આજે 22 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે નવા નિયમો આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યા ઓછી થઈ. શહેરી વિસ્તારમાં 100 ટકા શિક્ષકો મળ્યા. જામનગર જીલ્લાની કરીએ તો જામનગરમાં તાજેતરમાં શિક્ષકોની બદલી થતા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોની સંખ્યા ઘટી છે અને શહેરી વિસ્તારમાં જે શિક્ષકોની ઘટ હતી, તે પુર્ણ થતા 100 ટકા શિક્ષકો થયા છે. જિલ્લાની 66 જેટલી શાળાઓ એવી છે જયાં એક જ શિક્ષક ફરજ બજાવે છે.
જામનગર જીલ્લા પંચાયત હેઠળ કુલ 665 સરકારી શાળાઓ આવેલી છે. જે પૈકી 66 શાળાઓ એવી છે, જયાં માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે. કુલ જિલ્લાની 10 ટકા શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. જે શાળામાં આચાર્ય પોતે છે. વિવિધ વિષયના શિક્ષક પણ પોતે છે અને અલગ-અલગ ધોરણમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે.
અગાઉ જીલ્લામાં આવી એક શિક્ષકવાળી 8 શાળા હતી. જે હાલ શિક્ષકોની બદલી બાદ 66 શાળાઓ છે. જેમાં લાલપુર તાલુકાની 16 શાળા, જામજોધપુર તાલુકાની 14 શાળા, કાલાવડ તાલુકાની 14 શાળા, જોડીયા તાલુકાની 9 શાળા, ધ્રોલ તાલુકાની 8 શાળા અને જામનગર તાલુકાની 5 શાળાનો સમાવેશ થાય છે.
મદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ છે. ત્યારે હવે 24 ઓગસ્ટે તથ્ય પટેલના જામીન અંગે કોર્ટ ચુકાદો આપશે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રાજ્ય સરકારે તથ્ય પટેલની જામીન અરજીનો ખુલીને વિરોધ કર્યો હતો. ઈસ્કોન ઓવરબ્રિજ પર વાહનની અવર-જવર જેટલો રસ્તો ખુલ્લો હોવા છતાં બેફામ ગાડી હંકારી હોવાની દલીલ વકીલે કરી હતી.
Special moments from the welcome at the airport in Johannesburg. pic.twitter.com/7PNWwbybDX
— Narendra Modi (@narendramodi) August 22, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા. વડાપ્રધાનનું એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાના વાઇસ પ્રેસિડેન્ટ પોલ શિપોકોસા માશાટીલે સ્વાગત કર્યું હતું. તે જ સમયે, જોહાનિસબર્ગમાં તેમના સ્વાગતની રીત અલગ દેખાઈ. એરપોર્ટ પર તેમના માટે પરંપરાગત આફ્રિકન નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. થોડીવાર રોકાયા બાદ તેણે આફ્રિકન ડાન્સની મજા માણી. આ દરમિયાન અધિકારીઓ તેમને આ વિશે માહિતી આપતા રહ્યા. તે જ સમયે, તેમનું વિશેષ આધ્યાત્મિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પીએમએ ખૂબ ધ્યાનથી સાંભળ્યું હતું. આ દરમિયાન તેમની સાથે ઘણા સાધુઓ પણ હાજર હતા.
Jamnagar : જોડીયાના (Jodiya) એક ગામમાં યુવાને સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે બાળકીએ તેના પિતાને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે બાદ બાળકીના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસને ફરીયાદ મળતા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં સગીરાને બળજબરી પૂર્વક પાદરી 17 વર્ષીય સગીરાના નગ્ન ફોટો મેળવી સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં પાદરી ગુલાબ પરીખ મસીહને 3 વર્ષની જેલ અને રુપિયા એ હજારનો દંડ ફટકાર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરા 25 ડિસેમ્બર 2019માં તેની બાજુમાં રહેતી એક મહિલા સાથે અમદાવાદની રબારી કોલોની ખાતેના એક ચર્ચમાં ગઈ હતી. જ્યાં પાદરીના સંપર્કમાં પ્રથમ વાર પાદરીના સંપર્કમાં આવી હતી.
