
આજે 02 મેના 2025ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક આંતરરાષ્ટ્રીય લક્ઝરી કાર ઓટો લિફ્ટર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 15 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે અને 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ વાહનોનું ભંગાર કરીને દુબઈમાં વેચતી હતી. આ ગેંગનો માસ્ટરમાઇન્ડ, અમીર પાશા, દુબઈથી સમગ્ર નેટવર્કનું સંચાલન કરે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 ને પાર, અભિષેક શર્માની ફિફ્ટી, અભિષેક શર્માએ શાનદાર સિક્સર ફટકારી અર્ધ સદી પૂરી કરી.
સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, ઈશાન કિશન 13 રન બનાવી થયો આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો, ટ્રેવિસ હેડ 20 રન બનાવી થયો આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ
ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા 225 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ ઓવરમાં જયદેવ ઉનડકટે લીધી ત્રણ વિકેટ
ગુજરાત ટાઈટન્સને પાંચમો ઝટકો, રાહુલ તેવટીયા 6 રન બનાવી થયો આઉટ
ગુજરાત ટાઈટન્સને ચોથો ઝટકો, વોશિંગ્ટન સુંદર સસ્તામાં આઉટ
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 200 ને પાર, જોસ બટલર ફિફ્ટી ફટકારી આઉટ
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, શુભમન ગિલ 76 રન બનાવી થયો આઉટ, હર્ષલ પટેલે બોલ થ્રો કર્યો અને ક્લાસેને કર્યો રન આઉટ
શુભમન ગિલની આક્રમક ફિફ્ટી, માત્ર 25 બોલમાં ફટકારી અર્ધ સદી
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 ને પાર, શુભમન ગિલ- જોસ બટલરની મજબૂત બેટિંગ, જોસ બટલરે મજબૂત સ્ટ્રેટ ડ્રાઈવમાં સિક્સર ફટકારી ટીમનો સ્કોર 100 ને પાર પહોંચાડ્યો.
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, સાઈ સુદર્શન 48 રન બનાવી થયો આઉટ, જીશાન અંસારીએ લીધી વિકેટ, માત્ર 2 રન માટે ફિફ્ટી ચૂકી ગયો સાઈ સુદર્શન
ગુજરાત ટાઈટન્સનો સ્કોર 50 ને પાર, શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોરદાર ફટકાબાજી, શુભમન ગિલે જોરદાર સિક્સર ફટકારી ટીમની ફિફ્ટી પૂરી કરી
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલી ગયા છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને તેમના પત્ની ગીતા ધામીએ કેદારનાથ ધામમાં ભક્તો માટે ભંડારો યોજ્યો હતો.
#WATCH | Uttarakhand: Portals of Shri Kedarnath Dham opened for the devotees
Chief Minister Pushkar Singh Dhami and his wife Geeta Dhami serve ‘Bhandara’ to the devotees at Kedarnath Dham. pic.twitter.com/5a1VDM2gid
— ANI (@ANI) May 2, 2025
અમદાવાદ શહેરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ આગનો બનાવ બનવા પામ્યો છે. ચંડોળા ખાતે કાટમાળમાં આગ લાગી છે.
પ્રહલાદનગરમાં પાર્કિંગ રહેલ વાહનોમાં આગ લાગી છે. જેના કારણે નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે આગનો ત્રીજો બનાવ વટવા GIDCમાં ફેઝ 4 વિસ્તારમાં બન્યો હતો. આ વિસ્તારમાં આવેલ જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડની 1 ગાડી ઘટનાસ્થળે પહોચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદ: ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. ઘૂસણખોરીમાં રાજકીય કનેક્શન સામે આવ્યું છે. નકલી પુરાવા ઊભા કરવામાં સ્થાનિક નેતાઓની સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. નેતાઓના લેટરપેડ પર અનેક બાંગ્લાદેશીઓની ભલામણ છે. ભલામણ આધારે પુરાવા ઊભા થયાનો ઘટસ્ફોટ થયો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લેટરપેડ એકત્રિત કરાયા.
અમદાવાદઃ કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારી પોલીસના સકંજામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારીની અટકાયત કરી. સાંજ સુધીમાં લલ્લા બિહારીને ગુજરાત લઈ અવાશે. પુત્ર ફતેહ બાદ પિતા લલ્લા બિહારી પણ ઝડપાયો. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારી પકડાયો.
