
આજે 22 સપ્ટેમ્બરને વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ભાવનગર પોલીસે શહેરમાં જુદા જુદા 4 સ્થળો પર રેડ કરીને નશાકારક સીરપની 4350 બોટલો ઝડપાઈ છે. કુલ 7,19,000 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. તમામ સીરપ ની બોટલના સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા.
તપાસ સમિતિમાં કોણ છે તેના નામ
- ડૉ.ડી.કે.શાહ (પ્રોફેસરથી સર્જરી વિભાગ, ચેરમેન
- એચ આર પરિખ (કાર્યપાલક અધિકારી, સભ્ય)
- ડૉ.રુપલ દોષી, વડા મેડીસીન વિભાગ, સભ્ય)
- ડૉ.ડી.કે.હેલૈયા, આર.એમ.ઓ, સભ્ય
- ડૉ.ઝંખનાબેન.એસ.પટેલ, મેડિકલ ઓફિસર, કોલ્ડ રૂમ, સભ્ય
અમદાવાદ સંકલન સમિતિની બેઠક મળી છે. આ દરમ્યાન એલીસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. વરસાદી પાણી ભરાવા, ગેરકાયદે બાંધકામ, પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી. કરોડોનાં ખર્ચે ડીસીલ્ટીંગ થાય છે છતાં પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાય છે તો તેની માટે ચોક્કસ જવાબદારી નક્કી કરવી જોઈએ. કરોડોનો ખર્ચ થાય તો પ્રજા પણ ઈચ્છતી હોય છે કે પાણી ના ભરાવા જોઈએ
રાજકોટના કાલાવડ રોડ પર આંબેડકરનગર વિસ્તારમાંથી 20 કિલો ગૌમાંસ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ છે. જીવદયા પ્રેમી દ્રારા પોલીસને બાતમી આપ્યા બાદ કાર્યવાહી કરાઇ છે. પોલીસે ગોવિંદ મહિડા નામના શખ્સની ધરપકડ કરી છે.
મહેસાણાના કડીમાં સગીરા સાથે 3 યુવકો દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી. બે યુવકોએ મદદગારી કરી અને એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું. દુષ્કર્મ ગુજારી સગીરાનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવી બીજા મિત્રોએ પણ સગીરાને હેરાન પરેશાન કરી. સગીરા તાબે નહિ થતા વિડિયો બતાવી તાબે કરવા પ્રયાસ કર્યો. આ સમગ્ર મામલે કડી પોલીસ મથકે 3 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય આરોપીની ઉંમર સગીર છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલુ છે. ત્રણેય આરોપીઓની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લીધી છે. આ કેસમાં કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યું છે. રાઉઝ એવન્યુ કોર્ટે તમામને 4 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાને નોટિસ ઈસ્યું કરી છે અને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનો વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચેન્નાઈના એક વકીલે ઉદયનિધિ અને રાજા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે, આ સિવાય અન્ય ઘણી માંગણીઓ પણ કરવામાં આવી છે.
દેશમાં 27 વર્ષ બાદ ઈતિહાસ રચાયો છે. રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. આ બિલની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો નથી. બિલ પાસ થયા બાદ પીએમ મોદીએ ફેસબુક પર મહિલા સાંસદો સાથે ફોટો શેર કરીને દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે બીજેપી હેડક્વાર્ટરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
જામનગરના ઘ્રોલમાં પોતાનુ સંતાન ના હોવાની શંકાએ પિતાએ પોતાના સૌથી નાના પૂત્રની હત્યા કરી નાખી છે. પોતાનું સંતાન ના હોવાની શંકાએ દંપતી વચ્ચે આવારનવાર ઝઘડો થતો હતો.પત્ની મોરબી ગઈને પિતાએ ચાર વર્ષીય પુત્રને તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસે પિતા સામે હત્યાની ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી. આરોપીને પાંચ સંતાન પૈકી મૃતક સૌથી નાનો દીકરો હતો.
ચોમાસામાં ભરૂચ દહેજ રોડની હાલત ખરાબ થતા, સ્થાનિકોએ ટોલનાકા ખાતે ચક્કાજામ કર્યો છે. વારંવારની રજૂઆત છતા, જે રોડ માટે ટોલ વસૂલવામાં આવે છે તે ભરૂચ- દહેજ રોડની હાલત ખરાબ રહેતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના ચક્કાજામ બાદ, ભરૂચ પોલીસની દરમયાનગીરીથી વાહન વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચક્કાજામને કારણે દહેજ GIDCના કર્મચારીઓ અટવાયા હતા.
સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરતા સમયે 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું હતું. વિમાનમાં સવાર 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. ટાયર ફાટવાને કારણે રન-વે 2 કલાક બંધ કરાયો હતો. ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે પણ આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. ગુરૂવારે રાતે 9 વાગ્યે એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે ટાયર બર્સ્ટ થયું હતું. જો કે, કેપ્ટને સુરક્ષાપૂર્વક લેન્ડિંગ કરાવી દીધું હતું.
મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ શુધાંશુ ધુલિયાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જુલાઈમાં અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહના વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
સંસદનું વિશેષ સત્ર: નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થયા પછી, સંસદના બંને ગૃહો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા છે.
Special Session of Parliament: Both Houses adjourned sine die after historic passage of ‘Nari Shakti Vandan Adhiniyam’
Read @ANI Story | https://t.co/gc6KIfUP3s#ParliamentSpecialSession #WomenReservationBill2023 #NariShaktiVandanAdhiniyam pic.twitter.com/d34KRu4xbt
— ANI Digital (@ani_digital) September 21, 2023
Published On - 6:43 am, Fri, 22 September 23