18 મેના મોટા સમાચાર: PM નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે જાપાન જશે, 6 દિવસમાં 3 દેશની મુલાકાત લેશે
આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે 18 મેને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
PM નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે જાપાન જશે, 6 દિવસમાં 3 દેશોની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી 6 દિવસ માટે ત્રણ દેશોના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ ત્રણ કોન્ફરન્સ (G-7, Quad અને FIPIC)માં ભાગ લેશે. સૌથી પહેલા તે જાપાન જશે, જ્યાં તે G-7 સમિટમાં ભાગ લેશે. આ સંમેલનમાં પીએમ મોદી સહિત અનેક દેશોના નેતાઓ ભાગ લેશે. ત્રણેય કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી લગભગ બે ડઝન નેતાઓ સાથે વાત કરશે અને તેમને મળશે.
આ દરમિયાન પીએમ મોદી ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. છ દિવસની મુલાકાત દરમિયાન (19-24), પીએમ મોદી ઉદ્યોગપતિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વિદ્વાનો અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. આ સિવાય વડાપ્રધાન સિડનીમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરશે.
-
Botad: યુવકને માર મારવાના કેસમાં પોલીસ કાર્યવાહી તેજ
બોટાદમાં 3 કોન્સ્ટેબલે માર મારતા યુવાનનું મોત થયાના આરોપને લઇ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ત્રણેય આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મી અમીરાજ બોરીચા, રાહીલ સીદાતર અને નિકુલ સિંધવે માર માર્યો હોવાથી યુવાનનું મોત થયાના આક્ષેપ બાદ ધરપકડ કરવામાં આવી. ત્રણેય આરોપી સામે IPC 302, 323 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ અધિકારી સમગ્ર મામલે ખુલાસો કરશે.
-
-
Rajkot: ભર ઉનાળે પાણીકાપ, 20 અને 21 મેએ 6 વોર્ડમાં નહીં આવે પાણી
રાજકોટ શહેરમાં ભર ઉનાળે બે દિવસ પાણીકાપ રહેશે. ભાદરથી રાજકોટ આવતી પાણીની પાઈપલાઈનમાં લીકેજ સમારકામની કામગીરીને પગલે તારીખ 20 અને 21મે શહેરમાં પાણીકાપ રહેશે. તારીખ 20 મે ના રોજ ગોંડલ રોડ ઉપર આવેલા વોર્ડ નંબર 13 પાર્ટ, વાવડી વિસ્તારમાં વોર્ડ 11 અને 12માં પાણી વિતરણ ઠપ્પ રહેશે. તારીખ 21ના રોજ ઢેબર રોડ પર આવેલા વોર્ડ નંબર 7,14 અને 17માં પાણી વિતરણ બંધ રહેશે. જેના કારણે બે દિવસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
-
રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના ધારાસભ્ય વી.વી. વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં અવસાન
રાજ્યકક્ષાના પૂર્વ કૃષિમંત્રી અને અમરેલીના ધારાસભ્ય વી.વી.વઘાસીયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયુ છે. અમરેલીના શેલણા-વંડા વચ્ચે કાર અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વઘાસીયાનું અવસાન થયુ છે. અકસ્માતની જાણ થતા રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીના અવસાનના સમાચાર મળતા રાજકીય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
-
Gujarat News Live: PM મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને બિલ્ડિંગને સમર્પિત કરવા વિનંતી કરી હતી. 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ નવા સંસદ ગૃહમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા છે. તેના ત્રણ મુખ્ય દરવાજા છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. PM મોદીએ 2020માં નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. આ નવા સંસદ ભવનમાં કોન્સ્ટિટ્યુશન હોલ, ડેમોક્રેટિક હેરિટેજ, ડાઇનિંગ એરિયા, પાર્કિંગ સ્પેસ જેવી સુવિધાઓ છે. ભારતીય બંધારણની મૂળ નકલ તેના બંધારણ સભાખંડમાં રાખવામાં આવી છે. તેમાં એક પુસ્તકાલય, અનેક મીટિંગ રૂમ છે.
