર દરમિયાન મોદી સરકાર દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ખરડા પર ચર્ચા કર્યા બાદ તેને બંને ગૃહોની મંજૂરી મળી હતી, ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ હતું. બિલમાં મહિલાઓને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે.
સુરતમાં આખરે ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર ઝડપાયો છે. રાંદેરમાં સોડા પીવા આવતા SOGની ટીમે ફિલ્મી ઢબે ડ્રગ્સ માફિયાને ઝડપી પાડયો છે. કોન્સ્ટેબલે હિંમત બતાવી આરોપીને એકલા હાથે ઝડપી પાડ્યો હતો. ધરપકડ વખતે ડ્રગ્સ માફિયા અને પોલીસ વચ્ચે જીવ સટોસટીનો ખેલ ખેલાયો હતો, પરંતુ પોલીસે આરોપીને ધક્કો મારી દુકાનમાંથી ઢસડીને ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયાનો મુંબઈથી સુરત ડ્રગ્સ લાવી નેટવર્ક મજબૂત કરવાનો પ્લાન હતો. પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. ઘટનાની વાત કરીએ તો, 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં તેને લાજપોર જેલમાં ધકેલાયો હતો.
ખેડૂતોના આંદોલનને કારણે અસરગ્રસ્ત રેલ્વે સેવાઓ પર ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ કહ્યું છે કે ગઈકાલે સવારથી પંજાબમાં કેટલાક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. તેઓએ 72 કલાક માટે હડતાળની સૂચના આપી છે. ગઈકાલથી તેઓ ફિરોઝપુર ડિવિઝનમાં 14 અને અંબાલા ડિવિઝનમાં 4 જગ્યાએ બેઠા છે, જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ 3 દિવસની હડતાળને કારણે લગભગ 90 મેલ એક્સપ્રેસ ટ્રેનો અને 150 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
દારુના નશામાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં એક કાર ચાલકે દારુના નશામાં દારુ પીને અકસ્માત સર્જ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. કાર ચાલકે એક મોપેડને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. અકસ્માત બાદ કારમાંથી એક બોટલમાં શંકાસ્પદ દારુ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. કારમાં જ દારુ જેવા પ્રવાહી ભરેલ એક બોટલ મળી આવી હતી.
ચોમાસુ આવતા જ વરસાદ સહેજ પડ્યો નથી કે રસ્તાઓ પર ખાડાઓનુ રાજ શરુ થઈ જતુ હોય છે. રસ્તાઓ કોણ જાણે કેવા મટીરીયલ અને કેવા સુપરવિઝન હેઠળ તૈયાર કરવામાં આવે છે કે, રસ્તાઓ સાવ તકલાદી બનીને તૂટી જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવી જ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા. જેમાં સૌથી વધારે રસ્તાઓની હાલત ખરાબ હોય તો તે શહેરના મધ્ય ભાગમાં આવેલા વિસ્તારોની. પરંતુ તેની સાથે પૂર્વમાં આવેલા વિશાલા થી લઈને નરોડા જતા રસ્તા ની હાલત પણ ખરાબ બની છે. જે ખરાબ રસ્તા ના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
ઈસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું છે કે અમે ભાજપ નેતા મેનકા ગાંધી વિરુદ્ધ ઈસ્કોન મંદિર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ માનહાનિનો કેસ દાખલ કરીશું. અમે આજે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરીશું.
બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે પથ્થરમારો કરવાનો અને આગચંપી કરવાનો બનાવ બન્યો છે. કુઇદા ગામથી સેલંબા સુધી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયુ હતુ. નર્મદા જિલ્લા DYSP, LCB અને SOGની ટિમો પણ સેલંબા ખાતે પહોંચી ગઈ છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે. બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની હતી. નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 2 ઓક્ટોબરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે. પીએમ 2જી ઓક્ટોબરે સૌથી પહેલા રાજસ્થાનની મુલાકાત લેશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ જશે. પીએમ 3 ઓક્ટોબરે છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાત લેશે. આ તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી નહીં હોવાની આ પહેલા પણ હાઈકોર્ટે કરી હતી ટકોર. અરજદાર દ્વારા સાંસદો અને ધારાસભ્યોના કેસ ઝડપથી ચલાવવા સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવાની બાબત હાઇકોર્ટના ધ્યાને મુકાઈ હતી. જે અંગે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, એ નિર્દેશોને ધ્યાનમાં લઈને જ કેસમાં ટૂંકી મુદતની તારીખ અપાઈ રહી છે. ટ્રાયલ કોર્ટે ઈસ્યું કરેલા સમન્સને રદ કરવા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની છે માંગણી. જો કે હવે આગામી 6 ઓક્ટોબરે હાથ ધરાશે વધુ સુનાવણી.
દાહોદના ગમલા તેમજ આજુબાજુના ગામમાં આવેલા વાવઝોડાથી મકાનોને નુકસાન થયું હતું. તો માર્ગ પર વૃક્ષ તુટી પડવાને કારણે વાહનવ્યવહાર અટવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે ખેતી ક્ષેત્રે પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભારતીય શૂટર્સ મેડલ વરસાવવામાં વ્યસ્ત છે. મહિલાઓ બાદ મેન્સ ટીમે પણ મેડલ જીત્યો છે. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, સ્વપ્નિલ કુસાલે અને અખિલ શિયોરાનની ટીમે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે મેડલ જીત્યો છે.
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જાહેરમાં ફાયરિંગ કરી ને ભયનો માહોલ ઉભો કરનારા શખ્સ પિન્ટુને આખરે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ફાયરિંગ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. ભાવનગર શહેરમાં ગતરોજની મોડીરાત્રે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.
મણિપુરમાં બે વિદ્યાર્થીઓની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ ગત મોડી સાંજે મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા દળોએ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે માહિતી આપી છે કે સીએમ બિરેન સિંહ એ પૈતૃક મકાનમાં રહેતા નથી.
વિવેક રામાસ્વામીએ, યુ.એસ.માં ઇમિગ્રન્ટ્સ ( અપ્રવાસીઓ) માટેના “જન્મ અધિકાર નાગરિકતા” સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું.
Vivek Ramaswamy vows to end “birthright citizenship” for immigrants in US
Read @ANI Story | https://t.co/glGd8dFDXf #VivekRamaswamy #US pic.twitter.com/3m3D2XzNFA
— ANI Digital (@ani_digital) September 28, 2023
Published On - 6:21 am, Fri, 29 September 23