Gujarat News :સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયો

Gujarat Live Updates : આજ 23 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat News :સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયો
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:51 PM

આજે 23 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Sep 2023 11:51 PM (IST)

    યમનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે

    મુંબઈની પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસે જણાવ્યું હતું કે યમનથી ભારતીય ખલાસીઓ શહેરમાં પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસોના અથાક પ્રયાસોને કારણે યમનમાં ફસાયેલા 18 ભારતીય ખલાસીઓને પરત લાવવામાં આવ્યા હતા. જો કે, તરત જ તે જાણી શકાયું નથી કે ખલાસીઓ કેટલા સમયથી યમનમાં ફસાયેલા હતા.

  • 23 Sep 2023 11:02 PM (IST)

    સુરતમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયો

    • સુરત શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂપિયા 10 લાખની લાંચ લેતા ઝડપાયો
    • ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. કે. ચોસલા અને અન્ય બે સાગરિત પકડાયા
    • સામાન્ય અરજીના સાહેદને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા દસ લાખ માગ્યા હતા
    • એસીબીના હાથે ઝડપાયા પીએસઆઇ ડી. કે. ચોસલા

  • 23 Sep 2023 10:23 PM (IST)

    ગાંધીનગરના ઘ-2 સર્કલ પાસે લુખ્ખા તત્વોનો આતંક

    • લારી પર ભાજીપાઉં ઉધારમાં ખાવા માટે કરી બબાલ
    • 5 થી 6 શખ્સએ ધોકા અને તલવાર લઈને મચાવ્યો આંતક.
    • બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    • ઘ-2 પાસે ઉભી રહેલી 7 થી 8 લારીઓ ઊંધી કરી થયા ફરાર
    • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
    • ગાંધીનગર LCBની ટીમ સાથે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
  • 23 Sep 2023 10:05 PM (IST)

    કચ્છના આદિપુર નજીક અંતરજાળ પાસે ડુબી જવાથી 3ના મોત

    • આદિપુર નજીક અંતરજાળ પાસે ડુબી જવાથી 3ના મોત
    • સાંજે ગણેશ વિસર્જન માટે ગયા હતા જ્યાં બની ધટના
    • ફાયર વિભાગ અને પોલીસની ટિમ ઘટના સ્થળે
    • મૃતદેહ બહાર કાઢી આદિપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
  • 23 Sep 2023 08:51 PM (IST)

    કચ્છ હરામીનાળાથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો

    • કચ્છ હરામીનાળાથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો
    • BSF દ્વારા બોર્ડર નજીકથી ઝડપાયો
    • તપાસ દરમ્યાન ઘુસણખોર પાસેથી ઘુવડ પક્ષી મળી આવ્યુ
    • પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસ માટે પોલીસને સુપ્રત કરાશે
  • 23 Sep 2023 08:01 PM (IST)

    જામવાળા નજીક આવેલ શિંગોડા ડેમ ના બે દરવાજા ખોલાયા

    ગીર જંગલમાં ભારે વરસાદના પગલે ગીર જામવાળા નજીક આવેલ શિંગોડા ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલાયા.

  • 23 Sep 2023 06:36 PM (IST)

    ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણ ની આવક થતાં ફરી દરવાજા ખોલાયા

    • તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરાયા
    • ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 2 દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા
    • ડેમમાંથી 44 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે
    • ઉકાઈ ડેમની સપાટી હાલ 343.88 ફૂટ પર પહોંચી
    • ડેમનું રુલ લેવલ 345 ફૂટ છે.
    • ઉપરવાસમાંથી હાલ 79 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ.
  • 23 Sep 2023 05:57 PM (IST)

    ગણેશ વિસર્જન કરતા સમયે ડુબી જતા મામા ભાણેજના મોત

    • રાજકોટમાં ગણેશ વિસર્જન કરતા સમયે ડુબી જતા મામા ભાણેજના મોત
    • આજી ડેમમાં ડૂબી જતા થયા મોત
    • કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા
    • ડેમમાં ડૂબી જતા ફાયર બ્રિગેડ દ્રારા બંનેના મૃતદેહને બહાર કઢાયા
    • મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ અને હર્ષ નામના ભાણેજની ઉંમર ૧૯ વર્ષ
    • એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં શોક
  • 23 Sep 2023 05:25 PM (IST)

    સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે મોટું ગાબડું

    • રાજકોટમાં સીંગતેલના ભાવમાં સતત બીજા દિવસે મોટું ગાબડું
    • ડબ્બે વધુ 50 રૂપિયાના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ રૂ 3100ની નીચે પહોંચ્યો
    • ગઈકાલે રૂપિયા 40નો ઘટાડો થયો હતો
    • અન્ય ખાદ્ય તેલોના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો
    • તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને લઈને હકારાત્મક અસરને લઈને ભાવમાં સતત ઘટાડો
    • મગફળીની નવી આવકો અને માંગમાં થયેલા ઘટાડાને લઈને તેલના ભાવ ઘટ્યા
    • તો પામતેલમાં ડબ્બે રૂપિયા 10 વધારો થયો
    • પામતેલનો ડબ્બો 1335 થી 1330એ પહોંચ્યો
  • 23 Sep 2023 05:07 PM (IST)