-
-
Ahmedabad: સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો
રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જેમા સ્નાતક થયેલ અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અને અનુસ્નાતક થયેલા તેમજ ઈન્ટીગ્રેટેડ લર્નિંગ કોર્સ કરેલા તમામ ઉમેદવારો ધોરણ 9થી 12 માટે TATની પરીક્ષા માટે માન્ય ગણાશે. સરકારે ટાટ આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અનુ સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ કોર્સ કરેલા ઉમેદવારો ધોરણ 11, 12 માટેની TATની પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં જે સુધારો કર્યો છે તે મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની લાયકાતની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.
-
સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં વિપક્ષનો જમાવડો રહેશે, જાણો કોને આમંત્રણ આપવામાં આવ્યું
કર્ણાટકમાં કોંગ્રેસની જોરદાર જીત બાદ હવે કોંગ્રેસને સીએમનો ચહેરો પણ મળી ગયો છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સીએમ તરીકે શપથ લેશે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ બંને નેતાઓનો શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બેંગલુરુમાં યોજાશે. આ દરમિયાન કોંગ્રેસ ભાજપને વિપક્ષની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસ દ્વારા સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી, એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવશે.
-
Surat: રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની અનોખી પહેલ
સુરતમાં કામરેજ વિસ્તારમાં દર ચોમાસાએ પાણી ભરાવાની વિકટ સમસ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન અહીં સર્વિસ રોડ તેમજ આસપાસની 20 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહે છે. આ પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હાલ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. એકતરફ આકાશમાંથી સૂરજ અંગારા વરસાવી રહ્યો છે અને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવી સ્થિતિમાં શ્રમિકો દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ રહી છે. ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ શ્રમિકોની મુલાકાત લીધી હતી. તેમને ઠંડુ પાણી પીવડાવી શાલ ઓઢાડી તેમને સન્માનિત કર્યા હતા. આ સાથે તેમણે ડ્રેનેજ લાઈનનું કામગીરીનું નિરીક્ષણ પણ કર્યુ હતુ. આકરા તાપ વચ્ચે શ્રમિકોની કામગીરીને બિરદાવી હતી.
-
Gujarat News Live: ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 15 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 18 મેના રોજ કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 200ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 124એ પહોંચી છે.જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 25 દર્દી સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 18 મેના રોજ કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 200ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 124એ પહોંચી છે.જેમાં અમદાવાદમાં 08, ગાંધીનગરમાં 02, સુરતમાં 03, દાહોદમાં 01, વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 25 દર્દી સાજા થયા છે.
-
Surat : ધીરેન્દ્ર શાસ્ત્રીના 26 અને 27 મેએ યોજાનાર દરબારને લઈ MLA સંગીતા પાટીલનું નિવેદન આવ્યું સામે
બાગેશ્વર દિવ્ય દરબાર કાર્યક્રમમાં સંદર્ભમાં કોંગ્રેસે બાવાઓના નામે મતની ખેતી કરવાનો આક્ષેપ લગાવતા, સંગીતા પાટીલે કહ્યું હમણાં ચૂંટણી પણ નથી અને કોંગ્રેસને સારા કામ કરવા પણ નથી. બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે તે પહેલા અનેક વિવાદો ઊભા થઈ રહ્યા છે. પહેલા તો અંધશ્રદ્ધાને લઈને આક્ષેપો શરૂ થયા હતા હવે રાજકીય આક્ષેપ પણ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી હોતા ત્યારે આવા બાવાઓને મેદાનમાં ઉતારીને મતની ખેતી કરી લેતા હોય છે.
-
Rajkot: ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન, જાણો ક્યારે થશે ભરતી
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચ્યા હતા જ્યાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત આવાસનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. આ દરમાયન રાજકોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. પોલીસ ભરતીને લઈ કેટલાય લોકોને મૂંઝવણ હતી કે ક્યારે સરકાર ભરતી પ્રક્રિયા યોજશે. પરંતુ આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેના પર મોટું નિવેદન આપ્યું છે. સપ્ટેમ્બર બાદ પોલીસની ભરતી યોજાશે તેવી જાહેરાત હર્ષ સંઘવીએ કરી છે.
