15 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી, 23 નવેમ્બરે જાહેર થશે પરિણામ

|

Oct 15, 2024 | 10:25 AM

આજ 15 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

15 ઓક્ટોબરના મહત્વના સમાચારઃ મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી, 23 નવેમ્બરે જાહેર થશે પરિણામ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 15 Oct 2024 03:55 PM (IST)

    મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી

    મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર આ 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

  • 15 Oct 2024 03:04 PM (IST)

    ગુજરાતની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર જાહેર થઈ શકે છે પેટાચૂંટણી

    ગુજરાતની ખાલી બે વિધાનસભા બેઠકો પૈકી એક બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. વાવના ધારાસભ્ય ગેનીબેન સાંસદ બનતા બેઠક ખાલી થઈ હતી. તો ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ત્યારે આ બંને પૈકી વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.


  • 15 Oct 2024 01:53 PM (IST)

    વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો કરાયો પર્દાફાશ

    વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરાયો છે. થાઇલેન્ડની યુવતીઓને બોલાવી વડોદરામાં કરાવાતો હતો ગોરખધંધો. ડમી ગ્રાહકે કોલ કરતા જ પોલીસ ત્રાટકી અને મેનેજરની ધરપકડ કરી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા બે ડમી ગ્રાહકો મોકલીને દેહ વ્યાપારના સમગ્ર કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. જેતલપુર રોડના Davinci saloon and spa માં બાતમી મળતા દરોડા પાડીને સ્પાની આડમાં ગોરખધંધો ઝડપી પાડવામાં આવ્યો છે.

  • 15 Oct 2024 01:34 PM (IST)

    સુરત SOGએ ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો કર્યો પર્દાફાશ, પાકિસ્તાન અને ચાઈના સાથે છે કનેકશન

    સુરત SOGએ ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હવાલાથી રૂપિયા સુરત લાવીને USDT થી પરત મોકલવામાં આવતા હતા. SOG દ્વારા કેટલાક ઈસમોની આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડમાં પાકિસ્તાન અને ચાઈના સાથેનું કનેક્શન નીકળ્યું છે. SOG દ્વારા મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે. રોજના કરોડો રૂપિયાની હવાલા મારફતે ફેરાફેરી કરવામાં આવતી હતી.

  • 15 Oct 2024 01:06 PM (IST)

    ગીર ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે સંઘ પરિવારનું ભારતીય કિસાન સંઘ મેદાને, કહ્યું-ખેડૂતોના મુદ્દે અમે કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવા તૈયાર

    ગીર ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે સૌરાષ્ટ્રના અનેક ગામના ખેડૂતોએ સંબધિત વિભાગોમાં ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમાં કોઈ ઉકેલ ના આવતા હવે આ મુદ્દે સંઘ પરિવારનું ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘે જાહેરાત કરી છે કે, ગીર ઇકો સેન્સેટિવ ઝોન અમારી વાત નહીં સાંભળે તો આંદોલન કરાશે. વરસાદમાં ખેડૂતોને નુકસાન થાય તો સરકાર ટેકો કરે છે સહાય નથી ચૂકવતી. સર્વે કરવામાં પણ વિલંબ થાય છે તેવી ખેડૂતોની ફરિયાદ છે.

     

    કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમે આંદોલનો કર્યા જ છે. ખેડૂતોના મુદ્દે અમે કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવા પણ તૈયાર છીએ. કિસાન સંઘ અલગથી ચોકો ઉભો કરી આંદોલન કરશે. કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં કિસાન સંઘ સાથ નહીં આપે. ખેડૂતો કોઈ રાજકીય બેનર હેઠળ  આંદોલન ના કરે. કિસાન સંઘ સાથે જોડાયેલા ખેડૂતોને, કોંગ્રેસની કિસાન પંચાયતમાં જતા નહી રોકીએ તેમ કિસાન સંઘના નેતાઓએ કહ્યું હતું.


  • 15 Oct 2024 12:43 PM (IST)

    નવી ટેક્સટાઈલ પોલિસી 2047 માટે ટ્રમ્પકાર્ડ સાબિત થશેઃ હર્ષ સઘવી

    વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગુજરાતમાં ઉધોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે  ગુજરાત રાજ્યની નવી ટેકસટાઇલ પોલીસ જાહેર થશે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતે છેલ્લા 23 વર્ષ માં અનેક ઉપલબ્ધી હાંસલ કરી છે. નેશનનલ gdp ગ્રોથ કરતા ગુજરાત આગળ રહ્યું છે. 2022 -23 ની શરૂઆત માં 22.61 લાખ કરોડ gdp માં પહોંચ્યા છે. આપણું રાજ્ય દેશના કરોડો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બન્યું છે. આજે જે પોલિસી જાહેર થવાની છે એ 2047 માટે ટ્રમ્પ કાર્ડ બનવાનું છે.

