પંચમહાલ: જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી DAP ખાતરની ભારે અછતથી ખાતર લેવા માટે આવતા ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે. DAP ખાતર ન હોવાથી ખેડૂતોને હાલ NPK નામનું ખાતર અપાઈ રહ્યું છે. હાલ રવિ સીઝનના પાકના વાવેતરનો સમય હોવાથી DAP ખાતરની માગ વધુ છે. રવિ પાકના વાવેતર સમયે જ DAP ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
પાટણ: GMERS મેડિકલ કોલેજ રેગિંગ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઈ છે. પોલીસે રેગિંગની ઘટના મુદ્દે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. GMERS મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતકના વાલીઓએ રેગિંગ કર્યાનો આરોપ લગાવ્યા હતો.
ગીરસોમનાથઃ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ફરી હોબાળો કર્યો. જણસીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ ન મળતાં હોવાને લઈ હોબાળો કર્યો. ખેડૂતોના હોબાળાને પગલે આજે ફરી માર્કેટિંગ યાર્ડની હરાજી બંધ કરવામાં આવી છે. અગાઉ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચઃ અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. સુરત તરફ જતી લેનમાં વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામ થયો. 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકો ભારે પરેશાન થયા છે.
નાઇઝીરિયા બાદ વડાપ્રધાન મોદી બ્રાઝીલ પહોંચ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું. જી-20 શિખર સંમલેનમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. સમિટમાં જળવાયુ પરિવર્તથી લઇને અનેક મુદ્દા પર ચર્ચા થશે.
ગાંધીનગર: સેકટર 28ના બગીચામાં ટ્રેનમાં બેસવા મુદ્દે થઈ મારામારી. ટ્રેન ચાલકે ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેન ચલાવતા બાળક પડી જતાં મામલો ગરમાયો. ટ્રેન ચાલકે અમદાવાદના બે સહેલાણીને છરીના ઘા માર્યા. જુહાપુરા ખાતેથી ગાંધીનગર સેકટર 28 બગીચામાં ફરવા આવેલા 16 જેટલા સહેલાણી પૈકી 2 પર હુમલો થયો.
વડાપ્રધાન મોદી બ્રાઝિલના રિયો ડી જેનેરિયો પહોંચ્યા છે. જ્યાં જી-20 સંમેલનમાં જળવાયુ પરિવર્તન પર થશે ચર્ચા. દિલ્લી એનસીઆર બન્યું ગેસ ચેમ્બર, AQI 481ને પાર પહોંચ્યો છે. દિલ્લીમાં નિર્માણ કાર્ય પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થશે. પાટણની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગના કેસમાં જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયા. રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કોલેજની કાર્યવાહી. દાહોદમાં પરિણીતાનું રહસ્યમયી મોત થતાં પિયર પક્ષનો પતિએ હત્યા કરી હોવાનો આરોપ.. તો મહિલાએ આપઘાત કર્યાનો સાસરી પક્ષનો દાવો.. અમદાવાદમાં નકલી લવાદ જજ મોરીસ ક્રિશ્ચિયન પર કસાતો ગાળીયો.. કારંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો.. ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે દર્શાવ્યા.