-
Gujarat News Live: સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહ માટે નીતિશ, મમતા, સ્ટાલિનને મળ્યું આમંત્રણ
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, પીડીપી વડા મહેબૂબા મુફ્તી, એનસીપી વડા શરદ પવાર, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના સીએમ સ્ટેનિલને આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને હજુ સુધી આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.
-
રાજ્યમાં 13 જિલ્લામાં નવી GIDC સ્થાપવા પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ માટે રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની સાથોસાથ રોજગારી પણ વધે તે માટે નવી ઔધોગિક વસાહતો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યાં આગામી સમયમાં 13 જિલ્લામાં નવી 21 નવી GIDC શરૂ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ GIDCની પ્રી ફિઝીબિલીટી રિપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે દ્વારા આપી દેવાઈ છે.
-
બાગેશ્વર ધામ સરકારના વિરોધને લઈ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે TV9 ની ખાસ વાતચીત
હાલમાં ધિરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસને લઈ ઠેર ઠેર વિરોધના ભણકારા વાગી રહ્યા છે. પરંતુ બીજી તરફ કેટલીક સંસ્થાઓ ધિરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં પણ આવી છે. ત્યારે હાલમાં ચાલી રહેલો બાગેશ્વર ધામ સરકારનો વિરોધ જેને લઈ TV9 એ જાણીતા કથાકાર દેવકીનંદન શાસ્ત્રી સાથે ખાસ વાતચીત કરી છે. મહત્વનુ છે કે ધર્મને લઈ જ્યાં સવાલો ઊભા થતાં હોય ત્યાં ત્યાં દેવકી નંદન શાસ્ત્રીએ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે હાલ બાગેશ્વર ધામ સરકારના થઈ રહેલા વિરોધને લઈને પણ દેવકી નંદાન શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી છે. Tv9 સાથે કરેલી ખાસ વાતચીતમાં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ભાઈ ગણાવ્યા. હિન્દુ રાષ્ટ્ર નહીં બને તો 100 કરોડ લોકોનું નુકસાન થશે એ નિશ્ચિત છે તેવું પણ શાસ્ત્રીએ જણાવ્યુ હતું.
-
Gujarat News Live : કિરેન રિજિજુ બાદ રાજ્યકક્ષાના મંત્રી એસપી બઘેલના વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો
મોદી કેબિનેટ મંત્રી કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવ્યા બાદ હવે રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમને કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના સ્થાને આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
-
Narmada : આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર
આવતીકાલથી ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે. સાંજે 4 વાગ્યાથી કેવડિયામાં 10મી શિબિરનો પ્રારંભ થવાનો છે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શરૂઆત થશે. ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો (Chintan Shibir) શુભારંભ કરાવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity ) કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો જોડાશે.
-
રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટની આગાહી
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાનું હવામાન વિભાગે (Meteorological department) જણાવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારો નહીં થાય. ગુજરાતમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. તો અમદાવાદમાં (Ahmedabad) 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.
-
પાકિસ્તાન છોડો અથવા આર્મી એક્ટનો સામનો કરો, પાકિસ્તાન સરકારે ઈમરાનને આપ્યા બે વિકલ્પ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સામે હવે માત્ર બે જ વિકલ્પ બચ્યા છે. પ્રથમ, તેણે હાલ પૂરતું પાકિસ્તાનનું રાજકારણ છોડીને ચુપચાપ લંડન જવું જોઈએ અથવા બીજું, તેણે પાકિસ્તાનમાં રહીને આર્મી એક્ટ હેઠળ બનેલા કેસનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેમને જેલ પણ જવું પડી શકે છે. શાહબાઝ શરીફ સરકારે ઈમરાન ખાનને આ બંને વિકલ્પો ઓફર કર્યા છે. હાલમાં ઈમરાન પોતાની પાર્ટીના નજીકના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે.
-
બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા, મનીષ દોશીએ બાબાને પૂછ્યા 10 સવાલ, તો હેમાંગ રાવલે ટ્વીટ કરીને આપ્યુ સમર્થન
બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) 26 મેથી 2 જૂન સુધી ગુજરાતમાં રહેવાની છે અને દિવ્ય દરબાર યોજવાના છે. ત્યારે બાબા બાગેશ્વર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં (Congress) ફૂટ પડી હોવાનું સામે આવ્યુ છે. એક તરફ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ બાબાને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. તો બીજી તરફ થોડા મહિના પહેલા જ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરીને બાબા બાગેશ્વરને સમર્થન આપ્યુ હોવાનું સામે આવ્યુ છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પ્રથમવાર કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બાબા બાગેશ્વરને સણસણતા 10 સવાલ પૂછ્યા છે. જે નીચે મુજબ છે.
