
આજે 27 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહેરના નામ બદલ્યા છે. રાજ્સથાન સરકારે માઉન્ટ આબુનુ નામ બદલીને આબુરાજ કર્યુ છે.
ખેડાના નડિયાદના રિયા પાર્ટી પ્લોટમાં લાગી આગ. નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલ રિયા પાર્ટી પ્લોટમા આગ લાગવાની ઘટના ઘટી. પાર્ટી પ્લોટના હોલમાં પડી રહેલા જથ્થાબંધ પુઠા સળગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર બ્રિગેડના વાહનો સાથે પહોંચી આવી આગ બુઝવવાની કામગીરી શરૂ કરી હતી. પાર્ટી પ્લોટના હોલની દિવાલો કાચની હોવાના કારણે આગ પકડી હોવાનો પ્રાથમિક અનુમાન.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાની લશ્કરી મથકો પર હવાઈ હુમલા કર્યા હતા. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કાબુલ, કંદહાર અને પક્તિયામાં કથિત હવાઈ હુમલાના વળતા જવાબમાં કરવામાં આવી હતી. અફઘાન વાયુસેનાએ દાવો કર્યો હતો કે, તેમણે ઇસ્લામાબાદ, નૌશેરા, જમરુદ અને એબોટાબાદમાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા.
ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના રામપરા ગામે ખેડૂતોએ ખાનગી સિમેન્ટ કંપનીમાં કામ કરતા ટ્રકોના પૈડા થોભાવ્યા. ગામના ખેડૂતોનો આરોપ છે કે વહેલી સવારે 5 કલાકે ટ્રક ચાલકે ખેડૂતોની વીજ લાઇન પોલ સાથે ટ્રક અથડાવતા વીજ પોલ જમીન દોસ્ત થયો હતો. જેના કારણે, વહેલી સવારથી ખેડૂતોની વીજળી ગુલ થતા ખેડૂતોએ રો મટીરિયલ લઈ જતા ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. આશરે દોઢસોથી પણ વધુ ટ્રકની અવજર જવર ઠપ્પ કરી દેવાઈ છે.
ગુજરાત વિધાનસભામાં વલસાડ અને તાપી જિલ્લામાં બેરોજગારી અંગેના આંકડા સામે આવ્યા છે. ધારાસભ્ય અનંત પટેલ ના સવાલના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં કુલ 4100 બેરોજગાર નોંધાયેલા છે, જેમાંથી 4012 શિક્ષિત અને 88 અર્ધશિક્ષિત છે. જ્યારે Tapi જિલ્લામાં કુલ 3367 બેરોજગાર નોંધાયા છે, જેમાં 3287 શિક્ષિત અને 80 અર્ધશિક્ષિત બેરોજગારોનો સમાવેશ થાય છે. સરકારે વધુમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં 27,884 શિક્ષિત યુવકોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે તાપી જિલ્લામાં 4,075 શિક્ષિત લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી દૈનિક રૂ.300ની આર્થિક સહાય આપવામાં આવે છે. જીવન નિર્વાહમાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ સહાય યોજના અમલમાં રાખવામાં આવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલના લેખિત જવાબમાં મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં કુલ 206 માછીમાર કુટુંબોને આ સહાય ચૂકવવામાં આવી છે. તેમાં વર્ષ 2024 દરમિયાન 105 કુટુંબોને અને વર્ષ 2025 દરમિયાન 101 કુટુંબોને સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે. સરકારનું કહેવું છે કે સરહદ પાર પકડાયેલા માછીમારો પરત ફર્યા સુધી તેમના પરિવારોને આર્થિક આધાર મળે તે માટે આ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સિંહોની વસ્તી અને તેમના સંરક્ષણ અંગેના મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય Shailesh Parmar દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ માહિતી આપી કે રાજ્યમાં હાલમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળ નોંધાયેલા છે. વર્ષ 2024 દરમિયાન કુલ 165 સિંહોના મૃત્યુ નોંધાયા હતા, જેમાંથી 126 કુદરતી અને 39 અકુદરતી હતા. વર્ષ 2025માં મૃત્યુઆંક ઘટીને 148 રહ્યો, જેમાં 126 કુદરતી અને 22 અકુદરતી મૃત્યુ સામેલ હતા. ચાલુ વર્ષમાં 31 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 9 સિંહોના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 6 કુદરતી અને 3 અકુદરતી હોવાનું મંત્રીએ જણાવ્યું. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી મુદ્દે સંબોધન દરમિયાન ગુજરાતના રાજ્યપાલ Acharya Devvratએ ભૂગર્ભ જળ પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં રાત્રિ સભા દરમિયાન થયેલા અનુભવ બાદ તેઓ કલેક્ટર સાથે મળ્યા હતા, જ્યાં કલેક્ટરે ચિંતાજનક માહિતી આપી. ખેડાના એક ગામના લોકોએ ‘નલ સે જલ’ યોજના હેઠળ ઓવરહેડ ટાંકીની માંગ કરી હતી, જેના અનુસંધાને આસપાસના લગભગ 25 ગામોમાં ભૂગર્ભ પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા. પરીક્ષણમાં પાણીમાં નાઈટ્રોજનની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું, જે પીવાના લાયક નહોતું. રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાતમાં ભૂગર્ભ પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જતું હોવાથી પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
વડોદરા: બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન પર અડપલાનો આરોપ છે. વિદ્યાર્થિનીઓના હાથ પકડી પોતાના શરીર પર ઘસાવ્યાનો આરોપ છે. બીજા વર્ષની વિદ્યાર્થીઓના વાઈવા દરમિયાન બેહુદુ વર્તન કર્યાનો આક્ષેપ છે. વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર ડૉ. અમોલ ભાવે સામે ફરિયાદ કરી. સમગ્ર મામલે તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપવામાં આવી છે. આક્ષેપિત પ્રોફેસર અમોલ ભાવેને વાઈસ ડીન પદેથી હટાવી દેવાયા છે. બીજી તરફ પ્રૉફેસર અમોલ ભાવેએ તમામ આરોપ નકારી કાઢ્યા છે.
