
આજે 10 સપ્ટેમ્બરને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરા કોર્ટમાંથી આરોપી ફરાર થતા જાપ્તા બંદોબસ્તનાં બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાયા છે. નરપતદાન અને વિશ્વમ નામનાં પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેદરકાર પોલીસકર્મીઓ સામે કમિશ્નરે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે. બંને પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસનાં આદેશ પણ આપ્યા છે. એસીપી ડી ડિવિઝનને મામલાની તપાસ સોંપાઇ છે. દિપેન મર્ડર કેસનો આરોપી કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક માટે વિવિધ મોબાઈલ કંપનીઓ દ્વારા 2400 જેટલા ટાવર લગાવવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા પર લગાવવામાં આવેલા ટાવર માટે 19 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. કોર્પોરેશનને આ પૈસાની વસુલાત કરવામાં રસ શા માટે નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. કોઈ સામાન્ય વ્યક્તિનો સામાન્ય ટેક્સ બાકી હોય તો તેની મિલકત સીલ કરીને સમયાંતરે જાહેર હરાજી કરી હોત. પરંતુ કોર્પોરેશનને, કોર્પોરેશનની જગ્યાનો ઉપયોગ કરનાર ટાવર કંપનીઓ પાસેથી શા માટે વસુલાત કરવામાં રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે.
સશસ્ત્ર સીમા દળ (SSB) એ અત્યાર સુધીમાં નેપાળની જેલમાંથી ભાગી ગયેલા 35 કેદીઓને પકડ્યા છે. આમાંથી 22 કેદીઓ ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર, 10 બિહારમાં અને ત્રણ બંગાળમાંથ પકડાયા હતા. અધિકારીઓના મતે, આ સંખ્યા હજુ પણ વધી રહી છે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં કરશે રાત્રી રોકાણ. પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ CMએ લંબાવ્યો. કાલે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતીની કરશે સમીક્ષા. સમીક્ષ બેઠક યોજ્યા બાદ CMનો મહત્વનો નિર્ણય. પૂરની પરિસ્થિતી અંગે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરાશે. પાણીના કાયમી નિકાલ અંગેની પણ કરાશે વ્યવસ્થા.
દેવાયત ખવડે કરેલ બબાલ મામલે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. દેવાયત ખવડને તાલાલા પોલીસે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેને કોર્ટે મંજૂર રાખી હતી. આગામી 17 સપ્ટેમ્બર સુધી દેવાયત ખવડ પોલીસ રિમાન્ડ પર રહેશે. દેવાયત ખવડના જામીન કેન્સલ બાદ રિમાન્ડ મંજૂર થયા છે. તાલાલા પોલીસે સાત દિવસના રિમાન્ડ ની માંગ કરી હતી જે કોર્ટે માન્ય રાખી
ગુજરાત હાઇકોર્ટની મંજૂરી બાદ સેવન્થ ડે સ્કૂલ સામે તપાસ તેજ થશે. શાળાની મંજૂરી સમયનું અને અત્યારનું ટ્રસ્ટ અલગ અલગ છે. શાળાએ 1 થી 8 ની મંજૂરી અને NOC રજૂ કરવા પડશે. પ્રાથમિક શાળાનું માઈનોરિટી સર્ટિફિકેટ અને નકશા રજૂ કરવા પડશે. AMC એ ભાડા પેટે આપેલ જમીનના પુરાવાઓ પણ રજૂ કરવાના બાકી છે. ટ્રસ્ટમાં ફેરફાર કેવી રીતે થયો ? પાછળથી ટ્રસ્ટ કેવી રીતે એડ થયું એની પણ તપાસ હાથ ધરાશે. એક જ ધોરણના 20 ડિવિઝનને કેવી રીતે મંજૂરી અપાઈ તે અંગે તપાસ થશે. ઘટના બાદ વાલીઓએ કરેલ 300 અરજીઓ અંગે પણ થશે તપાસ. શાળામાં નશીલા દ્રવ્યો, ચોક્કસ ધર્મના પ્રચાર પ્રસારના આક્ષેપો થયેલા છે. ડોનેશન અને વધુ ફી લેવા બાબતની પણ તપાસ કરવામાં આવશે.