    વડોદરામાં અપોલો ટાયર કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે વિવાદ

    વડોદરાના વાઘોડીયામાં ટાયર બનાવતી મલ્ટી નેશનલ કંપની અપોલો સામે વિરોધ થયો છે. 1 જાન્યુઆરી 23થી પગાર સહિતના ભથ્થામાં વધારો ન કરતા કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે વિવાદ. 15 સપ્ટેમ્બરથી 1 હજાર 241 કર્મીઓ કામકાજથી અળગા રહ્યા હતા. પરંતુ ગત રાત્રીથી શરતી ધોરણે કર્મચારીઓ કામે પરત ફર્યા. પગારના વિરોધમાં કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે લડત કરી હતી.

  • 23 Sep 2023 05:00 PM (IST)

    સચિન વિસ્તારમાં 7 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ

    • સુરતમાં 44 વર્ષિય નજીકના સગાએ જ બાળકીને હવસનો શિકાર બનાવી
    • સચિન વિસ્તારમાં 7 વર્ષની કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ
    • માતા દુરના સગાને ત્યાં બાળકીની સંભાળ રાખવા માટે મૂકી ગઈ હતી ત્યારે બાળકીને પોતાનો શિકાર બનાવી
    • સચિન પોલીસે ગુનો નોંધી નરાધમની કરી ધરપક્ડ
  • 23 Sep 2023 03:54 PM (IST)

    મહિલા અનામત બિલ પાસ થયા બાદ આશીર્વાદ લેવા કાશી આવ્યો છું – PM મોદી

    પીએમ મોદીએ બનારસમાં કહ્યું કે સંસદમાં નારી શક્તિ એક્ટ જેવો કાયદો પસાર કર્યા બાદ હું તમારા બધાના આશીર્વાદ લેવા કાશી આવ્યો છું. સાથોસાથ બનારસમાં પણ થોડા સમયમાં દુર્ગા પૂજા ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે નારી શક્તિ કાયદા હેઠળ નવરાત્રિના તહેવારમાં વધુ વધારો કરવામાં આવ્યો છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓની હાજરી વધશે. આજે કાશીની પવિત્ર ભૂમિ પરથી હું તમામ દેશોની માતાઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું.

  • 23 Sep 2023 02:58 PM (IST)

    PM મોદી આવતીકાલે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે

    • વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે…
    • ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ વિજયવાડા-ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ રાઉરકેલા-ભારત એક્સપ્રેસ-બી.પી. રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ
    • આ 9 ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં 11 રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.
  • 23 Sep 2023 02:57 PM (IST)

    કાશીનું સ્ટેડિયમ બનશે વરદાન – પીએમ મોદી

    કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ સ્ટેડિયમ યુવાનો માટે વરદાન સાબિત થશે. તેમણે કહ્યું કે આજે વિશ્વ ક્રિકેટ દ્વારા ભારત સાથે જોડાઈ રહ્યું છે. આ સ્ટેડિયમની ડિઝાઇન મહાદેવને સમર્પિત છે.

  • 23 Sep 2023 02:28 PM (IST)

    Gujarat News Live : PM મોદી આવતીકાલે અમદાવાદ-જામનગર સહીત કુલ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે પ્રારંભ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે, જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ,ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા-ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ, રાઉરકેલા-વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ,

    આ 9 ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં 11 રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.

  • 23 Sep 2023 02:18 PM (IST)

    Gujarat News Live : PM નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ, તેંડુલકરે આપી જર્સી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે છે. દેશની અડધોઅડધ વસ્તીને એટલે કે મહિલાઓને અધિકારો આપ્યા બાદ પીએમની તેમના સંસદીય ક્ષેત્રની આ પ્રથમ મુલાકાત છે. તેમણે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમનુ શિલારોપણ કર્યું હતું. પીએમ મોદી હવે અટલ નિવાસી શાળાનો પણ શિલાન્યાસ કરશે. ક્રિકેટ સ્ટેડિયમનુ શિલારોપણ પ્રસંગે ક્રિકેટ જગતના અનેક દિગ્ગજો વારાણસીમાં પહોંચ્યા છે.

  • 23 Sep 2023 01:57 PM (IST)

    Gujarat News Live : મહિલા આરક્ષણ બિલ પાસ થવા બદલ ગર્વ છે – CJI

    CJI જસ્ટિસ ચંદ્રચુડે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, અલગ-અલગ વિચારધારા હોવા છતાં તમામ પક્ષોએ જે રીતે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કર્યું છે તેના પર આપણને ગર્વ થવો જોઈએ.

