છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ગામોમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના સાદગીભર્યા પ્રવાસથી ગ્રામજનો ખુશખુશાલ થયા હતા. રાયસિંગપુરા ગામે રાત્રિ રોકાણ બાદ તેમણે આદિવાસી પરિવાર સાથે ચા, મકાઈના ભજિયા અને અડદના ઠેબરાનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ ખેડૂત સાથે ખેતરમાં ફરી ખેતી અંગે ચર્ચા કરી હતી. હાફેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ આદિવાસી પરિવારના ઘરે ભોજન લીધું અને તેમની રોજિંદી જીવનશૈલી જાણી હતી. હાફેશ્વરમાં યુવાનો સાથે ઈકો ટુરિઝમ અંગે સંવાદ કર્યો હતો. આદિવાસી યુવાનો સાથે પરંપરાગત નૃત્યમાં જોડાયા હતા. રાત્રે ભજન-કીર્તનમાં પણ ભક્તિભાવથી ભાગ લીધો હતો. નાયબ મુખ્યપ્રધાન પોતાના ગામે આવતાં ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
ડે. CM હર્ષ સંઘવીએ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના પ્રવાસને જીવનના યાદગાર દિવસ ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મુલાકાત કરીને ઘણું શીખવા મળ્યું. આદિવાસી વિસ્તારના વિકાસ માટે શું કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
પ્રવાસના અંતિમ દિવસે હર્ષ સંઘવીએ કવાંટના ભેખડિયા ગામે હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત આવાસ યોજના હેઠળ બનેલા ઘરોની મુલાકાત લઈ આદિવાસી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. એક ખેડૂતે તેમને શક્કરટેટીના કદનું લીંબુ ભેટ આપ્યું હતું. ખેડૂતોએ લીંબુ અને મોસંબીના મિશ્રણ સમાન ખેતી વિશે પણ જાણકારી આપી હતી. પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને પ્રગતિશીલ મહિલાઓ સાથે મન કી બાત સાંભળશે. એકલવ્ય કોલેજમાં યુવાસભા દ્વારા યુવાનો સાથે સંવાદ પણ કરશે.
આજે 29 નવેમ્બર રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 10:51 am, Sun, 29 November 26