The liveblog has ended.
-
14 Aug 2023 11:19 PM (IST)
PM મોદી આવતીકાલે સાંજે 7.33 કલાકે ભાષણ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 7.6 કલાકે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ અર્પણ કરશે. જે બાદ પીએમ સવારે 7.18 કલાકે લાલ કિલ્લાના લાહોર ગેટ પર પહોંચશે. PM 7:30 વાગ્યે લાલ કિલ્લાની પ્રાચી પર પહોંચ્યા બાદ ધ્વજ ફરકાવશે. આ પછી, 7:33 વાગ્યે રાષ્ટ્રને પીએમનું સંબોધન શરૂ થશે.
-
14 Aug 2023 10:21 PM (IST)
વડોદરાથી અમદાવાદ જઈ રહેલી ગુડ્સ ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો, 14 અને 15 ઓગસ્ટે અનેક ટ્રેનો કરાઇ રદ
- 14 ઑગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો
- ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ
- 15 ઑગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો
- ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20950 એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
- ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ
- આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 14 ઓગસ્ટ 2023 વડોદરા અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.
મુસાફરોને ઉપરોક્ત કેન્સલેશનને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે.
-
-
14 Aug 2023 09:12 PM (IST)
હિમાચલમાં મૃત્યુઆંક વધી શકે છેઃ CM સુખવિંદર સિંહ
હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. 20 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. વરસાદે અહીં જે તબાહી સર્જી છે તેમાંથી બહાર આવતાં અમને સમય લાગશે. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
-
14 Aug 2023 08:48 PM (IST)
નડિયાદ અમદાવાદ રેલવે ટ્રેક પર માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો
નડિયાદ અમદાવાદ રેલવે ટ્રેક પર કન્ટેનર ભરેલી માલગાડીમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ટેકનીકલ ખામી સર્જાતા માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો હતો. નેનપુર મેમદાબાદ વચ્ચે રેલવે ટ્રેક પર આ ઘટના બની છે. ઘટનાને લઈને તે ટ્રેક પર આવતી ટ્રેનોની અવરજવર અસર પડી છે. આ બાદ રેલવે વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને સહી સલામત ખસેડી રૂટને ફરી શરૂ કરવાની કામગીરી હાથ કરવામાં આવી.
-
14 Aug 2023 07:45 PM (IST)
Gujarat Live Updates : સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, કહ્યું- ભારત લોકશાહીની માતા છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે મને ખૂબ સારું લાગે છે કે દેશવાસીઓ સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે. સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિઓ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ, જે તેના પ્રકારનો સૌથી મોટો અને સૌથી વધુ ગતિશીલ છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો સમુદાય છે.
-
14 Aug 2023 07:11 PM (IST)
Gujarat Live Updates : હિમાચલમાં ભારે વરસાદથી મૃત્યુઆંક વધીને 43 થયો
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક વધી ગયો છે. અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 43 લોકોના મોત થયા છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 14, શિમલામાં 12, સોલાનમાં 10, સિરમૌરમાં 4, હમીરપુર, કાંગડા અને ચંબામાં 1-1 લોકોના મોત થયા છે.