  • 23 Sep 2023 01:38 PM (IST)

    Gujarat News Live : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ NIAની મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત

    NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તેની મિલકતો જપ્ત કરવામાં આવી છે. ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા પન્નુ ગુપ્ત રીતે ભારત વિરોધી ચળવળને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.

  • 23 Sep 2023 12:17 PM (IST)

    Gujarat News Live : નર્મદાના પૂરથી ખેતી-બાગાયતી પાકને થયેલા નુકસાન અંગે જાહેર કર્યું રાહત પેકેજ

    ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નર્મદાના પૂર ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે આ વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાન પ્રત્યે સંવેદનાત્મક અભિગમ દાખવીને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.

    તાજેતરમાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

  • 23 Sep 2023 11:22 AM (IST)

    Gujarat News Live : બરસાનામાં શ્વાસ ગૂંગળાઈ જવાથી બે શ્રદ્ધાળુઓના મોત

    મથુરાના બરસાનામાં રાધા જન્મોત્સવ દરમિયાન મોટો અકસ્માત થયો છે. રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન માટે આવેલા બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. અકસ્માત બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અભિષેક દરમિયાન બે ભક્તોના મોત થયા હતા. શનિવારે સવારે લાડલી જી મંદિરમાં અભિષેકના દર્શન દરમિયાન આ અકસ્માત થયો હતો. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુનો પણ સમાવેશ થાય છે.

  • 23 Sep 2023 10:36 AM (IST)

    Gujarat News Live : મુંબઈના દાદરમાં 15 માળની ઈમારતના 13માં માળે લાગેલી આગમાં વૃદ્ધનું મોત

    મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જેઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યાં છે.

  • 23 Sep 2023 09:58 AM (IST)

    Gujarat News Live : નાગપુરમાં ભારે વરસાદને પગલે શાળા-કોલેજો બંધ

    મહારાષ્ટ્રના નાગપુરના કલેક્ટરે પૂર અને વરસાદને કારણે જિલ્લા અને શહેરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. અંબાઝરી તળાવ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જે લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે.

  • 23 Sep 2023 09:14 AM (IST)

    Gujarat News Live : PM મોદીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર, હવે 26મીએ આવશે ગુજરાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફરી એકવાર ફેરફાર થયો છે. પીએમ મોદી, 27ને બદલે હવે 26મી સપ્ટેમ્બરના રોજ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. 26મીએ સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે મહિલા અનામત બિલ અંગે નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમ યોજાશે. જેમાં પીએમ મોદીનું અભિવાદન કરવા સાથે ભવ્ય સ્વાગત કરાશે.

    • PM મોદીના ગુજરાત કાર્યક્રમમાં ફરી ફેરફાર
    • હવે 26 સપ્ટેબરે આવશે અમદાવાદ એરપોર્ટ પર
    • અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7 વાગે આવશે
    • 8 વાગ્યા સુધી એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં આપશે હાજરી
    • રાજભવન ખાતે કરશે રાત્રિ રોકાણ
    • 27 એ સવારે 10 વાગે થી 11.15 સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી
    • 20 વર્ષની વાયબ્રન્ટ ગુજરાતની સફળતાની ઊજવણી કરશે
    • તે પછી સાયન્સ સીટીથી છોટા ઉદેપુરના બોડેલી જવા થશે રવાના
    • બોડેલીમાં 12.45 થી 2 વાગ્યા સુધી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરશે
    • તે પછી બોડેલીથી વડોદરા જવા થશે રવાના
    • વડોદરામાં મહિલાઓ માનશે pm નો બિલ માટે આભાર
    • 2.50 થી 3.30 નારી શક્તિ વંદન અભિનંદન એરપોર્ટ પર યોજાશે
    • 3.45 એ વડોદરાથી દિલ્હી જવા થશે રવાના
  • 23 Sep 2023 07:32 AM (IST)

    Gujarat News Live : UNમાં ભારતની પાકિસ્તાનને લપડાક, કહ્યું POK ખાલી કરો, આતંકવાદનો સફાયો કરો

    યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ, ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય રાજદ્વારી પેટલ ગેહલોતે કાશ્મીરનો રાગ આલાપવા બદલ પાકિસ્તાનના પીએમની ટીકા કરી અને તેમને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનો વિસ્તાર ખાલી કરવા અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું.

  • 23 Sep 2023 06:29 AM (IST)

    Gujarat News Live : કેનેડામાં ભારતીય નાગરિકો માટે કોન્સ્યુલર સેવા યથાવત

    કેનેડામાં ભારતીય નાગરિકો માટે કોન્સ્યુલર સેવા ચાલુ છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી છે. એમ્બેસીએ જણાવ્યું હતું કે, કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે પાસપોર્ટ ઈસ્યું કરવા, પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને વેરિફિકેશન વગેરે જેવી કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે.

Published On - 6:29 am, Sat, 23 September 23