  • 15 Oct 2024 12:18 PM (IST)

    મફત આપવાના ચૂંટણી વચનો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ

    ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા અપાતા મફત આપવાના વચનોને લઈને દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. તેમજ કોર્ટે આ અરજીને મૂળ અરજી સાથે જોડી દીધી છે. આ પહેલા ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે અરજી દાખલ કરી હતી.

  • 15 Oct 2024 11:35 AM (IST)

    વિરમગામમાં 200 રહેણાંક મકાન અને 10 મંદિર અને દરગાહ સહિતના દબાણો દૂર કરાયા

    અમદાવાદ જિલ્લામાં આવેલ વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બિનઅધિક્રૃત બાંધકામ દૂર કરવાની કામગીરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 5 જેસીબી મશીન અને 10 ટ્રેકટરની મદદથી 200 રહેણાંક મકાન અને 10 મંદિર અને દરગાહ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે, તંત્રની સુચના બાદ અનેક રહેણાંક મકાનોમા કરાયેલ ગેરકાયદે દબાણસ લોકોએ સ્વયંભૂ દૂર કર્યા હતા.

     

  • 15 Oct 2024 10:54 AM (IST)

    વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા, મેયર-સ્ટે. કમિટીના ચેરમેન સામે કાર્યવાહી કરવા કારેલી બાગ પોલીસમાં કરાઈ અરજી

    વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં એક વૃદ્ધને રખડતાં ઢોરે અડફેટે લીધા હતા. રખડતાં ઢોરની અડફેટે આવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વૃદ્ધના પુત્રે કારેલી બાગ પોલીસ મથકે અરજી કરીને વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

  • 15 Oct 2024 10:41 AM (IST)

    દાહોદ સરહદ નજીક MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાંથી 168 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું

    અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર નજીક આવેલ કંપનીમાં દિલ્હીની DRI ની MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાં દરોડા પાડીને 168 કરોડ રુપીયાનુ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મધ્યપ્રદેશના મેધનગર GIDCમા દવા બનાવતી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાથી 112 કિલો MD ડ્રગ્સ સહીત ચાર ઇસમોની  ધરપકડ કરાઈ છે. પાઉડર ફોર્મ, કેપ્સુલ ફોર્મ તેમજ ઇન્જેક્શન ફોર્મમાં બનાવવામાં આવતું હતું ડ્ર્ગ્સ. કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું સામે આવ્યું છે. કુલ ચાર લોકો પર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.

     

  • 15 Oct 2024 09:41 AM (IST)

    સુરતના કાપડના વેપારી ટ્રેડ મિલ પર ચાલતા જ હાર્ટ એટેકથી ઢળી પડ્યા

    હાર્ટ અટેકથી સુરતના કાપડ વેપારીનું મોત થયું છે. હાર્ટ અટેકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભટારના કાપડના વેપારી જિમમાં વહેલી સવારે ટ્રેડમિલ પર પહોંચ્યા ચાલી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા અને મોતને ભેટ્યા.

     

  • 15 Oct 2024 09:39 AM (IST)

    હોટેલ બનાવવા ખર્ચેલા 146 કરોડ વસૂલવા માટે સુરત એપીએમસીના પૂર્વ પ્રમુખ રમણ જાનીને નોટિસ

    સુરત એપીએમસીના પૂર્વ પ્રમુખ રમણ જાનીને, હોટેલ બનાવવા ખર્ચેલા 146 કરોડ વસૂલવા માટે કાનુની નોટિસ ફટકારવામાં આવી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સહરા દરવાજા સ્થિત જમીન પર ફાઈવ સ્ટાર હોટેલ બનાવવા આવી છે. હાઇકોર્ટમાં આ હોટેલ બાબતે કાર્યવાહી ચાલુ છે. આ મુદ્દે નિયામકે પૂર્વ પ્રમુખ રમણ નાથુભાઈ પટેલની (જાની) જવાબદારી ફિક્સ કરી રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. સત્તાની ઉપરવટ જઈને એપીએમસીની જગ્યા પર હોટેલ બનાવવા પાછળ ખર્ચેલા 146 કરોડ તેમની પાસે કેમ નહીં વસૂલવા તે માટે શો-કોઝ નોટિસ ફટકારી. 28મી ઓક્ટોબરના રોજ નિયામક સક્ષમ હાજર રહી રજૂઆત કરવા અલ્ટિમેટમ.

