ખેડાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત બે ઈજાગ્રસ્ત..અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. તો દાહોદના દેવગઢ બારીયાના તોયણી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત. ત્રણના મોત. અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ભરૂચના અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ. કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને ₹30 લાખ વળતર ચૂકવાશે. વિસ્ફોટમાં 4 કામદારોના થયા હતા મોત. FRC કમિટીનું અમદાવાદની શાળાઓ સામે એક્શન. નિયત ફી કરતા વધુ ફી વસૂલતી શાળાઓને દંડ. સેટેલાઇટની વિદ્યાનગર શાળાને 2 લાખનો દંડ. 15 દિવસમાં ફી જમા કરવા સૂચના. મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદ માટે આજે યોજાશે ભાજપ ધારાસભ્ય દળની બેઠક. બેઠકમાં નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી રહેશે હાજર. બ્રિટિશ સંસદમાં ગૂંજ્યો બાંગ્લાદેશમાં હિંદુઓ પર બર્બરતાનો મુદ્દો. ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ પ્રીતિન પટેલે ઉઠાવ્યો મુદ્દો. કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓના ધાર્મિક અધિકારોનું થઇ રહ્યું છે ઉલ્લંઘન.
સ્ટેટ GST વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. GST વિભાગે સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 186 કરોડથી વધુની કરચોરીનો ભાંડો ફૂટ્યો છે. ફોરચ્યુન કોપર ઇન્ડસ્ટ્રી અને ઇન્ફીનીટી એક્ષીમ સહિત 14 કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. કરચોરીને લઈને પાડવામાં આવેલા આ દરોડામાં રાજકોટના પ્રજ્ઞેશ મનહર કંતારીયાની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ખરીદીઓના આધારે ઇન્ફીનીટી એક્ષીમે 34 કરોડથી વધારેની વેરાશાખ ભોગવી હતી. તો ફોરચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીના ભાગીદાર સંદીપ વિરાણીની અગાઉ ધરપકડ થઇ ચુકી છે.
રાજ્યભરમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો આરોપી કોર્ટની શરણે પહોંચ્યો છે. અનેક લોકોનું કરોડોનું કરી નાખનાર BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. 6 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.
BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને મોટો ખુલાસો થયો છે. જેની આશંકા છેલ્લા થોડા દિવસોથી સેવાઈ રહી હતી. જેની વાતો ચાલી રહી હતી. આખરે કૌભાંડીના કારનામાની કિતાબમાંથી હવે ક્રિકેટરોના નામ સામે આવી ગયા છે. કૌભાંડીના BZ ગ્રુપમાં રોકાણ કરીને ક્રિકેટરોએ પણ નાણા ગુમાવ્યા છે. રોકાણકારોમાં શુભમન ગિલ અને રાહુલ તિવેટીયાનું પણ નામ છે. આ ઉપરાંત 5થી 6 ક્રિકેટરોએ BZ ગ્રૂપમાં નાણા રોક્યા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત અને ગુજરાત બહારના ખેલાડીઓના પણ નામ છે. ક્રિકેટરોએ 1 લાખથી 1 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું.
રાજ્ય સરકારના કર્મચારી માટે ખુશીના સમાચાર. ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનરોના મોંઘવારીના ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને હવે 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે. 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ-2024 થી નવેમ્બર-2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિરોમ્બરના પગાર સાથે ચુકવાશે.
સુરતમાં ભાજપ મહિલા પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસ મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અલથાણ પોલીસ સ્ટેશન ખાતે DCP દ્વારા BJP કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરવામાં આવી હતી. ચિરાગ સોલંકીની પૂછપરછની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. પૂછપરછ બાદ ચિરાગ સોલંકીએ મૌન ધારણ કર્યું હતું. પોલીસના સ્ટેટમેન્ટ બાદ જ સમગ્ર મામલો સામે આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે. શુકવાર રાત્રે અમિત શાહ અમદાવાદમાં આવશે. શનિવારે ત્રણ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. સ્વામિનાાયણના સમપ્રદાયના સુવર્ણ મહોત્સવમાં હાજરી આપશે. થલતેજ ગલોબલ હોસ્પિટલ લોકાપર્ણ કરશે. સ્વૈચ્છિક સંસ્થાના કાર્યક્રમ અમિત શાહ હાજરી આપશે.
કચ્છમાં EDના નામે ઠગાઈ કરતી ગેંગ પકડાઈ છે. ગાંધીધામ પોલીસે ઠગ ટોળકીને પકડી છે. EDના નામે વેપારીઓ અને ઉધોગપતિઓને નિશાન બનાવતી હતી. EDની ઓળખ આપી ચિટિંગ કરતા હોવાની વિગતો બહાર આવી. આઠથી વધુ લોકોની અટકાયત કરાયાની વિગત છે.
