22 ઓગસ્ટના મહત્વના સમાચાર : મહેસાણામાં દારૂના દૂષણ સામે પોલીસની કડક ઝૂંબેશ, ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ પર પોલીસે પાડ્યા દરોડા

આજે 21 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 ઓગસ્ટના મહત્વના સમાચાર : મહેસાણામાં દારૂના દૂષણ સામે પોલીસની કડક ઝૂંબેશ, ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ પર પોલીસે પાડ્યા દરોડા
| Edited By: | Updated on: Aug 22, 2026 | 9:13 AM

LIVE NEWS & UPDATES

  • 22 Aug 2026 09:13 AM (IST)

    ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડાયું

    રાજકોટના ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પૂર્વ MLA લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી હતી અને આ અંગે 8 ઓગસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમની માંગને ધ્યાને લઈ તંત્ર દ્વારા ભાદર-2 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. પાણી છોડાતા ભાદર કેનાલ કાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળશે.

  • 22 Aug 2026 08:35 AM (IST)

    વેરાવળ તાલુકાના મંડોર ગામે રસ્તા પર સિંહ સિંહણની લટર

    ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે રસ્તા પર સિંહ અને સિંહણ આવી ચડ્યા. શિકારની શોધમાં સિંહ અને સિંહણ માનવ વસતી સુધી પહોંચ્યા હતા. મંડોર-ભેરાળા રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ જ્યારે રસ્તા વચ્ચે સિંહ અને સિંહણને લટાર મારતા જોયા ત્યારે વાહન રોકીને આ અદ્ભુત દ્રશ્યને કેમેરામાં કેદ કર્યા.


  • 22 Aug 2026 08:01 AM (IST)

    ભાવનગર દારૂકાંડની તપાસનો રેલો સિહોર સુધી પહોંચ્યો

    ભાવનગરના દારૂકાંડની તપાસમાં હવે સિહોર તાલુકા સુધી પોલીસ કાર્યવાહી પહોંચી છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ વરતેજના હરદીપ મોરી પાસેથી રોયલ સ્ટેગ દારૂની 54 બોટલ ખરીદી હોવાનું સામે આવ્યું છે. દારૂકાંડ સર્જાયા બાદ બંને આરોપીઓએ સર અને સાગવાડીના ડુંગર નજીક દારૂનો નાશ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

  • 22 Aug 2026 07:56 AM (IST)

    ન્યૂયોર્કમાં ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ

    અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યું હતું. એમ્પાયર સ્ટેટના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લોંગ આઇલેન્ડમાં 2.87 ઈંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ક્વીન્સ અને બ્રુકલિનના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 22 Aug 2026 07:42 AM (IST)

    હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝાના નામે કરોડોની છેતરપિંડી

    સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી પ્રીતિ વ્યાસે રાજ્યના અનેક લોકોને કેનેડાના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી પીડિતો પાસેથી રૂ.25-25 લાખ જેટલી રકમ ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડી બાદ આરોપી છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે. સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતોએ SPને રજૂઆત કરી આરોપી પ્રીતિ વ્યાસની તાત્કાલિક ધરપકડ કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.

  • 22 Aug 2026 07:37 AM (IST)

    મહેસાણામાં ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ પર દરોડા

    મહેસાણામાં દારૂના દૂષણને ડામવા પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દારૂના અડ્ડાઓ પર નજર રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન પોલીસે દારૂ સંબંધિત કુલ 13 કેસ નોંધી કાર્યવાહી કરી છે.

આજે 22ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:36 am, Sat, 22 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.