-
14 Aug 2023 06:56 PM (IST)
Gujarat Live Updates : બાપુનગરમાં જનેતાની કરપીણ હત્યા કરીને પુત્રે પીધો એસિડ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક યુવાને તેની માતાની હથોડો મારીને હત્યા કરી છે. બાપુનગર ભક્તિનગર પાસેના મકાન નજીક બનાવ બન્યો છે. પુત્ર દારૂના નશાની ટેવ ધરાવતો હતો. માતાની હત્યા કરીને પુત્ર ફરાર થઈ ગયો છે. બાપુનગર પોલીસ ધટના સ્થળે પહોંચીને, વધુ તપાસ શરૂ કરી છે. માતા જીવીબેનની હત્યા કર્યા બાદ, પુત્ર વિનોદ પરમારે એસિડ ગટગટાવ્યું હતું. હત્યારો પુત્ર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
-
14 Aug 2023 05:54 PM (IST)
Gujarat Live Updates : યુએસ ડોલર સામે રૂપિયો 29 પૈસા ઘટીને 83.11 ની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો
સોમવારે ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 29 પૈસા ઘટીને 83.11 (પ્રોવિઝનલ) ની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ ઘટાડાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતી અને વિદેશમાં ડોલરની મજબૂતાઈ હતી. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વિદેશી ભંડોળના આઉટફ્લોનું પણ રૂપિયાના સેન્ટિમેન્ટ પર ભાર છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 83.04 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન 82.94ની ઊંચી અને 83.11ની નીચી સપાટીને સ્પર્શ્યા પછી, તે છેલ્લે તેના અગાઉના બંધ કરતાં 29 પૈસા ઘટીને 83.11 પ્રતિ ડોલર (પ્રોવિઝનલ) પર બંધ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો યુએસ ડોલર સામે 16 પૈસા નબળો પડીને 82.82 પર બંધ થયો હતો.
-
14 Aug 2023 05:24 PM (IST)
Gujarat Live Updates : રાષ્ટ્રગીત ગાવાની અન્યોને ના પાડનાર પોરબંદર નગીના મસ્જિદના મૌલવી જેલ હવાલે
પોરબંદરમાં ત્રણ યુવાનોને રાષ્ટ્રગીત ના ગાવા અને રાષ્ટ્રીય ધ્વજ ના ફરકાવવા કહેનાર પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી આખરે જેલમાં ધકેલાયો છે. પોરબંદર પોલીસે, મૌલવીના સાત દિવસની રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે મૌલવીના પોલીસના રિમાન્ડની અરજી નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર થતા હવે પોરબંદર પોલીસ સેશન્સ કોર્ટમાં અપીલ કરીને રિમાન્ડની માંગણી કરશે.
-
14 Aug 2023 03:44 PM (IST)
Gujarat Live Updates : જામકંડોરણાના દૂધીવદર નજીક ફોફળ નદી પરના કોઝવે પરથી ટ્રક પલટ્યો
જામકંડોરણાના દૂધીવદર નજીક આવેલ ફોફળ નદી પરના કોઝવે પર ટ્રક પલટી ગઈ છે. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ટ્રક પલટી મારતા કોઈ જાનહાનિ થઈ નથી. ફોફળ નદી પરના કોઝવે પરથી છેલ્લા દોઢ મહિનાથી સતત પાણી વહી રહ્યુ છે.
-
14 Aug 2023 03:27 PM (IST)
Gujarat Live Updates : પોરબંદરના રાતડી અને વિસાવાડા ગામે ચાલતી ગેરકાયદે ખાણ પર દરોડા
પોરબંદરના રાતડી અને વિસાવદર ગામે ગેરકાયદે ચાલતી ખાણો પર ખાણ ખનીજ અને ગ્રામ્ય DYSPએ પાડ્યા દરોડા હતા. બે ગામોમાં ગેરકાયદે ધમધમતી લાઇમ સ્ટોનની ખાણોમાં દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો છે. જેમાં 13 ચકરડી મશીન, 4 ટ્રેકટર અને 2 જનરેટર જપ્ત કરી કાર્યવાહી શરૂ કરાઇ છે.
-
14 Aug 2023 02:42 PM (IST)
Gujarat Live Updates : ઋષિકેશ જળબંબાકાર, પહાડી વિસ્તારોમાં ન જવા લોકોને અપીલ
ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. મોટાભાગના સ્થળોએ રસ્તાઓ બંધ છે અને પોલીસ અને SDRFની ટીમો એલર્ટ પર છે. ચમોલી અને ઉત્તરકાશી વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. ઋષિકેશમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે લોકોને પહાડી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે.
