4 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સાળંગપુર વિવાદમાં સુખદ સમાધાન, મંદિરમાંથી હનુમાનજીના ભીંતચિત્રો સૂર્યોદય પહેલા જ દૂર કરાયા

|

Sep 05, 2023 | 12:04 AM

Gujarat Live Updates : આજ 4 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સાળંગપુર વિવાદમાં સુખદ સમાધાન, મંદિરમાંથી હનુમાનજીના ભીંતચિત્રો સૂર્યોદય પહેલા જ દૂર કરાયા
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

Follow us on

આજે 04 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Sep 2023 11:59 PM (IST)

    સર ટી હોસ્પિટલના ગેટ પાસે મારામારી, ઘટના CCTVમાં થઈ કેદ

    ભાવનગરની સર ટી હોસ્પિટલના ગેટ પાસે મારામારીની ઘટના બની છે. બે વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ. યશપાલસિંહ ચુડાસમા અને ઈબ્રાહીમ ગાહા નામના યુવકો વચ્ચે માથાકુટ થઈ છે. CCTVમાં ઘટના કેદ થઈ છે. સામસામેના હુમલામાં બન્ને યુવકો ઈજાગ્રસ્ત

  • 04 Sep 2023 11:52 PM (IST)

    દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી EVM દ્વારા થશે

    દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થી સંઘોની ચૂંટણી બેલેટ પેપર દ્વારા હાથ ધરવામાં આવશે. દિલ્હી યુનિવર્સિટી (DU)ના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ માહિતી આપી છે.

  • 04 Sep 2023 11:30 PM (IST)

    બનાસકાંઠાઃ દિયોદર, ડીસા, કાંકરેજ, લાખણીના ગામોમાં નર્મદાનું પાણી પહોંચશે

    • 1200 કરોડના ખર્ચે દિયોદરના 132 ગામના તળાવ નર્મદાના નીરથી ભરાશે
    • કાંકરેજના વડીયા નજીક મુખ્ય કેનાલમાંથી પાઈપ લાઈનથી તળાવો ભરવામાં આવશે
    • રાજ્ય સરકારે ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા તળાવો ભરવાની મંજૂરી આપી
  • 04 Sep 2023 10:56 PM (IST)

    જન્માષ્ટમી મેળાને લઈ ST ની સ્પેશિયલ 70 બસ દોડાવાશે

    શામળાજીના મેળાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુરુવારે શામળાજીમાં જન્માષ્ટમીનો મેળો યોજાનાર છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં શામળીયા ભગવાના દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન શામળીયાના દરબારમાં આઠમની હાજરી ભરવા માટે ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે.

  • 04 Sep 2023 10:05 PM (IST)

    સાળંગપુર વિવાદિત ભીંત ચિત્રો દૂર કરવાની જાહેરાતનો મામલો, મંદિર પ્રાંગણમાં શરૂ થઇ ગતિવિધિઓ

    • સાળંગપુર વિવાદિત ભીંત ચિત્રો દૂર કરવાની જાહેરાતનો મામલો
    • સાળંગપુર કષ્ટભંજન મંદિર પ્રાંગણમાં શરૂ થઇ ગતિવિધિઓ
    • મંદિર તંત્ર દ્વારા સ્પીકર મારફતે જાહેરાત કરી શ્રદ્ધાળુઓને મંદિર પરિસર ખાલી કરવાની સૂચના અપાઈ
    • જે લોકો રાત્રી રોકાણ કરવાના હોય તેઓને પોતાના રૂમમાં જવાની સૂચના અપાઈ
    • પોલીસ દ્વારા પણ લોકોને મંદિર પરિસરમાંથી હટાવવામાં આવ્યા
    • અમદાવાદમાં થયેલી બેઠક બાદ આવતીકાલ સૂર્યોદય પહેલા ભીંત ચિત્રો દૂર કરી દેવાની જાહેરાત કરાઈ છે
  • 04 Sep 2023 09:48 PM (IST)

    અમદાવાદ એક જ બંગલા માં ચાર માસમાં ચોરીનો બીજો બનાવ

    અમદાવાદમાં એક જ બંગલા માં ચાર માસમાં ચોરીનો બીજો બનાવ સામે આવ્યો. સાયન્સસિટી રોડ પરના સોલીટેર બંગલોનો બનાવ જેમાં તસ્કરોએ 8 લાખની મતા ચોરી કરી. અગાઉ જૂન માસમાં 20.80 લાખની ચોરી થઈ હતી. અગાઉની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં બીજી ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે. બોડકદેવ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો.