અમદાવાદના બોપલના ધ ગાર્ડન બંગ્લોઝમા ગટર સાફ કરવા ગયેલ બે શ્રમીકોના મોત થતા, કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. ગટર સાફ કરવા માટે ઉતરેલા બે શ્રમીકોના મોત થયા હતા. એસટી, એસસી સેલે ટીમે મુકેશ ઠાકુર નામના કોન્ટ્રાક્ટરની કરી ધરપકડ કરી છે. આ કેસમાં વધુ બે કોન્ટ્રાકટર નામ ખૂલ્યા છે. 5 તારીખે ગેસ ગળતર થતા વિકાસ કોરી અને કનૈયા કોરીના મોત થયા હતા. પોલીસે ફરિયાદ નોધાયા બાદ ધરપકડ કરી. 1.50 લાખમા સોસાયટીની સાફ-સફાઈ અને જોડાણનું કામ રાખ્યું હતું.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પથ્થરમારની ઘટના બની છે. બે જૂથ વચ્ચે લાઠી સાથેની મારામારીને લગતા ઘટના બની છે. સમગ્ર ઘટના અંગે વાયરલ થયેલા વીડિયોમાં મહિલા પથ્થર મારતા દેખાઈ રહી છે. જો કે વીડિયો ક્યારનો છે તેની પૃષ્ટી ટીવી9 કરતુ નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અખબારી યાદી મારફતે જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફલાઈન વિધાર્થી સેવા જેવી કે, માર્કશીટ-પ્રમાણપત્ર વેરીફિકેશન, વિદેશ જવા
સીલકવર (HRD/ATTESTED), માર્કશીટ-પ્રમાણપત્રમાં નામ, અટક, પિતાના નામ અને જન્મતારીખમાં સુધારો, ટેટ વેરીફિકેશન, ટેટ ડ્રપ્લિકેટ માર્કશીટ જેવી સેવાની ફી અત્યાર સુધી બેંક મારફતે ચલણ દ્વારા ભરાવવામાં આવતી હતી. આ ફી વિધાર્થી કે વાલીએ બેંકમાં જઈને રૂબરૂ ચલણ મારફતે ભરવી પડતી હતી.હવેથી ફિ અંગેની વર્તમાન વ્યવસ્થામાં સુધારો કરીને QR કોડ મારફતે UPI, નેટબેંકિગ, ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ મારફતે ફી ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 17 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 14 થી 16 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદના એંધાણ છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. દરિયાકાંઠા પરનું સિગ્નલ હટાવવામાં આવ્યું.
ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા બાદ, સીપી રાધાકૃષ્ણને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
કાઠમંડુ જનરલ-ઝી આંદોલન અને ત્યારબાદની ઘટનાઓમાં 34 લોકોના મોત થયા છે, આ માહિતી નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં 1,368 ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. દેશભરની 41 હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. મંત્રાલય અનુસાર, 321 નવા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 949 લોકોને રજા આપવામાં આવી છે.
નેપાળના કાઠમંડુમાં સુરતના 10 નાગરિકો ફસાયા છે. કાઠમંડુની હોટલમાં નાગરિકો રહેવા મજબૂર છે. સચિન ખડકી ફળિયાના દેસાઈ પરિવારના તમામ સભ્યો ફસાયા. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ફસાયેલા લોકોનો સંપર્ક કર્યો. કાઠમંડુમાં હાલની પરિસ્થિતિ અંગે ધારાસભ્યએ માહિતી મેળવી. વહેલીતકે લોકોને પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા હોવાની ખાતરી આપી. હાલ પરિવાર વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં છે.
નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત અન્ય ભારતીય પ્રવાસીઓ અંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ નિવેદન આપતાં જણાવ્યું કે ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલય તમામ પ્રવાસીઓ સાથે સંપર્કમાં છે અને તમામને સલામત રીતે ભારત પરત લાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. તબીબની બેદરકારીને કારણે એક દર્દીના મોતનો આરોપ લાગ્યો છે. મૃતક યુવાનના પરિવારે તબીબો પર ગંભીર આક્ષેપ કર્યા છે. મટકી ફોડવાના અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. યુવક છેલ્લા 10 દિવસથી ICUમાં દાખલ હતો. પરિવારજનોએ તબીબો સારવાર કરવાના બદલે વોર્ડમાં ઊંઘી જતા હોવાનો દાવો કર્યો છે.
ગાંધીનગરઃ પૂરગ્રસ્તો રાજ્યોની વ્હારે ભાજપ. પંજાબ અને છત્તીસગઢમાં ભાજપે રાહત સામગ્રી મોકલી. CM ભૂપેન્દ્ર પટેલે રાહત સમાગ્રીના ટ્રેકને લીલીઝંડી આપી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી બતાવી. જુદી જુદી 32 પ્રકારની ચીજ વસ્તુઓ છત્તીસગઢ મોકલાઈ.
રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે. તેઓ બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે. રાહુલ ગાંધી જૂનાગઢમાં ચાલી રહેલા કોંગ્રેસના 10 દિવસીય જિલ્લા પ્રમુખો માટેના ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપશે. આ પ્રશિક્ષણ શિબિરમાં તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને નેતાગીરીના પાઠ શીખવશે. અગાઉ પણ રાહુલ ગાંધી આ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમોમાં જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષિત કરી ચુક્યા છે. પ્રસિક્ષણ પૂર્ણ થયા પછી સાંજે તેઓ પોરબંદરથી દિલ્લી જવા રવાના થશે.
મહીસાગરઃ નલ સે જલ કૌભાડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. 123 કરોડના કૌભાંડમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ થઇ છે. કોન્ટ્રાક્ટર જયંતી પટેલ કઠૈયાથી ઝડપાયો છે. CIDએ અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ કરી છે. તત્કાલીન સરપંચો અને તલાટીઓની પણ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. તત્કાલીન સરપંચો અને તલાટીઓની યાદી CIDએ મેળવી.
અરવલ્લીના આંબલિયારા નજીક GEB સ્ટેશન પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર પતિ, પત્ની અને બાળકનું મોત થયું અને ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી, જેમાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
દેશના ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયા છે. દિલ્લી, રાંચી અને મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે, બોમ્બ બનાવવાનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
મહેસાણા-અમદાવાદ હાઈવે પર ધનાલી પાટિયા પાસે બટાકા ભરેલા ડમ્પરે ગાયને બચાવવા માટે સ્ટેરિંગથી કાબૂ ગુમાવી પલટી મારી. ડમ્પર રોડ પર પડી ગયાં અને બટાકા વિખરાયા, પરંતુ સદનસીબે ગાય અને ડ્રાઈવર બંને ગંભીર ઈજાઓથી બચી ગયા. ભારે જહેમત બાદ બે ક્રેનની મદદથી ડમ્પરને ઉભું કરવામાં આવ્યું.
વલસાડમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. પોસ્ટ ઓફિસ ચાર રસ્તા નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતાં અફરાતફરી મચી હતી. આખલાઓ લડતા-લડતા રોડ પર આવી ગયા હતા અને પછી રસ્તા પર અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. આખલાની લડાઈમાં રોડ પરથી પસાર થતો એક્ટિવાચાલક રસ્તા પર પટકાયો હતો. અખાલાની લડાઈથી લોકોમાં નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. રોડ પર અડિંગો જમાવીને બેઠેલા રખડા ઢોરથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
જો આપણે એશિયન બજારો પર નજર કરીએ તો, GIFT નિફ્ટી 15 પોઈન્ટ એટલે કે 0.06 ટકાના વધારા સાથે 25,088.50 ના સ્તરે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિક્કી 425.33 પોઈન્ટ એટલે કે 0.97 ટકાના વધારા સાથે 44,261 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 3.67 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના વધારા સાથે 4,349.43 ના સ્તરે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, હેંગ સેંગ 226.26 પોઈન્ટ એટલે કે 0.86 ટકાના ઘટાડા સાથે 25,970 ના સ્તરે જોવા મળી રહ્યો છે. તાઇવાનનું બજાર પણ 243.60 પોઈન્ટ એટલે કે 0.85 ટકાના વધારા સાથે 25,450.36 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. KOSPI 3.23 પોઈન્ટ એટલે કે 0.10 ટકાના વધારા સાથે 3,318.79 ની આસપાસ જોવા મળી રહ્યું છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ 6.61 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના સહેજ વધારા સાથે 3,817.80 ના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું.
આજે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવા મળી રહ્યા છે. FII એ ફ્યુચર્સમાં લાંબા સોદામાં વધારો કર્યો છે. ગિફ્ટ નિફ્ટી થોડો ઉપર છે. એશિયા પણ ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ગઈકાલે યુએસ માર્કેટમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 200 થી વધુ પોઈન્ટ ઘટ્યો હતો. જોકે, S&P 500 ઇન્ડેક્સ અને નાસ્ડેક લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા.
નેપાળ સેનાએ શુક્રવાર સુધી કર્ફ્યુ લંબાવ્યો છે. બુધવારે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલ કર્ફ્યુનો સમયગાળો શુક્રવાર સવાર સુધી લંબાવવામાં આવ્યો છે. સવારથી સાંજ સુધી કર્ફ્યુ અને સાંજથી બીજા દિવસની સવાર સુધી કર્ફ્યુ, સવાર અને સાંજ બે કલાક માટે કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. કર્ફ્યુ દરમિયાન, ફક્ત આવશ્યક કામ માટે બહાર જવાની મંજૂરી છે.
Published On - 7:40 am, Thu, 11 September 25