ચર્ચના પાડોશમાં રહેતી મહિલાએ સગીરાની મુલાકાત ચર્ચના પાદરી ગુલાબચંદ સાથે કરાવી હતી. જેથી ગુલાબચંદે સગીરા સાથે વાતચીત કરી હતી અને માતા-પિતાને પણ ચર્ચામાં લાવે તેવું જણાવ્યું હતું. સગીરા એક મહિનો સુધી ચર્ચમાં ન આવી હોવાના કારણે પાદરી ગુલાબચંદના ભત્રીજાએ સગીરાના પિતાને ફોન કરીને ચર્ચમાં આવવાનું જણાવ્યું હતું. જેથી માતા-પિતા સગીરાને ચર્ચામાં લઇ ગયા હતા. ત્યારબાદ માતા-પિતા સાથે મુલાકાત થયા બાદ પાદરી ગુલાબચંદ સગીરાની ઘરે આવતો જતો હતો.
અમદાવાદમાં તથ્ય પટેલનો કેસ સામે આવ્યા બાદ રાજ્ય પોલીસ વડાએ રાજ્યના મોટા શહેરોમાં ઓવરસ્પીડથી કાર ચલાવનાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશનો રાજકોટ પોલીસ જ ઉલાળિયો કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત એમ છે કે રાજકોટના માધાપર ચોકડી નજીક ગત સોમવારના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી એક ઇનોવા કાર પુરપાટ ઝડપે આવી હતી.
સ્થાનિકોનું કહેવું હતું કે આ કારની સ્પીડ 110 થી 120 જેટલી હતી. આ કારે એક કાર, સિટી બસ અને એક મોટરસાયકલને અડફેટે લીધા હતા અને તેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. કારની સ્પીડ એટલી હતી કે પુરપાટ ઝડપે આવતી કાર જ્યારે દીવાલ સાથે અથડાઈ ત્યારે તેના બોનેટનો ભુક્કો બોલી ગયો હતો અને એરબેગ પણ ખુલી ગઇ હતી. અકસ્માત સર્જીને આ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
આટલો ઘટના ક્રમ સર્જાયો તેમ છતા રાજકોટ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી. જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો તેમના દ્રારા કોઇ ફરિયાદ આપવામાં ન આવતા પોલીસે લોકોનો જીવ જોખમાઇ તે રીતે બેફિકરાઇથી કાર ચલાવતા કારચાલકને ક્લિનચીટ આપી દીધી.
શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ માસમાં જન્માષ્ટમી સહિત અનેક તહેવારો પણ આવતા હોય છે. આ મહિનામાં મોટા પ્રમાણમાં ફરાળી વાનગીઓ અને ફરસાણ લોકો આરોગતા હોય છે. જેને લઇને રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગના ચેકીંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન ચોંકાવનારી દૃશ્યો સામે આવ્યા.
અનેક ફરસાણની દુકાનોમાં ફરાળી પેટીસમાં તપકીર અને પોટેટો સ્ટાર્ચની જગ્યાએ મકાઈનો સ્ટાર્ચ આ વેપારીઓ ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું છે. આવું કરીને આ વેપારીઓ લોકોની આસ્થા સાથે રમત રમી રહ્યા છે. બીજી તરફ ફૂડ વિભાગના ચેકીંગમાં અન્ય ગંભીર બાબત એ સામે આવી કે ભગવતી ફરસાણ નામની દુકાનમાં ફરસાણને ફુલાવવા માટે કપડાં ધોવાના સોડાનો ઉપયોગ થતો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના હિતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ 3 હજાર પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.30 પ્રમાણે સહાય અપાશે. આ ઉપરાંત સહાય મેળવવાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા પણ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ અને બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરોના આંદોલનનો અંત , બંને પક્ષે કેટલાક મુદ્દાઓ પર થયું સમાધાન.હાલ ગુજરાતમાં કુલ 11900 કિડનીના દર્દીઓ PMJAY યોજના હેઠળ સારવાર લઇ રહ્યા છે. જેની કુલ મળીને 95000 જેટલી માસિક સાયકલ થાય છે. (દર્દીને મહિનામાં 8 થી 10 વાર ડાયાલિસિસ કરાવવું જરૂરી બને છે.)