પશ્ચિમ બંગાળના કોલકત્તામાં આજે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, કોલકાતામાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.
અરવલ્લી: સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો. મોડાસામાં તાલુકા સંઘ પાસે ડિરેક્ટરના ટેકેદાર પર જીવલેણ હુમલો થયો. ચોવીસ કલાકમાં હુમલાની ત્રણથી ચાર જેટલી ઘટનાથી ચકચાર મચી છે. ડિરેક્ટરોની બબાલના લીધે હુમલો થયો હોવાની પ્રાથમિક વિગત છે. ડિરેક્ટરો પર હુમલાની ઘટના બાદ ટેકેદાર પર હુમલો થતાં ખળભળાટ મચી છે. ઈજાગ્રસ્ત ટેકેદારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
મહીસાગરઃ બાલાસિનોરની પી.એમ શ્રી શાળામાં અંધશ્રદ્ધાનો ખેલ જોવા મળી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓના ધૂણવાનો વીડિયો વાયરલ થયો છે. વાર્ષિક ઉત્સવ માટે વિદ્યાર્થીઓ ભુવા બન્યા. વિદ્યાર્થીઓ ધૂણી ભુવા બનવાની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા. શાળા સામે વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ દોરવાનો આરોપ છે.
સુરતઃ પીપલોદ વિસ્તારમાં અકસ્માતના CCTV વાયરલ થયો છે. ડિવાઈડરમાં કાર અથડાઈ હતી અને ત્યાર બાદ કાર પલટી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર યુવક અને મહિલાને ઈજા થઇ. કાર પુરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ઘટના બની.
ગુજરાત: પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની મહત્વતાને લઈને રાજ્યના મુખ્યમંત્રી Bhupendrabhai Patelએ લોકને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે કુદરત સાથે જોડાઈ જીવન જીવવું જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપ્યા વિના આગળ વધવું શક્ય નથી. CM ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી Narendra Modiના સ્વાસ્થ્ય અને પર્યાવરણના મંત્ર પર ભાર મૂક્યો અને કહ્યું કે પાણીનો યોગ્ય ઉપયોગ અને બચત અતિ મહત્વપૂર્ણ છે. PM મોદીએ “Catch the Rain” અભિયાન હેઠળ પાણી બચાવવાની પહેલ કરી છે. મુખ્યમંત્રી એ ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન કવર વધારવા માટે પણ લોકો અને સંસ્થાઓને જાગૃત થવા કહ્યું છે.
જૂનાગઢઃ ગાંધીગ્રામમાં આવેલી પોસ્ટ ઓફિસને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. કચેરીમાં બોંબ મુકાયો હોવાનો ઈમેલ મળ્યો છે. ઈમેલ બાદ પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે.
સુરત પાસપોર્ટ ઓફિસને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી. પીપલોદ ગામમાં આવેલી ઓફિસમાં ઇમેઇલ દ્વારા ધમકી ભર્યો મેસેજ મળ્યો. ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ આવ્યો. ઘટનાને લઇ બૉમ્બ સ્કોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સવારે 5 વાગ્યે ધમકી ભર્યો મેલ આવ્યો હતો.
સાબરકાંઠા: વડાલીમાં એક ઢાબા સંચાલકે વીજ બિલ બાકી હોવાના મામલે UGVCLની ટીમને ધમકીઓ આપી, તેમના જીવનને જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો. ડિવાઈસ કનેક્શન કાપવા આવી ટીમ પર વિરુદ્ધમાં ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંચાલકે વારંવાર UGVCL કચેરી અને સ્ટાફ સાથે દાદાગીરી કરી, જેના પર વડાલી પોલીસએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત: માંગરોળના હથોડા ગામમાં ગૌહત્યા અંગે તપાસમાં ગયેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જીવલેણ હુમલો થયો. કોસંબા પોલીસ મથકમાં 41 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 22 શખ્સોને અટકાયત કરવામાં આવી છે. હુમલાખોરોએ લાકડી, ધારિયા સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કર્યો હતો, જેનો કારણે સ્થાનિક લોકોમાં તંત્રની ઢીલી કામગીરીને લઈને ભારે રોષ વ્યાપ્યો છે.