-
કાશ્મીર: G20 બેઠક માટે ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે
કાશ્મીરમાં યોજાનારી G20 બેઠક માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ADGP કાશ્મીર વિજય કુમારે કહ્યું કે જે બેઠક યોજાવા જઈ રહી છે તે પ્રવાસન સાથે સંબંધિત છે. આ બેઠક 22 મે થી 24 મે દરમિયાન યોજાશે. તેનાથી અહીં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે અને લોકોને ફાયદો થશે. આ માટે અમે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે, અમે ત્રણ સ્તરીય સુરક્ષા પ્રદાન કરીશું.
-
જાતિ ગણતરી: બિહાર સરકારે SCમાં કહ્યું સર્વે 10 દિવસમાં પૂર્ણ થશે
બિહારમાં સર્વોચ્ચ અદાલતમાં જાતિ ગણતરીના મામલાની સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ રાજેશ બિંદલની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. બિહાર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે આ મામલામાં સમગ્ર પક્ષને સાંભળ્યો નથી. હાઇકોર્ટે તરત જ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. બિહાર સરકારે કહ્યું કે સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 10 દિવસનો સમય આપવો જોઈએ જેથી કરીને સર્વે પૂર્ણ કરી શકાય.
-
જામનગરમાં પોસ્ટ વિભાગના અધિકાર પર મિલિભગતનો આક્ષેપ, પોસ્ટ વિભાગે શરુ કરી ખાતાકીય તપાસ
જામનગરમાં ( Jamanagar ) પોસ્ટ વિભાગના કર્મચારીઓ પર બેદરકારી અને મિલિભગતનો આક્ષેપ થયો છે. જામનગરના એક વકીલનો આક્ષેપ છે કે, તેમણે તેમના ક્લાઇન્ટ મારફતે ચેક રિટર્નની ત્રણ નોટિસ ઇશ્યુ કરી હતી. જેમાં તેમણે નાણા લેવાના બાકી હતા. આ ત્રણેય નોટિસમાં જે તે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાનો ઉલ્લેખ કરીને પોસ્ટ વિભાગે નોટિસ પરત મોકલી હતી.
જો કે, જે તે વ્યક્તિ હજુ હયાતમાં છે. અને તેઓ કામ ધંધો પણ કરે છે. આ મામલો સામ આવતા વકીલે પોસ્ટ વિભાગને ફરિયાદ કરી છે. પોલીસ વિભાગે ખાતરી આપી છે કે, આ મામલે ખાતાકીય તપાસ કરવામાં આવશે. અને જો કોઇની મિલિભગત સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
-
ગુજરાતમાં જીરુ બાદ હવે વરિયાળીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું, જાણો કેવી રીતે કરાતી હતી ભેળસેળ
મોરબી(Morbi) જિલ્લાના હળવદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વરિયાળીમાં(Variyali) થતું ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં વરીયાળી અને કલરનો મળી રૂપિયા 1. 13 કરોડની કિંમતનો આશરે 59 હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. તેમજ અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પરીક્ષણ દરમિયાન ખાદ્યપદાર્થોમાં કોઈ ભેળસેળ જણાય તો તેવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
-
Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ
Gujarat 12th General Stream Result Date 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરે તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર 25 મે થી 5 જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જેથી તેનું પરિણા મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.યા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 2023 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
-
સિદ્ધારમૈયા અને શિવકુમાર આજે બપોરે 3 વાગ્યે દિલ્હીથી બેંગ્લોર જશે
સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી હશે. જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી હશે. સિદ્ધારમૈયા, શિવકુમાર અને રણદીપ સુરજેવાલા આજે બપોરે 3 વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હીથી બેંગ્લોર જશે.