-
14 Aug 2023 02:14 PM (IST)
Gujarat Live Updates : ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી
હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના નથી. જો કે, રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આજે સોમવાર સવાર સુધીમાં, વર્તમાન ચોમાસામા અત્યાર સુધી 93 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 15 મી ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
-
14 Aug 2023 01:37 PM (IST)
અમદાવાદ: ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસ
- આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ થશે કમિટ
- આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ બંન્નેને કોર્ટરૂમમાં લવાયા
-
14 Aug 2023 01:29 PM (IST)
તાપી: વિવાદિત જમીન બાબતે મારામારીનો વીડિયો થયો વાયરલ
- ડોલવણ તાલુકાના ઘાણી ગામે આવેલ આશ્રમ શાળાની વિવાદિત જમીન બાબતે મારામારીનો વીડિયો થયો વાયરલ
- ડોલવણ તાલુકા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર અપશબ્દો બોલી લાકડી વડે ફરિયાદી સાથે મારામારી કરતો વીડિયો થયો વાયરલ
- જયેશ ધીરુભાઈ પરમાર એ ડોલવણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
- ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે બારડોલી ખસેડાયા હોવાની વિગત
- પોલીસ મથકે ધર્મેન્દ્રસિંહ સહિત અન્ય ચાર ઈસમો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
-
14 Aug 2023 12:57 PM (IST)
રાજકોટ: સાયબર ક્રાઇમ ACP વિશાલ રબારીનું નિવેદન
- 2 વર્ષથી સંપર્કમાં હતા અને લગ્ન કર્યા હતા
- પોર્નોગ્રાફી વીડિયો ઉતારી વેબસાઇટ પર અપલોડ કર્યા હતા
- આ ઘટના સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે
- પુત્રવધુનો વીડિયો ઉતારી વેબ કેમથી લાઈવ કરતા હતા
- અત્યાર સુધીમાં 10 વખત લાઇવ વીડિયો કર્યો છે
- પતિ-સસરા રૂપિયા કમાવવા વેબસાઇટ પર કરતા હતા અપલોડ
- જો આવું નહિ કરે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા
- CCTV કેમેરા, સેક્સ ટોય્સ અને એવા પ્રકારના કપડાં પોલીસે કબ્જે કર્યા
- ટોકનના ભાગ રૂપે રૂપિયા આવતા હતા
- ટોકન ભેગા થાય અને પછી ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થતા
- ક્રીપ્ટો કરન્સીથી પણ રૂપિયા આવતા હતા
-
14 Aug 2023 12:08 PM (IST)
હરિયાણા: મોરની પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન, તમામ રસ્તાઓ બંધ
હરિયાણાના પંચકુલાના મોરની પહાડી વિસ્તાર ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ભારે વરસાદને કારણે મોરની સાથે જોડાયેલા તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે કીચડ રસ્તાઓ પર આવી ગયો છે.
-
14 Aug 2023 12:05 PM (IST)
સુરત : કિન્નર સમાજ દ્વારા યોજાઈ તિરંગા યાત્રા, લોકોને તિરંગા અને બ્રોચનું વિતરણ પણ કરાયું
સુરતમાં કિન્નર સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો જોડાયા હતા આ ઉપરાંત સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભારત માતા કી જય ના નારા સાથે કિન્નર સમાજ દ્વારા લોકોને બ્રોચ અને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
-
14 Aug 2023 11:47 AM (IST)
હિમાચલમાં ત્રાહિમામ, સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત, ઉત્તરાખંડમાં ડિફેન્સ કોલેજ ધરાશાયી