પંચમહાલ: હાલોલ કણજરી ચોકડી પર ટ્રકમાં ભીષણ આગ લાગી. કોટાસ્ટોન ભરેલી ગાડીમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી ગઇ છે. ટ્રકમાં આગ ભભૂકતા મુખ્ય હાઈવે થોડા સમય માટે બંધ કરાયો. ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર મેળવ્યો કાબૂ. અજાણ્યા કારણોસર આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ.
કાંકરિયા તળાવ અમદાવાદની ઓળખ બન્યું છે.. ત્યારે તેમાં વધુ એક નવું નજરાણું ઉમેરવા કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાંકરિયામાં કેન્ડી મ્યુઝિય બનાવવાની મંજૂરી મળી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાંકરિયામાં નવું નજરાણું ઉમેરાય તે માટે મંજૂરી અપાઈ. રૂ. 10 કરોડના રોકાણથી કેન્ડી મ્યુઝિયમ બનાવવામાં આવશે. અંદાજે 1 વર્ષમાં કેન્ડી મ્યુઝિયમ બનીને તૈયાર થશે. મ્યુઝિયમનું 35 ટકા રેવન્યૂ કોર્પોરેશનને પ્રાપ્ત થશે.
રાજકોટમાં રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં શ્વાનોની ગણતરી કરવા અંગે પરિપત્ર જાહેર કરતાં આરોગ્યકર્મીઓમાં ચર્ચા અને ગણગણાટ શરૂ થયો છે. પરિપત્ર મુજબ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પીએચસી અને સીએચસી સેન્ટરના કમ્પાઉન્ડમાં રહેલા શ્વાનોની સંખ્યા ગણવી ફરજિયાત બનાવાઈ છે અને સોમવાર સુધીમાં આ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલી ૫૫ આરોગ્ય કેન્દ્રો, ૫ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૧ જિલ્લા હોસ્પિટલ, ૧ મેડિકલ કોલેજ તેમજ ૧૨ કમ્યુનિટી હેલ્થ વર્કરોને આ કામગીરી સોંપવામાં આવતા, શિક્ષકો અને તલાટીઓ બાદ હવે આરોગ્ય સ્ટાફ પર વધારાની જવાબદારી મુકાઈ હોવાની ચર્ચા ઉઠી છે.
બનાસકાંઠાઃ ડીસામાં જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઇ છે. રાત્રિના સમયે પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઈ હતી. રાત્રિના સમયે ઘટના બની હોવાથી જાનહાની નહીં. ડીસા બજારની વચ્ચોવચ આ કોમ્પ્લેક્સ આવેલું છે.
ફ્લાઈટની ટિકિટ 48 કલાકમાં રદ કરાવતા ચાર્જ નહીં લાગે. DGCAએ ફ્લાઈટની ટિકિટ બુકિંગ અંગે નવા નિયમો જાહેર કર્યા. મુસાફરોને 48 કલાક સુધી લુક-ઈન ઓપ્શન અપાશે. વધારાના ચાર્જ વગર રિફન્ડની પ્રક્રિયા 14 દિવસમાં પૂર્ણ કરાશે. ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવતા 7 દિવસમાં રિફન્ડ મળશે.
ભારત અને કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજથી ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વેપાર, ઊર્જા અને ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીનો પ્રથમ ભારત પ્રવાસ છે.
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સતત બીજા દિવસે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સમન્સ જારી કર્યા છે, જેમાં તેમને ₹૪૦,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં દિલ્હીમાં તેના મુખ્યાલયમાં તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા કહ્યું છે.
ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માગ ઉઠી છે.આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું કે NCRTની માન્યતા રદ થઈ ગઈ હતી તે ધ્યાનમાં આવતા તુરંત જ કાર્યવાહી કરી છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજસ્થાનની તેમની મુલાકાત દરમિયાન, આજે સવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પર સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડમાં ઉડાન ભરશે. મુર્મુ ગુરુવારે સાંજે જેસલમેર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું. એરફોર્સ સ્ટેશન પર ઔપચારિક સ્વાગત પછી, રાષ્ટ્રપતિનો કાફલો આર્મી સ્ટેશન તરફ આગળ વધ્યો. સમયપત્રક મુજબ, તેઓ જેસલમેર આર્મી સ્ટેશન પર રાત્રિ રોકાણ કરશે. આજે સાંજે, તેઓ વાયુ શક્તિ કવાયતના ભાગ રૂપે પોખરણ રેન્જ પર ભારતીય વાયુસેનાના સ્ટ્રાઇક ક્ષમતા પ્રદર્શનના સાક્ષી બનશે.
Published On - 7:29 am, Fri, 27 February 26