-
નોકરી માટે જમીન કૌભાંડ: રાબડી દેવી ED ઓફિસ પહોંચી, પૂછપરછ થશે
જમીન-નોકરી કૌભાંડમાં આજે રાબડી દેવીની પૂછપરછ થવાની છે. તે દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી ગઈ છે.
-
Maharashtra: મહારાષ્ટ્રમાં ફરી હંગામો, ટોળાએ લગ્નની ‘જાન’ પર પથ્થરમારો કર્યો, પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો
Maharashtra Violence: મહારાષ્ટ્રના બુલઢાણામાં ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ એક લગ્નની જાન પર પથ્થરમારો કર્યો, જેના પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે લગ્નની જાન એક વિસ્તારમાંથી નીકળી રહ્યું હતું, ત્યારે ડીજે પર કંઈક એવું ગીત વગાડવામાં આવી રહ્યું હતું જે તે વિસ્તારમાં રહેતા લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું હતું, આનો વિરોધ કરીને તેઓએ લગ્નની જાન પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે હિંસા રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે અને પોલીસે 30 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ સાથે પોલીસે 15 લોકોની અટકાયત કરી છે.
-
મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, મંદિર પર લાગતા ટેક્સને કર્યો નાબૂદ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં હિંદુ મંદિરોને લઈને આપેલું વચન પાળ્યું છે. એપ્રિલ 2023માં તેમણે જાહેરાત કરી હતી કે મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં. પૂજારીઓ મંદિરની જમીનોની હરાજી કરી શકશે, કલેક્ટર નહીં. આ સાથે તેમણે ખાનગી મંદિરોના પૂજારીઓને સન્માનજનક માનદ વેતન આપવાની વાત પણ કરી હતી. લગભગ એક મહિના પછી, તેમની સરકારે આ નિર્ણયોને મંજૂરી આપી છે.
-
સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં જલ્લીકટ્ટુની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણેય રાજ્યો દ્વારા આ અંગે કરવામાં આવેલા સુધારા માન્ય છે. તે ક્રૂરતા નથી, તે સંસ્કૃતિ સાથે સંબંધિત છે. અરજીકર્તાઓએ આ રમતોને મંજૂરી આપતા રાજ્યના કાયદાઓની માન્યતાને પડકારી હતી. કહેવાય છે કે આ ગેમ્સમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા છે.
-
20 મેના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, કોંગ્રેસ બતાવશે પોતાની તાકાત
સિદ્ધારમૈયા 20 મેના રોજ સીએમ તરીકે શપથ લેશે. તેમની કેબિનેટમાં કોણ સામેલ થશે તેમના નામ પણ લગભગ નક્કી થઈ ગયા છે. હાઈકમાન્ડની મહોર હજુ મળવાની બાકી છે. બાકીના શપથ ગ્રહણ સમારોહમાં સમગ્ર ગાંધી પરિવાર હાજર રહેશે. તે પણ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે. આ જીત સાથે કોંગ્રેસની નજર આગામી વર્ષની લોકસભા ચૂંટણી પર છે.
-
જમ્મુ અને કાશ્મીર: પુંછમાં આતંકવાદી ઠેકાણામાંથી વિસ્ફોટકો મળી આવ્યા, નાશ કરવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પુંછમાં આતંકવાદી ઠેકાણામાંથી IED અને અન્ય વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આ વિસ્ફોટકોનો નાશ કરવામાં આવ્યો છે.
-
દાહોદમાં ખાનગી ફાઇનાન્સ ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ
ગુજરાતના(Gujarat) દાહોદમાં (Dahod) ખાનગી ફાઇનાન્સ ઓફિસમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો(Cricket betting) પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે રેડ કરી ખાનગી ફાઇનાન્સની ઓફિસમાં ચાલતા IPLક્રિકેટ સટ્ટાને ઝડપી પાડ્યો છે.પોલીસે રેડ દરમિયાન નગલપાલિકાના સભ્ય ઇસ્તિયાક ખલી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
આ આરોપીઓ જોડેથી પોલીસ 3 લાખ રોકડ, 19 મોબાઈલ, 2 લેપટોપ, બે બાઇક સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓ કેટલા સમયથી સટ્ટો ચલાવતા હતા અને અન્ય સટ્ટાકાંડમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
-
Gold Hallmarking : સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, હવે ID ના સ્થાને લાયસન્સ નંબર દેખાશે
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના દાગીનાના હોલમાર્કિંગ(Hallmarking)ને લઈને મોટો ફેરફાર કર્યો છે. જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવતી સતત માંગને ધ્યાનમાં રાખીને BISએ આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે BIS કેર એપમાં 6-અંકનો હોલમાર્કિંગ આઈડી નંબર દાખલ કરવા પર,હોલમાર્કિંગ કરનાર જ્વેલરનું નામ દેખાશે નહીં પરંતુ તેના બદલે તેનો લાઇસન્સ નંબર દેખાશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે.જ્વેલર્સ એસોસિએશન્સ દ્વારા સતત ફેરફારોની માંગણીઓને લઈને ભારતીય માનક બ્યુરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
-
મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે !
મુંબઈઃ લોકસભા ચૂંટણીની સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે. પીએમ મોદીની લોકપ્રિયતાને જોતા રાજ્ય સરકાર એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ અંગે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. જ્યાં શ્રમિકો, બૌદ્ધિકો ઉપરાંત તેઓ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મળીને સ્ટોક કરી રહ્યા છે.
-
ઓડિશા: PM મોદી આજે પુરી અને હાવડા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓડિશામાં રૂ. 8000 કરોડથી વધુની કિંમતની અનેક રેલ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પીએમ પુરી અને હાવડા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે.
-
હીરા દલાલ પ્રદીપ ધામેલિયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
સુરતમાં(Surat)હીરા (Diamond) કાઢીને ખાંડ, માટી અને ચણા દાળ મૂકનાર દલાલ સામે વધુ 1 ગુનો નોંધાયો છે. કતારગામના હીરા દલાલ પ્રદીપ ધામેલિયા સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે 9 લાખના 38 કેરેટ હીરા લઈને ફરાર થઈ ગયો હતો. કતારગામની સત્યમ સોસાયટીમાં રહેતા પ્રદીપ ધામેલિયા એક પાર્ટીને હીરા બતાવવા લઈ ગયો હતો.
આ દરમિયાન તેણે પેકેટમાંથી હીરા કાઢી લીધા હતા અને અંદર ચણા દાળ, ખાંડ, માટી ભરી દીધા હતા.પછી હીરાના પેકેટને સીલ બંધ કરી વેપારી સાથે સોદો નક્કી કર્યો હતો અને પેકેટ આપી દીધું હતું. અગાઉ પણ દલાલે બે પેકેટમાંથી 21 લાખના હીરા કાઢીને તેની જગ્યાએ ચણાની દાળ, ખાંડ અને માટી ભરી દીધી હતી.
-
બોટાદ અને જસદણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો
રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ( Rain ) વરસ્યો હતો. ગઢડામાં અચાનક ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે અડધો ઈંચ વરસાદ વરસતા ચોમાસા જેવા માહોલ સર્જોયો હતો.
-
Mumbai Terror Attack: 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, યુએસ કોર્ટે મંજૂરી આપી
અમેરિકાની એક અદાલતે 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ભારત માટે આ એક મોટી જીત છે. રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારતીય સત્તાવાળાઓએ રાણા પાસેથી 2008ના મુંબઈ હુમલાની તપાસની માંગ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે તે હુમલામાં રાણા પણ સામેલ હતો. NIA આ મામલાની તપાસ કરી રહી છે.
-
Jamnagar : ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં સ્ટાફની અછતની ફરિયાદ, સંલગ્ન કોલેજોના કામોમાં વિલંબ
જામનગરમાં (Jamnagar) આવેલી ગુજરાતઆર્યુવેદ યુનિવર્સિટીમાં( Gujarat Ayurved University) 35 ટકાથી પણ ઓછો સ્ટાફ છે. જેના કારણે હાજર કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. તેમજ રાજયમાં જોડાયેલી 27 કોલેજને પડતા કામમાં વિલંબ અને અનિયમિયતા રહે છે. કુલ 58 જગ્યાઓ સામે માત્ર 14 જગ્યાઓ ભરાયેલ છે. આર્યુવેદનો વ્યાપ છેલ્લા કેટલા સમયથી વધ્યો છે અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી માંથી કેટલોક ભાગ અલગ કરીને તેને રાષ્ટ્રીય દરજજો પણ મળ્યો છે. પરંતુ બીજી તરફ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું મહત્વ ઘટ્યુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.