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યો ફરી એકવાર ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. હિમાચલના સોલનમાં વાદળ ફાટવાના કારણે સાત લોકોના મોત થયા છે. રાજધાની શિમલામાં ભૂસ્ખલન બાદ 20 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. બીજી બાજુ, મંડીના પરાશરમાં બાગી પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે 250 થી વધુ લોકો ફસાયા છે. ઉત્તરાખંડની પણ આવી જ હાલત છે. ઉત્તરાખંડના માલદેવતામાં દેહરાદૂન ડિફેન્સ કોલેજની ઇમારત ધરાશાયી થઈ છે. અહીંના છ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
14 Aug 2023 11:05 AM (IST)
રાજકોટ: સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના દર્દીઓ પહોંચ્યા
- સરકાર અને નેફ્રોલોજીના ડોક્ટરો વચ્ચેની લડાઈમાં દર્દીઓ પરેશાન
- ડાયાલિસિસનો ચાર્જ 2,000માંથી ડોક્ટરોને 1650 આપવામાં આવતા ડોક્ટરો દ્વારા વિરોધ
- દર્દીઓને તેમના સગાઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- સિવિલ હોસ્પિટલ ખાતે નેફ્રોલોજી ડોકટરો ડાયાલિસિસ ન કરતા હોવાનો દર્દીઓનો આક્ષેપ
- ટેકનીશિયનો દ્વારા જ સિવિલમાં ડાયાલિસિસ થતું હોવાનો આક્ષેપ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા દર્દીઓએ પોતાની આપવીતી વર્ણવી
- દર્દીઓએ કહ્યુ, અમારું મૃત્યુ થાય તો તેના માટે જવાબદાર
- આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા ઘટાડવામાં આવ્યા
- નેફ્રોલોજી ડોક્ટરો પણ પોતાની માંગણીને લઈને અડગ
- 25 જેટલા દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા
-
14 Aug 2023 10:47 AM (IST)
ડિગ્રી વિના સ્વાસ્થ્ય વિશે જ્ઞાન આપવુ ભારે પડશે, થઈ શકે છે દંડ
જેઓ કોઈ પણ લાયકાત વિના સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે જ્ઞાન શેર કરે છે તેમને દંડ થઈ શકે છે. સરકારે આવા 1000 થી વધુ ઈન્ફલ્યુએન્સરની યાદી તૈયાર કરી છે.
-
14 Aug 2023 10:22 AM (IST)
જમ્મુ કાશ્મીરથી હથિયારો લાવી ગુજરાતમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ
- આસામ રાઈફલ્સના પુર્વ જવાન સહિત બે ઝડપાયા
- નિવૃત જવાન પ્રતીક ચૌધરી જમ્મુથી હથિયાર લાવી ગુજરાતમાં વેચતો
- છેલ્લા પાંચ મહિનામાં 10થી વધુ હથિયાર વેચ્યા હોવાની કબૂલાત
- નિવૃત જવાન પ્રતીક 4 લાખમાં હથિયાર લાવીને 12થી 16 લાખ સુધીમાં હથિયાર વેચી ચુક્યો છે
- પકડાયેલ આરોપી બિપિન હથિયાર લેવાં માટે ગ્રાહકો લાવતો હતો
- આરોપીને કમિશન પેટે 4 લાખ રૂપિયા મળતા
- નિવૃત જવાન પ્રતીક ચૌધરી આસામ રાઇફલસમાં અગાઉ ફરજ બજાવી ચુક્યો છે
- પોલીસે એક રિવોલ્વર, 12 કારતુસ અને ચાર ફોડેલા કારતુસ કબજે કર્યા
- હથિયાર વેચવાના રેકેટમાં બન્ને આરોપીની પૂછપરછ બાદ અનેક ખુલાસા થઈ શકે છે
-
14 Aug 2023 10:02 AM (IST)
કચ્છના ખાવડા નજીક ધરા ધ્રૂજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિમી દૂર નોંધાયુ
ગુજરાતમાં કચ્છમાં (Kutch) વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છના ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર દૂર નોંધાયુ છે.
-
14 Aug 2023 09:18 AM (IST)
હિમાચલ પ્રદેશ: સોલનમાં વાદળ ફાટ્યું, 7ના મોત
હિમાચલ પ્રદેશના સોલનના જાડોન ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ વધુ 2 મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક વધીને 7 થયો છે.
