આજે 29 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Ahmedabad: લોકોને સુવિધા મળે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પ્રયાસો કરે છે. જે પ્રયાસના ભાગરૂપે નરોડા અને આસપાસના લોકોને મણીનગર કાંકરિયા સુધી લાંબા ના થવું પડે તે માટે નરોડામાં જ મીની કાંકરિયા વિકસાવવામાં આવ્યું. પરંતુ કોરોના પહેલાથી આ મીની કાંકરિયા બંધ જેવી હાલતમાં જ છે. અને હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે તે મીની કાંકરિયા જંગલ બની ગયું છે. જેને ફરી શરૂ કરવા માટે લોકોમાં માંગ ઉઠી છે.
iPhone 15 સિરીઝની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. Appleએ સત્તાવાર રીતે નવા ઉત્પાદનો માટે ઇવેન્ટની તારીખની જાહેરાત કરી છે. અમેરિકન ટેક કંપની 12 સપ્ટેમ્બરે Apple ઇવેન્ટ શરૂ કરશે. આમાં iPhone 15 સિરીઝ સિવાય Apple Watch Series 9 અને Apple Watch Ultra 2 પણ બહાર પાડશે. આગામી ઇવેન્ટની ટેગલાઇન વન્ડરલસ્ટ છે. એવું માનવામાં આવે છે કે iPhone 15 Pro મોડલ ટાઇટેનિયમ ફ્રેમ સાથે આવી શકે છે.
અમદાવાદ શહેરમાં હવે ભુવા પડવા કે ગટર બેક મારવી તેવી ઘટનાઓ ઓછી થઈ જશે. કારણ કે કોર્પોરેશન દ્વારા શહેરમાં જે જગ્યા ઉપર ભુવા પડી રહ્યા છે ત્યાં જૂની લાઈન બદલવા સાથે જ ગટરના પાણી બેક ન મારે તે માટે પણ લાઈનો નાખવાની કામગીરી માટેનું આયોજન કર્યું છે.અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભુવા પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે.
શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય. કોઈપણ સીઝનમાં ભુવા પડવાની ઘટનાને રોકી શકાઈ નથી. જેના કારણે અમદાવાદ શહેરની સ્માર્ટ શહેરની છાપ બદલાઈ ગઈ. અને સ્માર્ટ શહેર ભુવા શહેર બની ગયું. ત્યારે કોર્પોરેશન દ્વારા આ છાપ સુધારવા અને ભુવા પડવાની સમસ્યા ઘટાડવા માટે એક વિશેષ આયોજન કર્યું છે.
Ahmedabad: ગુજરાતની લાઈફલાઈન 108 ઈમરજન્સી સેવાને ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી.108 યોજનાનું લોકાર્પણ હાલના વડાપ્રધા અને ત્યારના તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યુ હતું. ત્યારે 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ કરાયેલ 108 ઇમરજન્સી સેવામાં હાલ 800 ઉપર એમ્બ્યુલન્સ કાર્યરત છે. બે બોટ એમ્બ્યુલન્સ એક એર એમ્બ્યુલન્સ સાથે 4 હજાર જેટલો સ્ટાફ 24 કલાક કામ કરે છે.
ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં મંગળવારે સરકારી શાળાની 12મા ધોરણની એક વિદ્યાર્થીનીએ કથિત રીતે શાળાની બિલ્ડીંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને ઘટનાની માહિતી સુશ્રુત ટ્રોમા સેન્ટરમાંથી મળી, જ્યાં વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યો હતો. 11.55 કલાકે SBBM સર્વોદય વિદ્યાલયના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે.
ચંદ્રયાન 3ની સફળતાને કારણે આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની આ સફળતાને પાકિસ્તાન અને ચીન જેવા કટ્ટર વિરોધી દેશો સહન કરી શક્યા નથી. ચીન ફરી અવરચંડાઈ પર ઉતરી આવ્યો છે. હાલમાં ચીને ફરી ભારતના નકશા સાથે છેડછાડ કરી છે. તેમણે ભારતની જમીનને પોતાનો બતાવતો આધિકારિક નક્શા જાહેર કર્યો છે.
ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના એવરોસ અને એલેક્ઝે પ્રદેશોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા ગયા હતા. આગ ઓલવવા માટે વિમાનો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. આગના કારણે તાપમાનમાં પણ વધારો થયો છે.
PSLV-C57/️Aditya-L1 Mission:
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
️September 2,2023, at
11:50 Hrs. IST from Sriharikota. https://t.co/4iYABctgie#AdityaL1 #ISRO pic.twitter.com/69NpAkIFWz— ISRO InSight (@ISROSight) August 29, 2023
2 સપ્ટેમ્બર, 2023ના રોજ ઈસરો સૂર્યના પરીક્ષણ માટે આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આદિત્ય L1 , PSLV-C57 રોકેટની મદદથી પૃથ્વીની ભ્રમણ કક્ષા સુધી પહોંચશે. તેને સૂર્યની નજીક પહોંચતા 125 થી 128 દિવસ લાગશે.