  • 04 Sep 2023 09:17 PM (IST)

    G-20 પહેલા મંગળવારે દિલ્હીને 400 નવી ઇલેક્ટ્રિક બસો મળશે

    G-20 સમિટને ધ્યાનમાં રાખીને, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના આવતીકાલે 400 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપશે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે G20 પહેલા અરવિંદ કેજરીવાલ સરકાર મંગળવારે દિલ્હીના લોકોને 400 નવી અત્યાધુનિક ઈ-બસો ભેટ આપવા જઈ રહી છે.

  • 04 Sep 2023 09:03 PM (IST)

    કોંગ્રેસની ચૂંટણી સમિતિની રચના, સોનિયા અને રાહુલ ગાંધીના નામ પણ સામેલ

    કોંગ્રેસે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની રચના કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કુલ 16 નેતાઓને રાષ્ટ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

  • 04 Sep 2023 08:12 PM (IST)

    સુરતમાં અમદાવાદના ઈસ્કોન જેવો ગમખ્વાર અકસ્માત થતાં રહી ગયો

    સુરતમાં અમદાવાદના ઈસ્કોન જેવો ગમખ્વાર અકસ્માત થતાં રહી ગયો છે. બે ટોળા વચ્ચેની માથાકૂટમાં ટેમ્પો ચાલકે ટોળાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ટેમ્પોચાલક ફરાર થઈ ગયો છે. અકસ્માતના ભયજનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

  • 04 Sep 2023 08:05 PM (IST)

    આવતીકાલ સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો દૂર કરાશે

    સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. જેનો આખરે અંત આવ્યો છે. આજે CM સાથે મળેલી બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સ્વામીનારાયણ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે આવતીકાલ સૂર્યોદય પહેલા વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવશે.

  • 04 Sep 2023 07:53 PM (IST)

    સુરત અને ઉધના વચ્ચે રેલવેની ત્રીજી લાઈન શરૂ

    સુરત અને ઉધના વચ્ચે શરૂ થયેલી નવી લાઇન સુરત-મુંબઈ મુખ્ય લાઇન સાથે ટ્રેનોના પ્રવાહને અસર કર્યા વિના જલગાંવ સેક્શન અને ત્યાંથી પસાર થતી ટ્રેનોના ડાયવર્ઝનને સક્ષમ કરશે.  જોકે આને કારણે સુરત-ઉધના વિભાગ વચ્ચેની ભીડ દૂર થસે અને ટ્રેનોની સમયની પાબંદીમાં સુધારો થશે. સુરત-ઉધના ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકીંગ કામ પણ સુરત યાર્ડ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

  • 04 Sep 2023 07:48 PM (IST)

    આયોજનબદ્ધ રીતે હિન્દુ ધર્મનું અપમાન થઈ રહ્યું છેઃ સુશીલ મોદી

    બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું કે, હિંદુ ધર્મનું વ્યવસ્થિત રીતે અપમાન કરવામાં આવી રહ્યું છે અને હિંદુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. સ્ટાલિને જે ભાષણ આપ્યું તે લેખિત ભાષણ હતું. કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે તેવા નિવેદનો કરવામાં આવે છે. કાર્તિ ચિદમ્બરમ તેનું સમર્થન કરે છે, લાલુ યાદવે મૌન સેવ્યું હતું અને નીતિશ કુમારે એક શબ્દ પણ ન બોલ્યો.

  • 04 Sep 2023 07:37 PM (IST)

    જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

    જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની માહિતી મળી રહી છે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બંને તરફથી ગોળીબારનો અવાજ સંભળાય છે. હજુ સુધી આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેની માહિતી મળી નથી.

  • 04 Sep 2023 07:27 PM (IST)

    બોટાદ ચારણકી ગામે હર્ષદ ગઢવીનું સ્વાગત ઢોલ-નગારા સાથે કરાયા હારતોરા

    બોટાદના ચારણકી ગામમાં હર્ષદ ગઢવીનું સ્વાગત કરાયું છે. ઢોલ-નગારા સાથે હર્ષદને ફૂલહાર પહેરાવાયો. ગામ લોકોએ હર્ષદનું સામૈયું પણ કર્યું. હતું. સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મુદ્દે ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવીને કોર્ટે જમીન આપ્યા હતા.