  • 15 Oct 2024 08:51 AM (IST)

    ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે

    ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ બોલાવી છે. પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બપોરના 3.30 કલાકે કરશે. ગુજરાત વિધાનસભાની બે બેઠક, વિસાવદર અને વાવ પૈકી આજે વાવ બેઠક માટે પેટાચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે.

  • 15 Oct 2024 08:38 AM (IST)

    છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, અમરેલીના બગસરામાં 3 ઈંચથી વધુ વરસ્યો વરસાદ

    ગુજરાતમાં ગઈકાલ સોમવારના સવારના છ વાગ્યાથી આજે મંગળવાર સવારના છ વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 3 ઈંચથી વધુ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારાકના ખંભાળિયા અને ભાણવડમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 15 Oct 2024 08:34 AM (IST)

    અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સના તાર વડોદરા સુધી પહોંચ્યા

    અંકલેશ્વરમાં પકડાયેલા ડ્રગ્સના તાર વડોદરા સુધી પહોંચ્યા છે. વડોદરાનો અમિત મૈસુરિયા ડ્રગ્સ પ્રકરણમાં મધ્યસ્થી હતો.
    3 ટકા લેખે 36 લાખ રૂપિયા કમિશન લીધું હતું. અમિતે ડ્રગ સપ્લાયર અને ડાયરેકટરની મીટીંગ કરાવી હતી. વાઘોડિયા રોડની રુદ્રાક્ષ એલિગ્ન્સમાં રહેતો હતો આરોપી અમિત મૈસુરિયા.

  • 15 Oct 2024 08:02 AM (IST)

    દોઢ વર્ષ બાદ અમદાવાદનો વિશાલા બ્રિજ વાહનચલાકો માટે ખુલ્લો મૂકાયો

    અમદાવાદ શહેરમાં સતત વકરતી ટ્રાફિક સમસ્યા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આશરે દોઢ વર્ષ બાદ વિશાલા બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાવામાં આવ્યો છે. વિશાલા બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવા અંગેના  TV9 નાં અહેવાલ બાદ સમારકામ શરૂ થયું હતું. 31-12-2024 નાં રોજ સમારકામ પૂર્ણ થવાની અવધિ હતી, પરંતુ તેના 2 મહિના અગાઉ જ બ્રિજ ખુલ્લો મૂકાયો છે. બ્રિજ ખુલ્લો થવાથી દાણીલીમડા, અંજલિ, વિશાલા, ગ્યાસપુર સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે.

     

  • 15 Oct 2024 07:28 AM (IST)

    સુરતના માંગરોળના સિયાળજ ગામ પાસે ટ્રકમાં લાગી આગ

    માંગરોળના સિયાળજ ગામ પાસે ટ્રકમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકના દાણા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. આગની ઘટનાને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયરની ટિમે આગને કાબૂમાં લીધી, જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થયાનાં સમાચાર નથી.

  • 15 Oct 2024 07:27 AM (IST)

    આણંદમા મહિલા બુટલેગર પાસેથી લાંચ લેતા ત્રણ પોલીસ કર્મી ઝડપાયા

    આણંદના પેટલાદમાં ACB ની ટ્રેપમાં ત્રણ પોલીસ કર્મી, મહિલા બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયા છે. મહિલા બુટલેગર પાસે રૂ 45 હજારની લાંચ મંગવામાં આવી હતી. વિદેશી દારૂના કેસમાં પોલીસકર્મીઓએ પતાવટ માટે લાંચ માંગી હતી. નડિયાદ ACBએ પંચો સાથે રાખીને સ્ટેશન ચોકીમાં બંધ બારણે કાર્યવાહી કરી હતી. ટ્રેપ સફળ રહ્યા બાદ લાંચિયા પોલીસ કર્મચારીઓને નડિયાદ લઈ જવાયા હતા.

  • 15 Oct 2024 07:23 AM (IST)

    ભરુચના ઝાડેશ્વર ચોકડી નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે ટકકર થતા એસિડ લીકેજ થયું

    ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 ઉપર, અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીકેજ થતા તંત્ર દોડતું થયું હતું. ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ટ્રક અને ટેન્કર વચ્ચે ટકકર બાદ ઘટના બની હતી. એસિડ લીકેજ સાથે ગેસની અસરની અનુભૂતિ થઈ હતી. ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે. ઘટના દરમિયાન ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક બંધ કરવાની ફરજ પડી હતી.

  • 15 Oct 2024 06:24 AM (IST)

    ટ્રુડોની શેખીઃ કેનેડિયન નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ પગલાં લેતા અચકાઈશું નહીં

    કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ કેનેડિયન નાગરિકોની સુરક્ષા માટે કોઈ પણ પગલાં લેવામાં અચકાશે નહીં.

આજે 15 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

Published On - 6:22 am, Tue, 15 October 24