શામળાજી ચેકપોસ્ટ પાસેથી પોલીસે એક બાદ એક હવે નશીલા પદાર્થોની હેરફેર અટકાવવામાં સફળતા મળી રહી છે. લાખો રુપિયાનો દારુ ઝડપાયા બાદ શામળાજી ચેકપોસ્ટ પરથી હવે માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં રહી ગાંજાની હેરફેર કરતા શખ્શને ઝડપી લેવામાં આવ્યો છે. અરવલ્લી પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
રાજ્યમાં GPCBના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ભરુચ, આણંદ અને હિંમતનગરના પ્રાદેશિક કચેરીના અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 9 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સિનિયર પર્યાવરણ વૈજ્ઞાનિક સહિત વૈજ્ઞાનિક ઈજનેરની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રદુષણને લઈ ફરિયાદીઓ સતત વ્યાપી રહી છે.
આ દરમિયાન જ મોટા પાયે સિનયર અધિકારીઓ સહિતની બદલીઓ કરવામા આવી છે. મધ્યસ્થ પ્રયોગ શાળાના વડાને એક કરતા વધારે ચાર્જ સોંપવામાં આવ્યા છે. તેઓ હવે સુરત યુનિટ હેડ તરીકે વધારાની જવાબદારી નિભાવશે. આવી જ રીતે પર્યાવરણ ઈજનેર એમઆર મકવાણાને પણ એક કરતા વધારે જવાબદારી સોંપવામાં આવી છે. આમ અનેક અધિકારીઓને રાજ્યમાં ફરીથી એક કરતા વધારે ચાર્જ એક સાથે સંભાળવાની જવાબદારી નિભાવવી પડશે.
ચંદ્ર પર સફળતા પૂર્વકલેન્ડ થયેલા ચંદ્રયાન 3ને ફરી એકવાર મોટી સફળતા મળી છે. રોવર પ્રજ્ઞાન પર સવાર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધનએ દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફર (S) ની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. Al, Ca, Fe, Cr, Ti, Mn, Si સહિત ઓક્સિજનની હાજરી પણ અપેક્ષિત છે. જ્યારે હાઈડ્રોજન (H) ની શોધ ચાલુ છે.
શ્રીનગરની એક સ્થાનિક અદાલતે મંગળવારે ગુજરાતના મહાઠગ કિરણ પટેલને જામીન આપ્યા હતા. કિરણ પટેલની આ વર્ષે માર્ચમાં વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ટોચના અધિકારી તરીકે દેખાવ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કિરણ પટેલના વકીલ અનિલ રૈનાએ પીટીઆઈને જણાવ્યું કે, શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે કિરણ પટેલને જામીન આપ્યા છે, કિરણ પટેલ શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેમણે કહ્યું કે કોર્ટે પટેલને રૂ. એક લાખના અંગત બોન્ડ અને સમાન રકમની બે જામીન આપવા પર રાહત આપી છે.
વડોદરા પોલીસે, વિધર્મી કપલ અંગેની માહિતી આયોજનપૂર્વક રાજ્યમાં ફેલાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, વિધર્મી કપલ અંગેની માહિતી આયોજનપૂર્વક રાજ્યવ્યાપી નેટવર્કમાં ફેલાવવામાં આવે છે. ફૂડ ડિલિવરી બોય અને ખાણી પીણીના લારી વાળાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવતી હતી. યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગ્રૂપમાં મેસેજ નાખવામાં આવતો હતો. બાઇક અથવા કારના નંબરના આધારે મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓળખ કરવામાં આવતી હતી. વડોદરા પોલીસને એક મોબાઈલમાંથી ડીલીટ કરી દેવાયેલ આર્મી ઓફ મહેંદી ગ્રૂપની આખી ચેટ મળી આવી છે.
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં વરસાદ ખેંચાતા, રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં ડાંગર, કપાસ અને મગફળી પકવતા જિલ્લામા બે કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી.
રાજકોટની સહકારી ડેરીએ પશુપાલકો માટે મોટો નિર્ણય લેતા, દૂધના ખરીદભાવમાં રૂપિયા 10નો વધારો કર્યો છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી દૂધમંડળીને કિલો ફેટના 820 ચૂકવશે. વરસાદની ખેંચ અને પશુ આહારના ભાવવધારાને લઈ નિર્ણય કરાયો છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી જિલ્લાના 50 હજાર પશુપાલકોને ફાયદો થશે.