જેની સામે હાલ ગુજરાતના સરકારી માળખામાં કુલ 272 સેન્ટર પર 1400 ડાયાલીસ મશીનો સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત છે. જેની કુલ માસિક કેપેસીટી 1,26,000 ડાયાલિસિસ સાયકલની છે. – આપણા ગુજરાત રાજ્ય માં વન ટાઈમ ડાયલાઈઝર વાપરવું ફરજીયાત છે આપણા 272 ડાયાલિસિસ સામે 257 જેટલા પ્રાઇવેટ સેન્ટર કાર્યરત છે.
આવતીકાલે ચંદ્રયાન 3 સ્પેસ ક્રાફ્ટનું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થશે. આ ઘટના ભારત માટે ઐતિહાસિક બનનારી છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશેષ તૈયારી કરી છે. સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 વિશાળ LED સ્ક્રીન પર કરવામાં આવશે સમગ્ર ઇવેન્ટનું જીવંત પ્રસારણ. ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સામાન્ય નાગરિકો પણ સાક્ષી બની શકે એ માટે આયોજન કરાયું છે. ચંદ્રયાન 3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો AMC ની LED સ્ક્રીન પર નિહાળી શકશે ગૌરવપૂર્ણ પળ. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી છે LED સ્ક્રીન.
ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટના કારણે 11 લોકોના મોત થયા છે. આ ઘટના સોમવારે શાનક્સી પ્રાંતના યાનઆન શહેરની સીમમાં બની હતી. પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, વિસ્ફોટ સમયે ખાણમાં કુલ 90 લોકો હાજર હતા.
રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના સહાયના ધોરણમાં સુધારો જાહેર કર્યો છે. એક જ રજિસ્ટ્રેશન ધરાવતી પાંજરાપોળ-ગૌશાળાને એક કરતાં વધુ સ્થાને ગૌશાળા-પાંજરાપોળના સંચાલન માટે મહત્તમ ૩ હજાર પશુની મર્યાદામાં સહાય આપશે. સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશે અને આ સહાયના નાણાં DBTથી અપાશે
કચ્છના ગાંધીધામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાંધીધામના ખોડીયારનગરમાં ઘર કંકાસને લઈને પિતા એ કરી પુત્રીની હત્યા હતી. પ્રાથમિક વિગતો અનુસાર, પિતાએ ઘર કંકાસના કારણે પુત્રીને ગળેટુંપો આપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ગાંધીધામ એ ડીવીઝન પોલીસે, ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે મંગળવારે બપોરે થયેલા એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહવા-અલવર હાઈવે પર ઉકરુંદ ગામ પાસે થયો હતો. જ્યારે એક ટ્રક મુસાફરોથી ભરેલી જીપ સાથે અથડાઈ. ઘાયલોને માહવા અને મંદાવરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે.
પંજાબના સંગરુરના લોંગવાલમાં સોમવારે ખેડૂતો અને પંજાબ પોલીસ વચ્ચે થયેલી અથડામણ બાદ પંજાબ પોલીસ હવે એક્શન મોડમાં છે. પોલીસે આ કેસમાં 18 ખેડૂતો અને 35 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કામમાં અવરોધ, ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરવા જેવી કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, મધ્યપ્રદેશમાં ગેરકાયદેસર સરકાર છે. ભાજપે અમારા ધારાસભ્યોને ચોરી લીધા છે. તેઓ કહે છે કે તેઓએ તેમના સિદ્ધાંતો પર સરકાર બનાવી છે. તેઓ હંમેશા પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. અમે બંધારણ બચાવ્યું એટલે જ તેઓ વડાપ્રધાન બન્યા. તમે લોકોને EDનો ડર બતાવીને તમારી સરકાર બનાવી.
ભારતના ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઈકોન બનાવ્યો છે. ગુજરાતમાં ચેતેશ્વર પુજારાને આઈકન બનાવેલા હતા.