-
14 Aug 2023 08:53 AM (IST)
રાજકોટની ભાગોળે આવેલા મોટા વડા રિસોર્ટમાં પોલીસના દરોડા
- પ્રખ્યાત અનામ ઘુઘરા વાળાના બંગલામાં ચાલતી હતી દારૂની મહેફિલ
- 6 યુવકની કરાઈ ધરપકડ
- BMW કાર સહિત બે કાર કબજે કરવામાં આવી
-
14 Aug 2023 08:47 AM (IST)
વડોદરા: ધોળા દિવસે સોસાયટીઓમાંથી થઇ ગટરના ઢાંકણાની ચોરી
- આયુર્વેદિક ત્રણ રસ્તા નજીકની સોસાયટીમાંથી ગટરના ઢાંકણાની ચોરી
- પેડલ રીક્ષા લઇ આવેલ યુવકે કરી ઢાંકણાની ચોરી
- ઢાંકણાની ચોરી કરતો યુવક સીસીટીવી કેમેરામાં કેદ
-
14 Aug 2023 08:18 AM (IST)
રાજકોટ: ભદ્ર સમાજને શરમાવે તેવી ધ્રુણાસ્પદ ઘટના
- ભદ્ર સમાજને શરમાવે તેવી ધ્રુણાસ્પદ ઘટના બની રાજકોટમાં
- પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો સાસુ સસરા વેબસાઇટ પર મૂકી રૂપિયાની કમાણી કરતા
- સાસુ સસરા 21 વર્ષીય યુવતીને તેના પતિ સાથે અંગત પળો માણવા મજબૂર કરતા
- યુવતીના સસરા દ્રારા અંધશ્રધ્ધા રાખીને દોરા ધાંગા કરવામાં આવતા
- યુવતીને તેના સસરા દબાણ કરતા જો તું બાળકને જન્મ નહિ આપે તો તારા પતિનું મોત થશે
- યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો
- પોલીસે સાસુ-સસરા અને પતિની કરી ધરપકડ
-
14 Aug 2023 07:35 AM (IST)
ભાવનગર: સરિતા વિસ્તારમાં બેઠેલા નાળા પર આવેલ નાનો પુલ તૂટ્યો
- ભાવનગર શહેરના સરિતા વિસ્તારમાં બેઠેલા નાળા પર આવેલ નાનો પુલ તૂટ્યો
- પાણીના પ્રવાહના કારણે તૂટી પડ્યો પુલ
- બોરતળાવ સરિતાથી આરટીઓ તરફ જવાના રોડ પર આ પુલ આવેલો છે
- વર્ષો જુના પુલ પરથી વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે
- પરંતુ ઘણા લાંબા સમયથી જર્જરિત થયો હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં નહીં આવતા ધરાશાયી થયો છે
- જોકે સદભાગ્યે કોઈ જાનહાની નહીં
-
14 Aug 2023 06:56 AM (IST)
દાહોદ પોલીસે લાખો રુપિયાનો દારૂ ઝડપી પાડ્યો
- ઝાબુઆ પોલીસે 81 લાખ તેમજ દાહોદ પોલીસે 31 લાખનો મુદામાલ કર્યો જપ્ત
- ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી 19 લાખનો દારૂ ઝડપ્યો
- ઝાબુઆ પોલીસે કાળાખુટ ખાતેથી 81 લાખનો મુદ્દા માલ ઝડપ્યો
- કતવારા પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં ચાર લોકો સામે નોંધ્યો ગુનો
- ઝાબુઆ પોલીસે વિદેશી દારૂ સાથે બે ને ઝડપ્યા
- ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ દારૂ ઘુસાડવાનું એપી સેન્ટર
- વિદેશી દારૂના માફિયાઓએ દારૂની હેરફેર માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો
- જીપીએસ સિસ્ટમથી સજ્જ દારૂ ભરેલો ટ્રકનું હજારો કિલોમીટર દૂરથી સંચાલન
- દારૂની હેરફેરમાં વાઇફાઇ તેમજ વોટ્સએપ કોલિંગનો કર્યો ઉપયોગ
- પોલીસે કુલ 1 કરોડનો દારુ ઝડપી પાડ્યો