સુરતમાં BRTS રુટ પર અકસ્માત સર્જનારા કાર ચાલકની સામે દાખલા રુપ કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારા કાર ચાલકને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. સુરતના કાપોદરા વિસ્તારમાં કાર ચાલકે બેફામ કાર હંકારીને 5 લોકોને અડફેટે લીધા હતા. પોલીસે આરોપીની સામે પાસાની કાર્યવાહી કરીને સમાજમાં એક દાખલો બેસાડવા રુપ કામગીરી કરી છે. અકસ્માત કરનાર સામે પાસા લગાવ્યાની કાર્યવાહી પ્રથમવાર ગુજરાતમાં કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના જલગાંવના છત્રપતિ શિવાજી નગર વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ અકસ્માતમાં એક મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજુ વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે કે કેમ તે શોધવાના પ્રયાસો ચાલુ છે.
સૂત્રોના આધારે
સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં માલસામાન ચઢાવતી વખતે જ લિફ્ટ તૂટી જતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. તો એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે.
Vadodara : વડોદરામાં ફરી એક વખત શહેરની શાંતિ ડહોળવાના અને કોમી વૈમનસ્ય ફેલાવવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસે ઉપદ્રવ અને કોમી રમખાણો (Riots) ફેલાવવાનું ષડયંત્ર (Conspiracy) રચનારા ત્રણ યુવકોની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર, વિધર્મી યુવતી અને હિંદુ યુવકો બેઠા હતા ત્યારે આરોપીઓ ત્યાં જઇ ચડ્યા હતા. આરોપીઓએ યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ ફેલાય તેવો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયોમાં કેટલાક યુવકો વાંધાજનક શબ્દો બોલતા હતા. એટલું જ નહિં યુવક-યુવતીનો વીડિયો બનાવ્યા બાદ તેમના પરિવારજનોને બ્લેકમેઇલ પણ કર્યા હતા. ફતેહપુરા, પાણીગેટ અને રાજમહલ રોડના ત્રણ યુવકોએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.
Surat : સુરતમાં ડાયમંડ કિંગ અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ અનોખું બીડું ઉપાડ્યું છે. દેશની રક્ષા કાજે પોતાના જીવ આપી દેનારા દેશના વીર જવાનોના ઘર પર સોલર સિસ્ટમ ઈન્સ્ટૉલ કરવામાં આવશે. આમ કરવાથી વીજ બીલ પણ ઘટશે અને પર્યાવરણને નુકશાન થતું પણ અટકશે
જ્ઞાનવાપી કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે. કેમ્પસમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની જાળવણી અંગે સુનાવણી થશે. અત્યારે ચૈત્ર નવરાત્રિમાં માત્ર એક જ વાર પૂજા કરવાની છૂટ છે.
Bharuch :ફેસ્ટિવલ સીઝન(Festival season)ની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ(Mega Combing) હાથ ધર્યું હતું. ભરૂચ,અંકલેશ્વર,દહેજ,જંબુસર,ઝઘડીયા,પાનોલી સહીત GIDC વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.
ઈન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે લગભગ 4 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ગિલી એર ટાપુથી લગભગ 181 કિમી ઉત્તર-પૂર્વમાં અને 513.5 કિમીની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઈન્ડોનેશિયાની જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા અનુસાર સુનામીનો કોઈ ખતરો નથી પરંતુ સંભવિત આફ્ટરશોક્સની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ અકસ્માત મુંબઈ-પુણે હાઈવે પર થયો હતો. અહીં કન્ટેનર ટેમ્પો સાથે અથડાયું હતું. અથડામણમાં ટેમ્પોનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. ટેમ્પો ચાલક ટેમ્પોમાં જ ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે કટર અને અન્ય સામગ્રી સાથે રેસ્ક્યુ ટીમ બોલાવવી પડી હતી. કલાકોની જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આજે મંગળવારે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહે તેવી સંભાવના છે. તો આજે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ કચ્છમાં નહિવત વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે વાતાવરણમાં ભેજ ઘટવાના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે.
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સાણોંદા ગામમાં આવેલી એમ.જે.હાઈસ્કુલ વિવાદમાં આવી છે. કેળવણી મંડળ સંચાલિત હાઈસ્કુલના ટ્રસ્ટી અને ગ્રામજનોનો આક્ષેપ છે કે તાજેતરમાં જ કરવામાં આવેલી આચાર્યની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે. ટ્રસ્ટીના આક્ષેપ પ્રમાણે યાદીમાં છેક નવમા ક્રમાંકવાળી વ્યક્તિને આચાર્ય તરીકે પસંદ કરીને ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિના વિરોધમાં ટ્રસ્ટી અને ગ્રામજનોએ મળીને શાળાને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો છે.
Published On - 6:32 am, Tue, 29 August 23