કચ્છના અબડાસામાં દબાણ હટાવાની ઝુંબેશ સામે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જાડેજાએ આ મામલે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત પણ કરી છે. જાડેજાના જણાવ્યા પ્રમાણે, ગરીબોના નહીં પરંતુ ગુંડા તત્વો અને ભૂમાફિયાઓના દબાણો દૂર કરવાં જોઈએ. તેમણે કહેવું છે કે ખનીજ માફિયાઓએ કરેલા દબાણોને સરકાર હટાવે અને માત્ર પોતાની કામગીરી બતાવવા માટે અધિકારીઓ ગરીબોની ઝૂંપડપટ્ટી પર કાર્યવાહી કરે છે.
સુરતઃ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા છે. પુણાના લેન્ડમાર્ક રોડ પરથી ગાંજા સાથે ઝડપાયા. 40 હજારની કિંમતનો 4 કિલો ગાંજો અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે.
ગુજરાતના વાતાવરણમાં ભારે પલટાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 મેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ભારે વાવાઝોડા, વંટોળ અને ગાજવીજ સાથે વરસશે વરસાદ.ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવા ધોધમાર વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી છે અને દિલ્લીમાં વંટોળ સાથે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. દિલ્લી-NCRમાં વહેલી સવારે હવામાનમાં ભારે પલટો આવ્યો. સવારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો.. જેના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા. દિલ્લી-NCRમાં મોડી રાતથી જ ભારે પવનો ફુંકાવાનું શરૂ થયું હતું.. જે બાદ મૂશળધાર વરસાદ શરૂ થયો.. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે.. હવામાન વિભાગે આજે પણ એલર્ટ જાહેર કર્યું છે. ખરાબ હવામાને કારણે દિલ્લી એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટ્સને અસર પહોંચી છે..
જૂનાગઢ: માંગરોળ સબજેલમાં ચેકિંગ દરમિયાન મોબાઈલ જપ્ત કરાયા. જિલ્લા જેલના અધિક્ષક અને નાયબ મામલતદારની ટીમનું સંયુક્ત ચેકિંગ હાથ ધરાયુ. બેરેક નં-2માંથી મોબાઈલ અને બેરેક નં-1માંથી પાન મસાલા મળ્યા. જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળતા નાયબ મામલતદારે નોંધાવી ફરિયાદ. અજાણ્યા ઈસમ વિરૂદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
ભારતના સશસ્ત્ર દળો પાકિસ્તાનને જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાએ શક્તિનું પ્રદર્શન કર્યુ. ગંગા એક્સપ્રેસ વે પર યુદ્ધ વિમાન ઉડાન ભરશે. રાફેલ, મિરાજ સહિત યુદ્ધ વિમાન શક્તિ પ્રદર્શન કરશે. ભારતીય નૌકાદળ દ્વારા અરબી સમુદ્રમાં પણ પૂરજોશમાં યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. ભારતીય સેનાના શક્તિ પ્રદર્શનથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે.
ભગવાન શ્રી કેદારનાથ જીની પંચમુખી ઉત્સવની મૂર્તિ આજે ત્રીજા પડાવ ગૌરીકુંડથી પગપાળા શ્રી કેદારનાથ ધામ પહોંચી છે. શ્રી કેદારનાથ ધામના દરવાજા આજે સવારે 7 વાગ્યે દર્શન માટે ખુલ્યા છે.
અમદાવાદ: જૂની રદ થયેલી નોટો સાથે 2 લોકોની ધરપકડ થઇ છે. રદ થયેલી 500 અને 1,000ના દરની ચલણી નોટો ઝડપાઈ. 500ના દરની 29,756 નોટ અને 1000ના દરની 4,156 નોટ જપ્ત કરવામાં આવી. સાણંદ પોલીસે 2 કરોડની કિંમતની રદ્દ થયેલી નોટ ઝડપી. જૂની નોટના બદલે નવી નોટ લેવા ગાંધીનગરના યુવકો આવ્યા હતા. ભરત રબારી, અમરત રબારી નામના યુવકોની ધરપકડ કરી. અમદાવાદના પટેલ નામના વેપારીના રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
Published On - 7:27 am, Fri, 2 May 25