  • 04 Sep 2023 07:13 PM (IST)

    નવસારીમાં BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઇ

    • નવસારીમાં BMW કારમાં દારૂની હેરાફેરી કરતી મહિલા બુટલેગર સકંજામાં
    • આમડપોર ગામ પાસેથી ગ્રામ્ય પોલીસે મહિલા બુટલેગરને ઝડપી
    • પોલીસથી બચવા મહિલા બુટલેગરે એક કારને અડફેટે લીધી
    • 15 પેટી દારૂ સાથે મહારાષ્ટ્ર પાસિંગની બીજી નંબર પ્લેટ પણ મળી આવી
  • 04 Sep 2023 07:12 PM (IST)

    જામીન પર છૂટ્યા બાદ હર્ષદ ગઢવીનું નિવેદન આવ્યું સામે

    • “સંપ્રદાયનો નહીં તેની વૃત્તિ અને પ્રવૃતિનો વિરોધી”
    • “હનુમાનજીનું અપમાન સહન ન થતા ગુસ્સામાં પગલું ભર્યું”
    • “હવે હું સંતોને મળીને માર્ગદર્શન લઈશ”
    • “સાધુ સંતોની વિંનતી બાદ પણ ચિત્રો ન હટાવ્યા જેથી પગલું ભર્યું”
    • ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી
  • 04 Sep 2023 06:45 PM (IST)

    અમરેલી ખાણખનિજ અધિકારી પર હપ્તા ઉઘરાવતા હોવાનો ટ્રક ડ્રાઈવરોનો આરોપ, અધિક કલેક્ટરને કરાઇ ફરિયાદ

    અમરેલીમાં ખાણ ખનિજ અધિકારી પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે. ટ્રક ડ્રાઈવરોએ અધિક કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે. હપ્તો આપે તેના ટ્રક જવા દેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે. લિસ્ટમાં ન હોય તેવા ટ્રક જપ્ત કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ કરવાં આવી છે.

  • 04 Sep 2023 06:42 PM (IST)

    મહીસાગરમાં દલિત કલાર્કના આપઘાતની ઘટનામાં ચાર અધિકારીઓ સામે ગુનો નોધવા કર્યો આદેશ

    મહીસાગર કોર્ટનો આદેશ:

    • મહીસાગરમાં અનુસૂચિત જાતિના ક્લાર્કને આપઘાતની દુષ્પ્રેરણા બદલ કોર્ટનો આદેશ
    • 4 અધિકારીઓ સામે ગુનો નોંધવા મહીસાગર કોર્ટે કર્યો આદેશ
    • સંતરામપુર પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા આદેશ
    • અનુસૂચિત જાતિના ક્લાર્ક અલ્પેશ માળીને હેરાન કરવામાં આવતા હતો ડિપ્રેશનમાં
    • કડાણા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો અલ્પેશ માળી
    • 21 જાન્યુઆરીએ ક્લાર્કે CMને લેખિતમાં આપી હતી ફરિયાદ
    • 29 જાન્યુઆરીએ ક્લાર્ક બાલાસિનોરમાં ઘરે મૃત હાલતમાં મળ્યો હતો

     

  • 04 Sep 2023 06:38 PM (IST)

    અમદાવાદના દેત્રોજ સ્વામીનારાયણ સંપ્રદાયના સંત દ્વારા નાથ સંપ્રદાય અંગે ટીપ્પણી થતા નાથ સંપ્રદાયમાં રોષ

    • નાથ સંપ્રદાય પર ટીપ્પણી અંગે દેત્રોજમાં સંત સંમેલન યોજાયુ
    • દેત્રોજના જીવાપુરા ખાતે નાથ સંપ્રદાયની દેવભૂમિ રમણધામ ખાતે સંમેલન યોજાયુ
    • સ્વામીનારાયણ સંપ્રદાયના સંત માફી માંગે તેવી નાથ સંપ્રદાયના સંતોની માગ
    • સનાતન અને નાથ સંપ્રદાય પર હવે પછી કોઈ ટિપ્પણી ના કરે તેવી માંગ
    • નાથ સંપ્રદાયના સંત વિષે સ્વામીનારાયણના સંતોએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી
    • નાથ સંપ્રદાયે વિવાદાસ્પદ ટીપ્પણી માટે માફીની માંગ કરી
    • ભવિષ્યમાં નાથ સંપ્રદાય વિશે કોઇ ટીકા ટીપ્પણી કરવી નહીં
    • નંદ સંતોએ લખેલા પુસ્તક લોકોને ગેર માર્ગે દોરતા
    • સ્વામીનારાયણ સંત દ્વારા નાથ સંપ્રદાયના સંતો કહ્યા હતા કાન ફડા
    • નાથ સંપ્રદાયના સંતોને અસુર કહીને સંબોધ્યા
    • સ્વામીનારાયણ સંતે પોતાના પ્રવચનમાં નાથ સંપ્રદાયના સંતો માટે અભદ્ર શબ્દો નો કર્યો હતો પ્રયોગ
  • 04 Sep 2023 06:34 PM (IST)