અમદાવાદ: ખ્યાતિ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ડૉ. સંજય પટોળિયાની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડૉ. સંજય પટોળિયાના આગોતરા જામીન નકાર્યા હતા. સંજય પટોળીયાનો ખ્યાતિ હોસ્પિટલમાં 33.85 ટકા હિસ્સો હતો. ખ્યાતિ કાંડમાં અગાઉ 6 ડૉક્ટર્સની ધરપકડ થઈ ચૂકી છે. કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પોલીસ પકડથી દૂર છે.
સુરત: સિટી બસની અડફેટે મોપેડચાલક મહિલાનું મોત થયુ છે. અડાજણમાં શ્રીરામ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો. મહિલા પોતાના બાળકને શાળાએ મૂકીને ઘરે પરત જઈ રહી હતી. પોલીસે સિટી બસના ચાલકની અટકાયત કરી. સિટી બસે ટક્કર મારતા મહિલાનું સ્થળે જ મોત નીપજ્યું.
સુરતના ભેસ્તાનમાંથી ઉઠમણું કરનાર ત્રણ ઇસમો ઝડપાયા. ઉંચા વળતરની લાલચે રૂ. 96.23 લાખનું ઉઘરાણું કર્યું હતું. એકના દોઢ ગણા આપવાની લાલચે કૌભાંડ આચર્યું હતું. 16 લોકો પાસેથી રૂ.96.23 લાખનું આરોપીઓ ઉઘરાણું કર્યું હતું. રોકાણકારોની લાખોની રકમ લૂંટી ઠગબાજ ફરાર થયા હતા. ભોગ બનનાર લોકોએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા: ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેએ રાજીનામું આપ્યુ. પ્રમુખ સંગીતા દવેએ કલેક્ટરને રાજીનામું સોપ્યું. નગરપાલિકા પ્રમુખ પદને લઈ 4 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. પક્ષના આદેશ બાદ સંગીતા દવેએ રાજીનામું આપ્યું.
જામનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે. કુખ્યાત આરોપીની મિલકત પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. હુસેન ગુલમામદ શેખની મિલ્કત પર બુલડોઝર ફરી વળ્યુ છે. મોટા થાવરીયા ગામે ડિમોલિશન કરવામાં આવ્યુ. ગૃહમંત્રીએ જાહેરમાં આરોપીની મિલ્કત તોડી પાડવાનું વચન આપ્યુ હતુ. આરોપી સામે સામૂહિક દુષ્કર્મ સહિત 7 ગંભીર ગુના દાખલ છે.
મહારાષ્ટ્ર: CM પદના સસ્પેન્સ પરથી પરદો ઉઠ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સર્વ સંમતિથી દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી છે. બપોરે 3:30 કલાકે મહાયુતિના નેતાઓ રાજ્યપાલને મળશે. રાજ્યપાલને મળીને ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં CMનો શપથ સમારોહ યોજાશે.
રાજકોટ: જસદણના રણજીતગઢ ગામે મહિલાની હત્યા થઇ છે. પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. આરોપી પતિએ મહિલાને લાકડીથી ઢોર માર માર્યો. મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયુ. મુળ મધ્યપ્રદેશની મહિલાનું હુમલામાં મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. સુવર્ણ મંદિરની બહાર તેમના પર ગોળીબાર થઈ રહ્યો છે. સુખબીર સિંહ બાદલ માંડ માંડ બચ્યા.
VIDEO | Punjab: A man opened fire at Shiromani Akali Dal leader Sukhbir Singh Badal at the entrance of Golden Temple, Amritsar. The person was overpowered by people present on the spot. More details are awaited.#PunjabNews #SukhbirSinghBadal
(Full video available on PTI… pic.twitter.com/LC55kCV864
— Press Trust of India (@PTI_News) December 4, 2024
રાજકોટ: જસદણના જુના પીપળિયા ગામ નજીક અકસ્માત થયો છે. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી. અકસ્માતમાં કોઈ જાનહાની નથી. કારમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો. કાર ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.
દાહોદ: દેવગઢ બારીયાના તોયણી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. રણઘીકપુર રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા. 1 વ્યક્તિનું ઘટના સ્થળે અને 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા, અન્ય 3 ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ગોધરા ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી.
ખેડા: વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત અને 2 ઈજાગ્રસ્ત થયા છે. કારનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેની તરફ ટ્રક સાથે ટકરાઈ. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. પાંચ વ્યક્તિઓમાંથી મહિલા અને 2 પુરુષના ઘટનાસ્થળે મોત થયા છે.
Published On - 8:45 am, Wed, 4 December 24