-
ઈટાલીમાં ભારે વરસાદે તબાહી મચાવી, 8ના મોત, હજારો લોકોનું સ્થળાંતર
ઈટાલીના ઉત્તરીય એમિલિયા રોમાગ્નામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે અને હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
-
દિલ્હી-NCRમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા
મોડી રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
#WATCH दिल्ली: राष्ट्रीय राजधानी के कुछ हिस्सों में तेज हवाओं और बिजली चमकने के साथ तेज़ बारिश हुई। वीडियो विजय चौक इलाके से है। pic.twitter.com/lvLD70Axjn
— ANI_HindiNews (@AHindinews) May 17, 2023
-
બોટાદ અને જસદણ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો
રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ( Rain ) વરસ્યો હતો. ગઢડામાં અચાનક ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો. ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે અડધો ઈંચ વરસાદ વરસતા ચોમાસા જેવા માહોલ સર્જોયો હતો.
-
સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર બનશે ડેપ્યુટી સીએમ, 20ના રોજ શપથ ગ્રહણ
Karnataka Next CM Siddaramaiah: કર્ણાટકના મુખ્યપ્રધાન પદને લઈને 13 મેથી ચાલી રહેલ ઝઘડાનો અંત આવ્યો છે. કોંગ્રેસે ફરી એકવાર સિદ્ધારમૈયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. રાજ્યમાં કોંગ્રેસની જંગી જીત બાદ બંને નેતાઓ મુખ્યમંત્રીની ખુરશીનો દાવો કરી રહ્યા હતા. જ્યારે સિદ્ધારમૈયાએ ધારાસભ્યોના સમર્થનનો ખુલ્લેઆમ દાવો કર્યો હતો, ત્યારે ડીકે શિવકુમાર પણ મીડિયામાં નિવેદનો આપતા જોવા મળ્યા હતા.
-
Gujarat Weather Forecast : રાજ્યમાં આજે ગરમીથી આંશિક રાહત મળશે, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
હવામાન વિભાગની આગાહી (Meteorological Department) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 53% રહેશે.આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે 49% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 41 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે.
-
અમરેલીમાં ભર ઉનાળે વરસાદી માહોલ, સાવર કુંડલાના અનેક ગામોમાં વરસાદ
ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલા તાપમાન વચ્ચે અમરેલીમાં(Amreli) સાવરકુંડલામાં કમોસમી વરસાદ(Rain) પડ્યો છે. જેમાં સાવરકુંડલાના વિજપડી, મોદા, મઢડા,જુના સાવરમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભુવા,ઘાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જ્યારે આ ઉપરાંત બે દિવસ અગાઉ અમરેલીના બાબરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે નીલવડા, વાવડા, દરેડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીલવડા ગામના બજારમાં પાણી વહેતા થયા હતા. જો કે ભર ઉનાળે ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો
જો કે આ ઉપરાંત રાજ્યમાં બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બપોર બાદ સાંજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવન સાથે કોઠી અને દેવપર ગામે વરસાદ પડ્યો હતો. અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
-
મહેસાણાના ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની ફેક્ટરીનો પર્દાફાશ, 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણાના(Mehsana) ઊંઝાના સૂણોક નજીકથી નકલી જીરાની(Cumin) ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરી ગોળની રસીમાં ભેળવી નકલી જીરું બનાવાતું હતું.આ સાથે અસલી જીરુંમાં નકલી જીરું મિક્સ કરી ઉત્તરપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં વેચાણ કરાતું હતુ.નકલી જીરુંની ફેક્ટરી પર સૌપ્રથમ ગાંધીનગર ફૂડ વિભાગની ટીમે રેડ પાડી 20 હજાર 596 કિલો નકલી જીરું સહિત 11.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
આ રેડ દરમિયાન મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પણ રેડ કરી.જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતા જ ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્યાંથી રવાના થઇ ગઇ બાદમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 3 હજાર 996 કિલો નકલી જીરું સહિત 2.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Published On - May 18,2023 7:07 AM