    અમદાવાદમાં મનપામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને મોટા સમાચાર

    • અમદાવાદમાં મનપામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને મોટા સમાચાર
    • સ્ટેન્ડિંગ ચેરમેન પદે હિતેશ બારોટ અથવા જતીન પટેલની થઈ શકે છે વરણી
    • જતીન પટેલને સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાય તો મેયર પદે અન્ય સમાજની થઈ શકે પસંદગી
    • મેયર પદ માટે શીતલ ડાગા, પ્રતિભા જૈન, વંદના શાહ અને મોના રાવલ રેસમાં
    • શાસક પક્ષના નેતા, દંડક અને ડે.મેયરમાં અન્ય સમાજનો કરાશે સમાવેશ
    • હિતેશ બારોટને બનાવવામાં આવી શકે છે શાસક પક્ષના નેતા
    • હિતેશ બારોટ શાસક પક્ષના નેતા બને તો ડે.મેયર પદ બ્રાહ્મણને મળી શકે
  • 04 Sep 2023 05:41 PM (IST)

    તાપીના વાલોડમાં વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટ, બે લોકોના મોત

    તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત થયા છે જોકે ત્રણ લોકો ઘાયલ થયા છે. રાજકોટની કમ્પનીના કર્મચારીઓ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી કરી રહ્યા હતા.

  • 04 Sep 2023 05:18 PM (IST)

    ગાંધીનગર ઈન્ફોસીટી વિસ્તારમાં કોમ્પ્યુટર કેરની ઓફિસમાં ચાલતા જુગારધામ પર રેડ

    ગાંધીનગરના ઈન્ફોસીટી વિસ્તારમાં કોમ્પ્યુટર કેરની ઓફિસમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે જુગાર રમતા 11 લોકોની ધરપકડ કરી છે. ઓફિસમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. દારૂની બોટલો, રોકડા, વાહનો સહિત 36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગર અને અમદાવાદના 11 લોકો આ જુગાર રમી રહ્યા હતા.

  • 04 Sep 2023 05:07 PM (IST)

    ભીંતચિત્ર વિવાદ મુદ્દે સરકાર સાથેની બેઠક બાદ સ્વામિનારાયણના સંતોની વધુ એક બેઠક

    ભીંતચિત્ર વિવાદ મુદ્દે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતીમાં સચોટ વિગતો સામે આવી છે. ટૂંક જ સમયમાં સમગ્ર વિવાદનો સુખદ અંત આવી શકે છે. ગઇકાલે રાત્રે નવનિર્મિત સંત સમિતિની બેઠક મળી હતી. સંત સમિતિ દ્વારા તમામ પાસાઓ પર ચર્ચા કરાઇ રહી છે. મોડી સાંજ સુધીમાં વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતા છે.

  • 04 Sep 2023 05:04 PM (IST)

    જામનગરમાં શ્રાવણી મેળામાં નિયમોના ભંગ બદલ કાર્યવાહી, 33 પ્લોટના લાઈટ જોડાણ કાપ્યા

    જામનગરમાં શ્રાવણી મેળામાં નિયમોનો ભંગ કરવામાં આવતા મનપાએ કાર્યવાહી કરી. નિયમભંગ બદલ નોટીસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરતા વીજ કનેકશન કાપી નાંખવામાં આવ્યા છે. મેળામાં કુલ 58 પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું ચેકીંગમાં સામે આવ્યું. મનપાએ 33 પ્લોટ ધારકોને નોટીસ આપી હતી. જેમાં કુલ 13.50 લાખનો દંડ ભરવા આદેશ કર્યો હતો. પરંતુ દંડના ભરતા 33 પ્લોટના લાઈટ કનેકશન કાપી નાંખવામાં આવ્યા છે.

