23 નવેમ્બરના મહત્વના સમાચાર: “રેતીચોર ભાજપનો કાર્યકર હશે તો અમે તેને બચાવી લઈશુ”- ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતુ નિવેદન, કહ્યુ “હું જે કહુ છુ ડંકાની ચોટ પર કહુ છુ”

આજે 23 નવેમ્બર સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 નવેમ્બરના મહત્વના સમાચાર: રેતીચોર ભાજપનો કાર્યકર હશે તો અમે તેને બચાવી લઈશુ- ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતુ નિવેદન, કહ્યુ હું જે કહુ છુ ડંકાની ચોટ પર કહુ છુ
| Updated on: Nov 23, 2026 | 11:03 AM

LIVE NEWS & UPDATES

  • 23 Nov 2026 11:01 AM (IST)

    ગાંઘીનગરઃ નવ રચિત મનપાને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

    ગાંધીનગરઃ ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની નવી મહાનગરપાલિકાઓને સરકારી જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવશે. આ માટે નિયમોમાં 5 વર્ષની ખાસ છૂટછાટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓ પર જમીન ખરીદવાનું આર્થિક ભારણ ઘટશે અને શહેરી સુવિધાઓના વિકાસને વેગ મળશે. આ નિર્ણયનો લાભ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને મળશે. આ જમીન પર મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, STP-WTP, ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન અને ટાઉન હોલ જેવી પાયાની સુવિધાઓ વિકસાવી શકાશે.
  • 23 Nov 2026 11:01 AM (IST)

    અમદાવાદઃ ડ્રગ્સ કેસના આરોપીઓ સામે હવે બુલડોઝર ન્યાય

    અમદાવાદઃ ડ્રગ્સના આરોપીઓ સામે હવે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના સરખેજમાં કૈલાશ તળાવ પાસે ડ્રગ્સ કેસના આરોપી સુનિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડના મકાન પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસમાં આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાન બનાવી રહેતા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષ 2023-24માં AMC દ્વારા આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે, આરોપીઓએ ફરીથી ગેરકાયદે બાંધકામ કરી તેમાં ગાંજાનો વેપાર શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આજે અમદાવાદ પોલીસ અને AMC દ્વારા સંયુક્ત રીતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • 23 Nov 2026 11:00 AM (IST)

    ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતુ ડભોઈના ધારાસભ્યનું નિવેદન વાયરલ

    વડોદરાઃ રેત માફિયાના સમર્થનમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં રેતી ચોરી મામલે થયેલી ફરિયાદ અંગે બોલતા તેમણે જણાવ્યું કે આ મામલે CID તપાસ ચાલી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પરિવારમાં રહેશો ત્યાં સુધી બચાવી લેવામાં આવશે. શૈલેષ મહેતાએ વધુમાં દાવો કર્યો કે તેમની પાસે તમામ બાબતો ઓન રેકોર્ડ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ જે કંઈ કહે છે તે ડંકાની ચોટ પર કહે છે અને કોઈનાથી ડરીને નિવેદન આપતા નથી. તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની છે.

આજે 23 નવેમ્બર સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 10:58 am, Mon, 23 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.