આણંદ કલેકટર કચેરીમાં સ્પાય કેમેરાથી શુટીંગ કરવાના કેસમાં આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓને રજૂ કરાયા હતા.
પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા નહોતા. જેથી ત્રણેય આરોપીના વકીલોએ જામીન અરજી રજુ કરીને જામીન માટે દલીલ કરી હતી. કોર્ટમાં 57 મિનિટ સુધી સામ સામી દલીલો ચાલી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજે આરોપીઓના જામીન નામંજુર કર્યા હતા. ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં 50 થી 60 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના ભાવ 15 કિલોના 3000 થી 3200 રૂપિયા જ્યારે 15 લીટરના 3060 થી 3100 રૂપિયા સુધી પહોંચ્યા છે. વેપારીના કહેવા પ્રમાણે સિંગતેલમાં હાલમાં ઓછી ડિમાન્ડ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણથી ઉઘાડ નીકળતા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક થઇ છે જ્યારે સ્ટોકિસ્ટો દ્રારા પણ મગફળી વેચાણ માટે બજારમાં આવતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે.
ભારતના ચૂંટણી પંચે ભારત રત્ન સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઈકોન બનાવ્યો છે.
Surat : સુરતના પૂર્ણા વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના કોર્પોરેટરોની આગેવાનીમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ વચ્ચે મેયર પાછલા દરવાજેથી નીકળતા નજરે પડ્યા હતા. આ સમગ્ર મામલે મેયર હેમાલી બોઘાવાલા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકિરયા સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
મોદી સરકારનો 8મો રોજગાર મેળો 28મી ઓગસ્ટે યોજાશે. 25થી વધુ રાજ્યોમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. 70000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.
Veraval: ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ CCTVમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના સરપંચ પ્રતિનિધિ અને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ અન્ય 4 ટોલ કર્મચારીઓ સામે પણ માર માર્યાની ફરિયાદ દાખલ થઈ છે. તમામ આરોપીઓ પર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
નૂહ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 61 FIR નોંધવામાં આવી છે અને 280 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા બદલ અત્યાર સુધીમાં 12 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને 1ની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છ: કોટેશ્વર નજીકથી પોલીસે વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે. કોટેશ્વર મંદિર નજીકથી બિનવારસી ચરસના 9 પેકેટ મળ્યા છે. ત્યારે આ મામલે નારાયણ સરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના દરિયાપુર લાખોટા પોળમાં છત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. મકાનના બીજા માળનું ધાબું ધરાશાયી થવાથી નીચે પાર્કિંગ કરેલા વાહનો પર પડ્યો હતો. કાટમાળ નીચે પડતા 4 વાહનોને નુક્શાન થયુ છે. મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
બોલિવૂડ એક્ટર અને સાંસદ સની દેઓલ આ દિવસોમાં તેની ફિલ્મ ગદર 2ને લઈને સતત ચર્ચામાં છે અને પોતાની નવી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ગદર-2 બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી રહી છે પરંતુ આ દરમિયાન સની દેઓલે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. ગુરદાસપુરથી બીજેપી સાંસદ સની દેઓલે જાહેરાત કરી છે કે તે વર્ષ 2024માં કોઈ ચૂંટણી લડવા માંગતો નથી, તેણે કહ્યું કે હું અત્યારે જે કરી રહ્યો છું તે એક અભિનેતા તરીકે પણ કરી શકું છું. રાજકારણ આપણા પરિવાર માટે નથી.
Chandrayaan 3: ચંદ્રયાન-3 (Chandrayaan 3) ચંદ્રની સપાટી તરફ આગળ વધી રહ્યું છે. ભારતના આ મિશન પર વિશ્વની નજર છે. ISRO 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે અમેરિકા અને યુરોપ જેવા દેશો ભારતના આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચંદ્રયાન-3 મિશનના સિગ્નલ મેળવવામાં બંને દેશોની સ્પેસ એજન્સીઓ પણ ઈસરોને મદદ કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. BRICS એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો બનેલો વિશ્વ અર્થતંત્રનો સમૂહ છે.
Published On - 6:20 am, Tue, 22 August 23