  • 04 Sep 2023 04:50 PM (IST)

    વડોદરા દર્શનવલ્લભ સ્વામીના ભાષણથી ભડકો

    દર્શન વલ્લભ સ્વામીના ભાષણ પર જ્યોતિર્નાથ મહારાજનો આકરો જવાબ સામે આવ્યો હતો તેમણે કહ્યું, ધૂણી ન જાણનારા કરે છે ચલમની વાતો. એટલું જ નહીં તેમણે સ્વામિનારાયણ સંતોને બળાત્કારી પણ ગણાવ્યા. કહ્યું, ચરિત્રહીન લોકો સમાજને ચરિત્ર શીખવવા નીકળ્યા છે. જોકે આ તમામ વાતોને લઈ અંતે ભડકો જેવી સ્થિતિ સર્જાઈ છે.

  • 04 Sep 2023 04:44 PM (IST)

    ભીંતચિત્ર વિવાદને લઈ સરકારની સંતો સાથેની બેઠક પૂર્ણ

    CM આવાસ ખાતે ભીતચિત્ર બાબતે સરકારની સંતો સાથેની બેઠક પૂર્ણ થઈ છે. દોઢ કલાક ચાલેલી બેઠકમાં શુ નિર્ણય લેવાયો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઇ. સરકારની સંતો સાથેની બેઠકમાં વિવિયાદ મુદે નિરાકરણ થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી.

  • 04 Sep 2023 04:41 PM (IST)

    બનાસકાંઠામાં કાંકરેજના થરામાં ગત સાંજે વેપારી પર હુમલાની ઘટના બાદ આક્રોશ

    બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં ગત સાંજે વેપારી પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. આ હુમલા બાદ વેપારીઓમાં આક્રોશ ફેલાયો. થરાના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને એક દિવસનો બંધ પાળ્યો. વેપારીઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા અને બજારમાં પોલીસ પોઈન્ટ ગોઠવવા અને હુમલાખોરની ધરપકડ કરવાની માગ કરી. થરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપીને કડક સજા કરવાની બાંહેધરી આપી. જે બાદ વેપારીઓનો આક્રોશ શમ્યો. વેપારીઓએ આવતીકાલથી ફરી ધંધા-રોજગાર શરૂ કરવાનું આશ્વાસન આપ્યું.

  • 04 Sep 2023 04:36 PM (IST)

    14 સપ્ટેમ્બરથી પુણેમાં RSSની સંકલન બેઠક યોજાશે

    RSSની સંકલન બેઠક 14 સપ્ટેમ્બરથી પુણેમાં યોજાશે. પુણેમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સંઘની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. જેપી નડ્ડા ઉપરાંત ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષ, સહ સંગઠન મંત્રી વી શતીશ અને મહાસચિવ સુનીલ બંસલ પણ બેઠકમાં હાજરી આપશે. આગામી 5 રાજ્યો અને લોકસભાની ચૂંટણી પહેલા સંઘની આ છેલ્લી સંકલન બેઠક છે.

  • 04 Sep 2023 04:32 PM (IST)

    સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોની તોડફોડ કરનારને બરવાળાની કોર્ટે આપી મોટી રાહત

    સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોની તોડફોડ કરનારને બરવાળાની કોર્ટે આપી મોટી રાહત. ભીંતચિત્રોની તોડફોડ કરનાર હર્ષદ ગઢવીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય આરોપી જેસીંગ અને બળદેવ ભરવાડનો પણ જામીન પર છૂટકારો થયો છે. જામીન મળ્યા બાદ પોલીસ ગાડીમાંથી આરોપીઓએ સનાતન ધર્મની જય અને સત્યમેવ જયતેના નારા લગાવ્યા હતા. કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.

     

     

     

  • 04 Sep 2023 04:27 PM (IST)

    ભાવનગરના જેસરમાં પૈસાની લેતીદેતીમાં હત્યા 6 જેટલા શખ્સનો 2 ભાઈ પર હુમલો

    ભાવનગરના જેસરમાં પૈસાની લેતીદેતીમાં યુવાનની હત્યા કરાઇ છે. ત્રણ ખુણીયા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ પર 5 થી 6 શખ્સએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં એકનું મોત, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાટ-યલ થયો છે. નરસી ઉર્ફ નાનજી મનસુખભાઇ બારૈયાનુ મોત થયું છે. જોકે વિક્રમ મનસુખભાઇ બારૈયા સારવાર હેઠળ છે.

  • 04 Sep 2023 04:18 PM (IST)

    જામનગરમાં જોડિયાના નાકા પાસે બે જૂથ વચ્ચે મારામારી

    • જામનગરમાં જોડિયાના નાકા પાસે બે જૂથ વચ્ચે મારામારી
    • કોઈ વાતમાં વિવાદ થતા મારામારી થઈ હોવાનું આવ્યું સામે
    • કાચની બોટલો વડે થઈ મારામારી
    • મારામારીની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા
    • મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
  • 04 Sep 2023 04:10 PM (IST)

    ભાવનગરમાં જેસરમાં પૈસાની લેતીદેતીમાં યુવકની હત્યા

    ભાવનગરના જેસરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. પૈસાની લેતીદેતીમાં જેસરમાં ખુની ખેલ ખેલાયો છે. 5થી 6 શખ્સોએ ત્રણ ખુણીયા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ પર હુમલો કરતા એકનું મોત થયું હતું. જયારે અન્ય શખ્સ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નરસી ઉર્ફ નાનજી બારૈયા નામના યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

  • 04 Sep 2023 03:55 PM (IST)

    ઓડિશાના બાલાસોરમાં સરકારી હોસ્પિટલમાં લાગી આગ

    ઓડિશાના બાલાસોર જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં સોમવારે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. ફકીર મોહન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એર કંડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • 04 Sep 2023 03:34 PM (IST)

    ભીંતચિત્ર વિવાદ મુદે CM નિવસસ્થાને બેઠક શરૂ

    હલમાં ખુબ ચર્ચિત ભીતચિત્ર વિવિયાદને લઈ હવે  CM નિવસસ્થાને બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં CM, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પ્રફુલ પાનસેરિયા, Dr સંત વલ્લભ સ્વામી (વડતાલ મંદિર ટ્રસ્ટ ના મુખ્ય કોઠારી સ્વામી), સરધાર મંદિરના સંતો, સારંગપુર મંદિરના કોઠારી, સ્વામી વિવેક સાગર સ્વામી, પાટીદાર અગ્રણી ઉધોગપતિ લાલજી પટેલ (ઉગામેડી વાળા), માથુર સવાણી સહિતના અગ્રણીઓ આ  બેઠક માં હાજર રહ્યા હતા.

  • 04 Sep 2023 01:39 PM (IST)

    Gujarat News Live : સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ, બોગસ ઓળખકાર્ડના વિશાળ જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપ્યા

    સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ બનાવટી ઓળખકાર્ડ બનાવનારા બેની ધરપકડ કરી છે. ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ, બર્થ સર્ટી તથા ચૂંટણી કાર્ડ હાથ લાગ્યા છે. બે લાખ જેટલા બનાવટી ઓળખના પુરાવા પોલીસના હાથ લાગ્યા છે. આર્થિક ગુના નિવારણ શાખાએ ઉતરપ્રદેશથી બે આરોપીની ધરપકડ કરી છે.

  • 04 Sep 2023 12:41 PM (IST)

    Gujarat News Live : ગુજરાત ભાજપની મંગળવારે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મનપા, પંચાયતો, પાલિકાના પદાધિકારીઓ કરશે નક્કી

    ગુજરાત ભાજપની આવતીકાલ મંગળવારે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળશે. આ બેઠકમાં ભાજપના નિરીક્ષકોએ મનપા, પંચાયતો, પાલિકાના પદાધિકારી માટે સેન્સ લીધી હતી તેના પર ચર્ચા કરશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં, 6 મહાનગરપાલિકાઓના મેયર સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, 78 નગરપાલિકાઓ નગરપાલિકા પ્રમુખ, 31 જિલ્લા પંચાયત પ્રમુખોના નામની ચર્ચા કરાશે.

     

     

  • 04 Sep 2023 12:12 PM (IST)

    Gujarat News Live : ભીંતચિત્ર વિવાદ વકર્યો, ફરિયાદીએ કહ્યું-મને છેતરીને કાગળ પર સહી લેવાઈ, હુ નિર્દોષ છું

    સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગનો કુચડો ફેરવવાના કેસના ફરીયાદીએ મોટો ખુલાસો કર્યો છે. ફરિયાદી ભુપત ખાંચરે વીડિયો બનાવી ખુલાસો કરતા જણાવ્યું છે કે, હું હનુમાનજી મંદિરે સિક્યુરિટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંત ચિત્રો પર કાળો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં જ હતી. બનાવ બન્યાને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછ્યુ કે તમે ત્યાં જ હતા ?

    ત્યાર બાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહી કરાવી લીધી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે, મને ભીંતચિત્રો પર કાળો રંગનો કુચડો ફેરવવાના કેસના ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે, જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.

  • 04 Sep 2023 10:27 AM (IST)

    Gujarat News Live : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરશે CM ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરશે. સાથોસાથ ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયને પણ ખુલ્લુ મુકશે. RMC સંચાલિત 25 સીટી બસનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એઇમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલની તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.

  • 04 Sep 2023 08:56 AM (IST)

    Gujarat News Live : સુરતમાં સફાઈ કરવા ગટરમાં ઉતરેલા ચાર મજૂર ગૂંગળાયા, 2 ની હાલત ગંભીર

    સુરતના પાલ મોનાર્ક શોપિંગ સેન્ટરની સામે સફાઈ કરવા ગટરમાં ઉતરેલા ચાર મજૂર ગુંગળાયા હતા. ગુંગળાયેલા મજૂરોમાંથી બે મજૂરની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુંગળાયેલા ચાર મજૂર પૈકી એક મહિલાનો સમાવેશ થાય છે.

  • 04 Sep 2023 08:28 AM (IST)

    Gujarat News Live : મહેસાણા શોભાસણ રોડ પર રખડતા ઢોરનો આતંક, પાંચને લીધા અડફેટે

    મહેસાણા શોભાસણ રોડ ઉપર રખડતા ઢોરે આતંક મચાવ્યો હતો. સાહિલ ટાઉનશીપમાં રખડતા ઢોરે લોકોને દોડાવી દોડાવીને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે. રખડતા ઢોરે 5 લોકોને એક સાથે ઇજા પહોંચાડી છે. એક યુવાનને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.

  • 04 Sep 2023 07:10 AM (IST)

    Gujarat News Live : બારાબંકીમાં 3 માળની ઇમારત ધરાશાયી, 2ના મોત, કાટમાળ નીચે 4 લોકો ફસાયાની આશંકા

    ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે 3 માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાંથી લગભગ 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષના મોત થયા છે. હજુ પણ 4 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. એસડીઆરએફની ટીમ પણ રાહત કાર્યમાં લાગેલી છે.

  • 04 Sep 2023 07:09 AM (IST)

    Gujarat News Live : સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રના વિવાદમાં વધુ એક સ્વામીના વિવાદાસ્પદ વિધાનનો વીડિયો આવ્યો સામે

    સાળંગપુરમાં હનુમાનજીની વિશાળની દિવાલ પર લાગેલા ભીંતચિત્રનો વિવાદ શાંત થવાને બદલે વકરી રહ્યો છે. વડતાલના સાધુઓના વિવાદસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. નૌતમ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી બાદ વધુ એક સાધુનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. હવે વડોદરા ગુરુકુલના દર્શનવલ્લભ સ્વામીનું વિવાદિત નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઇ જાય તો પણ અમારા સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી, એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ, મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો એવુ નિવેદન કર્યું છે.

  • 04 Sep 2023 06:53 AM (IST)

    Gujarat News Live : બારામુલ્લામાં લશ્કરના બે આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયા

    બારામુલા પોલીસે 3 સપ્ટેમ્બરે લશ્કરના બે OGWની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ અને એક મેગેઝીન મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે સતત લશ્કર-એ-તૈયબાના માસ્ટર્સના સંપર્કમાં હતો અને પાકિસ્તાની આતંકવાદી માસ્ટર્સને તમામ માહિતી આપતો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓ શેરી બારામુલ્લાના રહેવાસી છે.

  • 04 Sep 2023 06:38 AM (IST)

    Gujarat News Live : અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ પર સુનાવણી

    મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલે હિન્દુ પક્ષનું કહેવું છે કે, શાહી ઈદગાહ મસ્જિદ ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બનાવવામાં આવી છે. આ જમીન પર તેમનો દાવો છે.

Published On - 6:38 am, Mon, 4 September 23